એક વખત દુષ્કર્મના કેસમાં જેલની હવા ખાઇ ચૂકેલા હવસખોરે બીજી વખત અન્ય પરણીતા પર બળાત્કાર ગુજાર્યો

|

Jun 01, 2022 | 4:23 PM

અમદાવાદમાં (Ahmedabad) એક પરણીતા સાથે એક વર્ષ પહેલાં દુષ્કર્મ થયું હોવાની ફરિયાદ નોંધાઈ. પોલીસે ફરિયાદને આધારે આરોપીની ધરપકડ કરી છે.

એક વખત દુષ્કર્મના કેસમાં જેલની હવા ખાઇ ચૂકેલા હવસખોરે બીજી વખત અન્ય પરણીતા પર બળાત્કાર ગુજાર્યો
હવસખોર ઝડપાયો

Follow us on

Ahmedabad : અમદાવાદના વટવા વિસ્તારમાં એક પરણીતા સાથે એક વર્ષ પહેલાં દુષ્કર્મ (RAPE) થયું હોવાની ફરિયાદ નોંધાઈ. પોલીસે (police) ફરિયાદને આધારે આરોપીની ધરપકડ કરી છે. જોકે આરોપીની પૂછપરછ કરતાં તેને ચોકાવનારા ખુલાસા કર્યા હતા.

વટવા પોલીસની ગિરફતમાં દેખાતા આ આરોપીનું નામ છે અઝહર ઉર્ફે અમન બાબાખાન પઠાણ. અઝહર ઉપર આરોપ છે કે તેને એક પરણિત મહિલા પર બળાત્કાર ગુજાર્યો છે. મહિલાએ અમદાવાદના વટવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેની જ પડોશમાં રહેતા અઝહરે તેના પર બળાત્કાર કર્યો છે. 25 નવેમ્બર 2021 ના રોજ બપોરના સમયે મહિલા પોતાના ઘરેથી બહાર નીકળી રહી હતી તે સમયે તેના ઘરની નજીકમાં જ રહેતા અઝહર પઠાણે તેના પતિ અને બાળકોને મારી નાખવાની ધમકી આપી પોતાની સાથે એક રૂમમાં લઇ જઈ તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. ફરિયાદને આધારે વટવા પોલીસે આરોપી અઝહર પઠાણની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જોકે પોલીસે આરોપી અઝહરની ધરપકડ બાદ તેની પૂછપરછ કરી હતી જેમાં સામે આવ્યું કે અઝહરે અગાઉ પણ એક મહિલા સાથે બળાત્કાર કર્યો હતો અને તેના વિરૂદ્ધ વટવા પોલીસ મથકમાં જ ફરિયાદ નોંધાઈ હતી. અઝહરની વધુ પૂછપરછ હાથ ધરતા સામે આવ્યું કે આરોપી પોતે પરિણીત છે અને આજ પ્રકારથી તેણે અગાઉ પણ વટવા વિસ્તારમાં જ એક મહિલા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જે ગુનામા જેલવાસ પણ ભોગવી ચૂક્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

સમગ્ર ઘટનાથી ડરી ગયેલી મહિલાએ તેના પતિને જાણ કરતા સમગ્ર પરિવાર અન્ય વિસ્તારમાં રહેવા લાગ્યા હતા. આમ છતાં પણ આરોપી દ્વારા મહિલાને અવાર નવાર મળવાનું કહી પતિ અને બાળકોને મારી નાખવાની ધમકી આપતા અંતે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરી છે. મહત્વનું છે કે આરોપી અઝહર પહેલા બળાત્કાર નાં કેસમાં જ જેલની હવા ખાઇ ચૂક્યો છે અને જે બાદ પણ તેના દ્વારા પડોશમાં જ રહેતી પરિણીતા પર બળાત્કારનો કર્યાની ફરિયાદ નોંધાઇ છે. જોકે પોલીસે આરોપીનો ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરાઇ છે.

Published On - 4:21 pm, Wed, 1 June 22

Next Article