Ahmedabad : ફ્રેન્ડ રિકવેસ્ટ ન સ્વીકારનાર યુવતીનો નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર ઝડપાયો

|

Apr 01, 2021 | 7:01 PM

Ahmedabad : સોશિયલ મિડીયાનો ઉપયોગ કરનારી યુવતીઓએ ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર યુવકની ફ્રેન્ડ રિકવેસ્ટ ન સ્વિકારનાર યુવતી અને તેની બહેનના મોર્ફ નગ્ન ફોટા બનાવી વાયરલ કરવાની ધમકી આપવામા આવી હતી.

Ahmedabad : ફ્રેન્ડ રિકવેસ્ટ ન સ્વીકારનાર યુવતીનો નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપનાર ઝડપાયો
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

Ahmedabad : સોશિયલ મિડીયાનો ઉપયોગ કરનારી યુવતીઓએ ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર યુવકની ફ્રેન્ડ રિકવેસ્ટ ન સ્વિકારનાર યુવતી અને તેની બહેનના મોર્ફ નગ્ન ફોટા બનાવી વાયરલ કરવાની ધમકી આપવામા આવી હતી. જે અંગે સાયબર ક્રાઈમે ગુનો નોંધી બહુચરાજી પાસેથી એક યુવકની ધરપકડ કરી છે.

સાયબર ક્રાઈમની કસ્ટડીમાં રહેલા આરોપીનુ નામ સ્મિત ઉર્ફે લાલો અતુલ ભાઈ પટેલ છે. જે મુળ બહુચરાજીની રાજેશ્વરી સોસાયટીનો વતની છે. આરોપીની ધરપકડ કરવા પાછળનુ કારણ એવુ હતુ કે. તેણે બે બહેનોના નગ્ન મોર્ફ ફોટા બનાવી યુવતી પાસે શારીરીક માંગણી કરી હતી. અને ધમકી પણ આપી હતી કે જો યુવતી ના કહેશે તો તે ફોટા વાયરલ કરી દેશે. જે માટે પોલીસથી બચવા આરોપીએ બનાવટી ઈન્સ્ટાગ્રામ આઇડી બનાવ્યા હતા. જોકે સાયબર ક્રાઈમે તપાસ કરતા આરોપીનેં ઝડપી લેવામાં આવ્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ઝડપાયેલ આરોપી સ્મિતની પુછપરછ કરતા સામે આવ્યુ કે, આરોપી એ કોલેજ સુધીનો અભ્યાસ કર્યો છે. અને છેલ્લા એક વર્ષથી આઈટીઆઈમાં અભ્યાસ કરી રહ્યો છે, 6 મહિના પહેલા આરોપી એ યુવતીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. જેનો અસ્વિકાર કરતા યુવકે આ કૃત્ય કર્યુ છે. ત્યારે સાયબર ક્રાઈમ હવે તે વાતની તપાસ કરી રહી છે કે આરોપીએ અન્ય કોઈ યુવતીના મોર્ફ ફોટા બનાવ્યા છે કે કેમ ??

Published On - 7:01 pm, Thu, 1 April 21

Next Article