Ahmedabad રાણીપમાં ધોળા દહાડે 45 લાખની ચોરી, જુઓ CCTV દ્રશ્યો

|

Jan 06, 2021 | 3:00 PM

Ahmedabad ન્યૂ રાણીપ વિસ્તારમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાંથી રૂપિયા 45 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી અજાણ્યો શખ્સ

Ahmedabad રાણીપમાં ધોળા દહાડે 45 લાખની ચોરી, જુઓ CCTV દ્રશ્યો

Follow us on

Ahmedabad ન્યૂ રાણીપ વિસ્તારમાં ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાંથી રૂપિયા 45 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી અજાણ્યો શખ્સ ફરાર થયો છે. ચોરી કરનાર શખ્સે વેપારીની રેકી કરી પીછો કર્યો હતો. અને ડેકીમાંથી દુકાનની ચાવીઓ ચોરી લઈ દુકાન ખોલી ચોરી કરી હતી.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

નારણપુરામાં હરિપાર્ક સોસાયટીના રહેવાસી જિતેન્દ્ર શાહ ન્યૂ રાણીપમાં પાયલ જ્વેલર્સ નામે શો રૂમ ધરાવે છે. જિતેન્દ્રભાઈ મંગળવારે રાબેતા મુજબ દુકાન ખોલી હતી. બપોરે એક થેલીમાં બેંકની સ્લિપ વગેરે મૂકી દુકાન બંધ કરી અને અન્ય એક જ્વેલર્સમાં ગયા હતા. ત્યાંથી થેલીમાં ચાવી મૂકી અને ડેકીમાં થેલી રાખી ઘરે જમવા ગયા હતા. ઘરેથી દુકાને આવ્યા ત્યારે શો રૂમનો દરવાજો ખુલ્લો હતો અને અંદર જઈને જોતાં દુકાનમાંથી મોટા ભાગના દાગીનાની ચોરી થઈ ગઈ હતી.

શો રૂમમાં લાગેલા સીસીટીવી જોતાં 30થી 35 વર્ષનો શખ્સ દુકાનમાં અસલ ચાવીના ઝુડાથી તાળાં ખોલી અંદર પ્રવેશી રૂપિયા 45 લાખના દાગીનાની ચોરી કરી ફરાર થયો છે. આ મામલે સાબરમતી પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે.

Next Article