કલિયુગનો હવસખોર ભાઈ : પિતરાઈ ભાઈએ જ સગીર બહેન પર નજર બગાડી શારિરીક અડપલા કર્યા

|

Oct 01, 2021 | 9:59 PM

રાણીપ વિસ્તારમાં રહેતો પરિવાર બેસણા માટે અમદાવાદની બહાર ગયો હતો. તે સમયે પિતરાઈ ભત્રીજાએ અકસ્માત થયો હોવાથી ઘરે આરામ અને જમવા જવાની વાત કરી હતી.

કલિયુગનો હવસખોર ભાઈ : પિતરાઈ ભાઈએ જ સગીર બહેન પર નજર બગાડી શારિરીક અડપલા કર્યા
Ahmedabad : a cousin brother sexually harassed his sister

Follow us on

AHMEDABAD : પરિચિત લોકોથી મહિલા અને સગીરાઓની સુરક્ષા કરતા માતા પિતા માટે ચિંતા જનક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે…પરિવારની ગેર હાજરીમાં સગીરા સાથે તેના જ પિતરાઈ ભાઈએ શારિરીક અડપલા કર્યા.જોકે સગીરાએ વિરોધ કર્યો અને પાડોશી જોઈ જતા નરાધમને ઘરમાથી કાઢી મુકવામાં આવ્યો.. જે અંગે પરિવારે ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો સહિતની કમલો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાણીપ પોલીસની કસ્ટડીમાં રહેલા આ આરોપીએ પોતાની પિતરાઈ બહેનની આબરુ લુંટવાનો પ્રયાસ કર્યો હતો. જોકે સગીરાએ તેને પડાકરતા આરોપી ગુસ્સે ભરાયો અને ઝઘડો કરી ફરાર થયો હતો.જોકે આ બનાવ સમયે પાડોશી મહિલા પણ હાજર હતી અને તેણે નરાધમને ઘરમાથી કાઢી મુક્યો. પોલીસ પુછપરછમાં સામે આવ્યુ કે નરાધમ યુવક પ્લાનીંગ સાથે જ સગીરાના ઘરે ગયો હતો. પરંતુ તે તેના કાળા મનસુબામાં સફળ ન રહ્યો અને પોલીસની ઝપટમાં આવી ગયો છે.

બનાવની વાત કરીએ તો રાણીપ વિસ્તારમાં રહેતો પરિવાર બેસણા માટે અમદાવાદની બહાર ગયો હતો. તે સમયે પિતરાઈ ભત્રીજાએ અકસ્માત થયો હોવાથી ઘરે આરામ અને જમવા જવાની વાત કરી હતી. તે સમયે પરિવારની સગીર દિકરી ઘરે એકલી જ હતી..પરંતુ પિતરાઈ ભાઈએ આવેશમાં આવી સગીર બહેનની આબરુ લુંટવાનો પ્રયાસ કર્યો હતો.. જે અંગે પરિવારને સાંજે જાણ થતા પોલીસ મથકે પિતરાઈ ભાઈ વિરુદ્ધ જ ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તેની ધરપકડ કરી હતી.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

મહત્વનુ છે કે અજાણ્યા નરાધમોથી પોતાની દિકરીનું રક્ષણ કરતા માતા પિતા હવે ઘરમાં જ રહેલા નરાધમોથી કેમ બચાવવા તે મોટો પ્રશ્ન છે..પરંતુ સગીરાની સજાગતાથી તે બચી ગઈ છે. બાળકોને એકલા મુકતા માતા પિતા માટે આ કિસ્સો શીખ આપનારો છે.

આ પણ વાંચો : JAMNAGAR : મુખ્યપ્રધાને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા નિર્મિત પ્રથમ અલાયદી પિડીયાટ્રીક કોવિડ હોસ્પિટલનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો

અ પણ વાંચો : AMRELI : બાબરામાં મગફળીની ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની ઓફિસમાં તાળા, ખેડૂતોમાં રોષ

Next Article