Ahmedabad: એરપોર્ટ નજીક પૂરપાટ ઝડપે દોડતી ગાડીએ લીધો મહિલાનો ભોગ, સમગ્ર ઘટના થઈ સીસીટીવમાં કેદ

|

Oct 15, 2021 | 6:53 PM

Ahmedabad: શહેરમાં ઓવર સ્પીડના શોખ નિર્દોષ લોકો માટે સજા બની રહ્યું છે. એરપોર્ટ નજીક સ્પીડમાં ગાડી ચલાવતા વાહન ચાલકે મહિલાનો ભોગ લીધો.

Ahmedabad: એરપોર્ટ નજીક પૂરપાટ ઝડપે દોડતી ગાડીએ લીધો મહિલાનો ભોગ, સમગ્ર ઘટના થઈ સીસીટીવમાં કેદ
Ahmedabad Accident

Follow us on

Ahmedabad: શહેરમાં ઓવર સ્પીડના શોખ નિર્દોષ લોકો માટે સજા બની રહ્યું છે. એરપોર્ટ નજીક સ્પીડમાં ગાડી ચલાવતા વાહન ચાલકે મહિલાનો ભોગ લીધો. જ્યારે શિવરંજનીમાં તો સ્પીડના કારણે ગાડી પલટી ગઈ હતી. સ્પીડ પર બ્રેક લગાવવા ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી છે. નવરાત્રિમાં ત્રણ ગભિર અકસ્માત ઓવર સ્પીડ લીધી થયા છે. કેવી રીતે સ્પીડ પર પોલીસ લગાવશે બ્રેક જોઈએ આ અહેવાલમાં.

અમદાવાદ શહેરમાં એરપોર્ટ નજીક સ્પીડના શોખમાં એક નબીરાએ પૂરપાટ ઝડપે કાર ચલાવીને એક મહિલાને મોતને ઘાટ ઉતારી દીધી છે. હાંસોલ ગામની છાવણી સોસાયટીમાં રહેતા આશાબેન છાબરા સવારે દુકાન પર ખરીદી કરવા જઈ રહયા હતા. આ સમયે એક કાર ચાલક પુરઝડપે આવ્યો હતો. આશાબેનને કાર ચાલકે એટલા ટક્કર મારી હતી કે, આશાબેન 8થી 10 ફૂટ હવામાં ઉછળીને સામે આવતી કાર પર પડયા અને નીચે પટકાયા હતા.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સામે આવતી કાર અને એક એક્ટિવા ચાલકને પણ ક્રેટા કાર ચાલકે ટક્કર મારી હતી. જેના લીધે 3 લોકોને નાની મોટી ઇજાઓ થઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવ મા કેદ થઈ હતી. પોલીસે કાર્યવાહિ કરતા રાજ શર્મા નામના યુવકની ધરપકડ કરી છે.

નહેરુનગરથી શિવરંજની જવાના માર્ગ ઉપર એક i20 કારચાલકે પુરપાટ ઝડપે ગાડી હંકારતા કાર ચાલકનો સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવી બેસતાં ગમ્ખવાર અકસ્માત સર્જાયો હતો. જેમાં i20 કાર ચાલક અને અન્ય એક વ્યક્તિને જે ગાડીમાં સવાર હતો તે બંનેને ગંભીર ઇજાઓ પોહચાડી હતી. બાદમાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ બાબતને લઈને અકસ્માત સર્જનાર અને બીઆરટીએસ સંસ્થા સાથે સમાધાન થઈ જતા પોલીસે ગુનો નોંધ્યો નથી.

અમદાવાદમા વાહનની સંખ્યા વધતાની સાથે અકસ્માતનુ પ્રમાણ પણ વધતુ જાય છે. છેલ્લા ત્રણ વર્ષમા 2020માં સૌથી વધુ અકસ્માતના આંકડા સામે આવ્યા છે. 439 લોકોના મોત નિપજયા છે. જેમા 135 જેટલા રાહદારીઓ અને 126 જેટલા ટૂ-વ્હીલર ચાલકોનાં મોત થયાં. અકસ્માત અને મૃતકોની સંખ્યામાં સૌથી મોટું કારણ ઓવરસ્પીડ હોવાનું બહાર આવ્યુ છે. જેથી અકસ્માત ઘટાડવા અને ઓવરસ્પીડમા નિયંત્રણ લાવવા પોલીસે રોંગ સાઈડ ડ્રાઇવ ઝુંબેશ શરૂ કરી છે.

જેમાં ટ્રાફિક સિંગલ પર વાહન ચાલક રોંગ સાઈડ આવીને ટ્રાફિક ભંગ કરનારા વાહન ચાલક સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ટ્રાફિક વિભાગ કહેવું છે ચાર રસ્તા પર રોંગ સાઈડ પરથી આવતાં વાહનો કારણે અકસ્માત સર્જાઈ રહ્યા છે. પોલીસે સ્પીડ ઓછી રાખવા વાહન ચલાકોને અપીલ કરી છે.

મહત્વનું છે કે, ટ્રાફિક પોલીસ પાસે 5 સ્પીડ ગન છે જે સ્પીડ નક્કી કરી શકે. જે રિંગ રોડ પર સ્પીડમાં આવતા વાહન ચાલકો પર કાર્યવાહી કરે છે. પરંતુ સીટીમાં સ્પીડની મજા લેતા નબીરાઓ બિન્દાસ ગાડી ચલાવીને અકસ્માત સર્જે છે. જેથી ટ્રાફિક પોલીસે આવા નબીરાઓ પર કાર્યવાહી કરવાનો એક્શન પ્લાન ઘડયો છે.

 

આ પણ વાંચો: Afghanistan : એરપોર્ટ-યુનિવર્સિટી બાદ તાલિબાનોએ કાબુલના પ્રખ્યાત ‘બુશ બજાર’નું નામ બદલ્યું, અમેરિકા સાથે છે કનેક્શન, હવે લોકો કહેશે’ મુજાહિદ્દીન

Published On - 5:39 pm, Fri, 15 October 21

Next Article