Ahmedabad: ઈદના તહેવાર પૂર્વે શહેરમાં ચાર જીવતા બોમ્બ સાથે એક યુવક ઝડપાતા ચકચાર

|

May 13, 2021 | 9:18 PM

અમદાવાદ શહેરમાં હાથ બનાવટના દેશી બોમ્બ સાથે ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે. મહત્વનું છે કે ઈદના તહેવાર પૂર્વે શહેરમાં ચાર જીવતા બોમ્બ સાથે એક યુવક ઝડપાતા ચકચાર મચી છે. ક્રાઈમ બ્રાન્ચે યુવકને ઝડપી જીવતા બોમ્બ BDDSની મદદથી કર્યા છે અને આરોપી યુવકની પૂછપરછ હાથ ધરી છે.

Ahmedabad: ઈદના તહેવાર પૂર્વે શહેરમાં ચાર જીવતા બોમ્બ સાથે એક યુવક ઝડપાતા ચકચાર
પ્રતિકાત્મક તસવીર

Follow us on

અમદાવાદ શહેરમાં હાથ બનાવટના દેશી બોમ્બ સાથે ક્રાઈમ બ્રાન્ચે એક આરોપીની ધરપકડ કરી છે. મહત્વનું છે કે ઈદના તહેવાર પૂર્વે શહેરમાં ચાર જીવતા બોમ્બ સાથે એક યુવક ઝડપાતા ચકચાર મચી છે. ક્રાઈમ બ્રાન્ચે યુવકને ઝડપી જીવતા બોમ્બ BDDSની મદદથી કર્યા છે અને આરોપી યુવકની પૂછપરછ હાથ ધરી છે.

 

 

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch Ahmedabad)ને બાતમી મળી હતી કે કિસન કાપડની થેલીમાં દેશી હાથ બનાવટના જીવતા બોમ્બનો જથ્થો લઈ દાણીલીમડા તરફના રિવરફ્રન્ટની ફૂટપાથ ઉપર ચાલતો સરદાર બ્રિજ નીચેના રિવરફ્રન્ટ થઈ એલીસબ્રિજ તરફ જઈ રહ્યો છે. જેથી ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch Ahmedabad ) બાતમીના આધારે રિવરફ્રન્ટ (Riverfront) પાસેથી જાવેદખાન ઉર્ફે બાબા, ઉર્ફે જિલલતી અકબર ખાન બ્લોચ નામના 38 વર્ષીય યુવકની ધરપકડ કરી છે.

 

 

આરોપીને તપાસ કરતા તેની પાસેથી હાથ બનાવટના દેશી ચાર બોમ્બ મળી આવ્યા હતા. જેથી ક્રાઈમ બ્રાન્ચે તરત જ બોમ્બ ડિસ્પોઝલ ટીમને સ્થળ પર બોલાવી મળી આવેલા બોમ્બને સુરક્ષિત જગ્યાએ લઈ જઈ ડિફ્યુઝ કર્યા હતા. પકડાયેલો આરોપી દરિયાપુરના પોપટીયા વાડનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપી જાવેદ ખાનની ધરપકડ કરી પૂછપરછ કરતા સામે આવ્યું કે આ દેશી બોમ્બ તેણે પોતાની પાસેથી પૈસા લેવાના વ્યક્તિને બીજાઓ પહોંચાડવા માટે બનાવ્યા હતા.

 

 

આરોપી જાવેદખાન નશાનો બંધાણી હોય જેથી નશા કરવા માટે અન્ય યુવક પાસેથી પૈસાની લેવડ દેવડ કરતો હતો અને પોતાની પાસેથી પૈસા લેનાર વ્યક્તિને જાહેરમાં કોઈ પણ જગ્યાએ મળે તો તેને આ બોમ્બ ફેંકીને મારી ઈજાઓ પહોંચાડવાનો તેનો હેતુ હતો, જેથી ક્રાઈમ બ્રાન્ચે આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે. પકડાયેલા આરોપીની પૂછપરછમાં સામે આવ્યું કે વર્ષ 2002માં તેણે આ બોમ્બ બનાવતા શીખ્યા હતા.

 

 

બોમ્બનો સામાન ક્યાંથી લીધો, કોની પાસેથી લીધોએ તમામ દિશામાં પૂછપરછ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચે આરોપીના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે જોવાનું રહ્યું કે આરોપીની રિમાન્ડ દરમિયાન નવા ક્યાં ખુલાસાઓ સામે આવે છે.

 

 

આ પણ વાંચો : મારૂ ગામ, કોરોના મુક્ત ગામ: તમામ ગામોને કોરોના સંક્રમણથી મુક્ત રાખી વર્તમાન અને ભવિષ્યને સુરક્ષિત કરવાની ગુજરાતની અનોખી પહેલ

Next Article