Ahmedabad: ગેગસ્ટર બનીને બિલ્ડર પાસેથી ખંડણી ઉઘરાવવતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો, આરોપી વિરુદ્ધ નોંધાયા છે 7થી વધુ ગુના

|

Dec 04, 2021 | 7:06 PM

દાદાગીરી કરીને ખુદને ગેગસ્ટર અને વિસ્તારનો ડોન કહેતો એક આરોપી અઝીઝુરહેમાન ઉર્ફે મામૂ ઉર્ફે બાપુ સૈયદની દાણીલીમડા પોલીસે ધરપકડ કરી છે.

Ahmedabad: ગેગસ્ટર બનીને બિલ્ડર પાસેથી ખંડણી ઉઘરાવવતા શખ્સને પોલીસે ઝડપી પાડ્યો, આરોપી વિરુદ્ધ નોંધાયા છે 7થી વધુ ગુના
gangster nabbed by the police

Follow us on

Ahmedabad: દાદાગીરી કરીને ખુદને ગેગસ્ટર અને વિસ્તારનો ડોન કહેતો એક આરોપી અઝીઝુરહેમાન ઉર્ફે મામૂ ઉર્ફે બાપુ સૈયદની દાણીલીમડા પોલીસે ધરપકડ કરી છે. જેને એક બિલ્ડર પાસેઠી રૂ 10 લાખની ખંડણી માંગી અને 30 હજાર રૂપિયાની ઉઘરાણી કરી હતી. પણ તેની ચતુરાઈ ન ચાલી અને તે પકડાઈ ગયો.

ઘટનાની વાત કરીએ તો દાણીલીમડામાં બિલ્ડિંગ કન્સ્ટ્રકશનનું કામ કરતા બિલ્ડરની ભારત ટેડર્સની ઓફિસમાં ઘૂસીને આરોપીએ રૂ 10 લાખની ખંડણી માંગી. આરોપીએ ખુદને વિસ્તારનો ગેંગસ્ટર છે તેમ કહીને ધમકી આપી કે જો ઇમરાન રસિડેન્સીની સ્કીમમાં ટોરેન્ટ પાવરનું કનેકશન કાઢીને તેનું વીજ ચોરીનું કનેક્સન નહિ લે તો તેની સાઈડ તોડાવી દેશે. એટલું જ નહિં બિલ્ડરના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને ખંડણીની ઉઘરાણી કરીને રૂ 30 હજાર પડાવી લીધા. આ ઘટનાને લઈને દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા દાણીલીમડા પોલીસે આરોપી અઝીઝુરહેમાનની ધરપકડ કરી છે.

આરોપી અઝીઝુરહેમાનએ વીજ ચોરી કરીને કનેકશન આપવાનું તો દબાણ કરીને ખંડણી માંગી. પરંતુ જ્યારે ફરિયાદી દુબઇ ગયા ત્યારે તેના ગોડાઉનના વીડિયો બનાવીને બ્લેકમેલ પણ કર્યા હતા. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું સામે આવ્યું છે. જેમાં પાલડી, ગાંધીનગર, ગુજરાત યુનિવર્સિટી , કાગડાપીઠ અને દાણીલીમડા વિસ્તારમાં અનેક ગુના નોંધાયા છે. એટલું જ નહીં તેને પાસા પણ કરવામાં આવી હતી. પરંતુ ખુદને મોટો ગેંગસ્ટર સમજતો આરોપીને કાયદાનો ડર ના હોય તેમ ખુલ્લેઆમ ખંડણીની ઉઘરાણી કરતો હતો. પરંતુ ફરીયાદ થતા દાણીલીમડા પોલીસે આ ખંડણી ખોરને કાયદાનું ભાન કરાવ્યું.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

મહત્વનું છે કે અમદાવાદના કુખ્યાત ગેંગસ્ટરની જેમ ગેંગસ્ટર બનવા માંગતા અઝીઝુરહેમાનને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ કુખ્યાત આરોપી કોઈ મોટા ગુનાને અંજામ આપે તે પહેલાં જ પોલીસે તેની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

 

આ પણ વાંચો: Ayush Ministry Recruitment 2021: આયુષ મંત્રાલયમાં નોકરી મેળવવાની તક, 10 ડિસેમ્બર સુધી કરી શકો છો અરજી

આ પણ વાંચો: NHB Recruitment 2021: બેંકમાં નોકરી મેળવવાની તક, આસિસ્ટન્ટ મેનેજર સહિત અનેક જગ્યાઓ માટે ભરતી, જુઓ વિગતો

Next Article