Ahmedabad : નશીલો પદાર્થ ખવડાવી દાણીલીમડાની પરિણીતા પર આચર્યું સામૂહિક દુષ્કર્મ, બાદમાં કરી હત્યા

|

Apr 20, 2021 | 6:03 PM

રિક્ષામા આવેલા નરાધમોએ મહિલાને રિક્ષામા બેસાડીને ડ્રગ્સ પીવડાવીને સામૃહિક દુષ્કર્મ આચર્યુ અને બાદમાં હત્યા કરી નાખી હતી

Ahmedabad : નશીલો પદાર્થ ખવડાવી દાણીલીમડાની પરિણીતા પર આચર્યું સામૂહિક દુષ્કર્મ, બાદમાં કરી હત્યા
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

Ahmedabad : નશીલો પદાર્થ ખવડાવી દાણીલીમડાની પરિણીતા પર સામૂહિક દુષ્કર્મ કરી બાદમાં હત્યા કરી હોવાની એક હેવાનીયતની ઘટના સામે આવી છે (Ahmedabad Danilimda Gang Rape with Murder). પરણિતા સાથે સામુહિક દુષ્કર્મ આચરીને હત્યા કરી દેવાની એક ઘટનાએ ચકચાર મચાવી છે. રિક્ષામા આવેલા નરાધમોએ મહિલાને રિક્ષામા બેસાડીને ડ્રગ્સ પીવડાવીને સામૃહિક દુષ્કર્મ આચર્યુ અને બાદમાં હત્યા કરી નાખી હતી. અમદાવાદની આ ઘટનાથી મહિલા સુરક્ષાને લઈને ફરી સવાલ ઉઠયા છે. પોલીસે ત્રણ આરોપીઓને પોતાના સકંજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બે સંતાનની માતા સાથે સામૃહિક દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી દીધાની ઘટનાથી અમદાવાદમા મહિલા સુરક્ષિત છે તે સવાલ ઉઠયા છે. બુરખામાં છુપાયેલા આ હેવાનોમાં રાજુ સોલંકી, ઈમરાન અને સકીલ નામના આ ત્રણેય આરોપીએ ચંડોળા તળાવ નજીક પરણિતાને રિક્ષામા મુસાફર તરીકે બેસાડી હતી. અને ત્યાર બાદ તેને ડ્રગ્સ પીવડાવીને દાણીલીમડામાં એક મકાનમા રાખીને ત્રણેય સામૃહિક દુષ્કર્મ આચર્યુ હતુ. આ હેવાનોએ મહિલાના મોઢામા રૂમાલ રાખીને તેની સાથે ગેંગ રેપ કર્યો હતો. પરંતુ આ હેવાનિયતની યાતના સહન નહિ થતા મહિલાનુ મોત નિપજયુ હતું. જયારે આરોપીઓ મહિલાને અર્ધનગ્ન હાલતમા મુકીને ફરાર થઈ ગયા હતા.

મૃતક મહિલા મૂળ નેપાળની છે. તેના પતિ અને બે બાળકો સાથે તે દાણીલીમડા વિસ્તારમાં રહેતી હતી. આ પતિ-પત્ની મજૂરી કરીને પરિવારનુ ગુજરાન ચલાવતા હતા. પરણિતા પોતાના બે સંતાને પાડોશીને આપીને ઘરેથી નીકળી. ત્યારે આ ત્રણેય હેવાનો રિક્ષા લઈને આવ્યા હતા. આ હેવાનો માનસિક વિકૃત છે. આરોપીઑ રાજુ સોલંકીના ઘરે મહિલાને લઈ ગયા. અને મેડીકલમાંથી ડ્ર્ગ્સ લાવ્યા અને મહિલાને ખવડાવ્યુ. નશામા ધૂત મહિલાને નિવસ્ત્ર કરીને વારા ફરથી રાજુ, ઇમરાન અને શકીલએ બળાત્કાર ગુજારતા રહ્યા હતાં.તે સમયે એક આરોપી મહિલાના શરીરને ચુથતો હતો ત્યારે બીજો મોબાઈલમાં વીડિયો બનાવતો હતો. આખી રાત ડ્રગ્સના નશામાં મહિલા પર આ લોકોએ બળાત્કાર ગુજાર્યો. મહિલાએ પોતાને બચાવવા માટે ચીસો પાડી તો તેના મોઢામાં ડૂચો મારીને પણ આ હેવાન તેની સાથે દુષ્કર્મ આચરતા રહયા હતા. આ યાતના સહન નહિ થતા મહિલાનુ દમ ઘુટવાથી મોત નિપજયુ હતું. આ ઘટનાના બીજા દિવસે આરોપી રાજુ સોલંકી ક્રાઈમ બ્રાંચ પહોચ્યો અને પોતાનો ગુનો કબુલ્યો હતો. દારૂનો ધંધો કરનાર આરોપી રાજુ સોલંકી અનેક વખત પોલીસના હાથે ઝડપાયો છે. જયારે તે ક્રાઈમ બ્રાંચનો બાતમીદાર હોવાથી પોતાનો ગુનો કબુલ કરવા પહોચ્યો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

દાણીલીમડીમા આ સામૂહિક દુષ્કર્મ અને હત્યાની ઘટનાથી અમદાવાદમા મહિલાઓ સુરક્ષિત છે કે નહીં તે સવાલ ઉભો થયો છે. આ હેવાનોની હેવાનીયતમા નાના બે બાળકોએ માતાની મમતા ગુમાવી છે. હાલમા દાણીલમડા પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરીને ઘટના સ્થળેથી મહત્વના પુરાવા જપ્ત કર્યા છે. આ ઉપરાંત દુષ્કર્મનો વિડીયો મોબાઈલમા બનાવ્યો હોવાથી એફએસએલની મદદ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે.

 

Next Article