Agusta Westland Scam: 3,600 કરોડના VVIP હેલિકોપ્ટર કૌભાંડમાં અનુપ ગુપ્તાની ધરપકડ

પ્રવર્તન નિર્દેશાલયે (ED) Agusta Westland Scam અંતર્ગત 3,600 કરોડના VVIP હેલિકોપ્ટર કૌભાંડમાં અનુપ ગુપ્તા (ANUP GUPTA)ની ધરપકડ કરી છે.

Agusta Westland Scam: 3,600 કરોડના VVIP હેલિકોપ્ટર કૌભાંડમાં અનુપ ગુપ્તાની ધરપકડ
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 30, 2021 | 10:20 PM

પ્રવર્તન નિર્દેશાલયે (ED) Agusta Westland Scam અંતર્ગત 3,600 કરોડના VVIP હેલિકોપ્ટર કૌભાંડમાં અનુપ ગુપ્તા (ANUP GUPTA)ની ધરપકડ કરી છે. EDએ ઈન્ડિયા ગેટ બાસમતી ચોખાની એક કંપની RBL LTDના ડાયરેક્ટર અનુપ ગુપ્તાની PMLA કાયદા અંતર્ગત ધરપકડ કરી છે. અનુપ ગુપ્તાને PMLAની ખાસ કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો. કોર્ટે અનુપ ગુપ્તાને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)પાસે 5 દિવસના રિમાન્ડ પર મોકલ્યો છે.

EDએ કહ્યું કે 3,600 કરોડના VVIP હેલિકોપ્ટર-અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડની ચાલી રહેલી તપાસમાં અનુપ ગુપ્તા પુછપરછમાં સહયોગ નહોતા આપી રહ્યા. 3,600 કરોડના આ સમગ્ર કૌભાંડમાં EDએ એકત્ર કરેલા નવા પુરાવાઓને આધારે અનુપ ગુપ્તાની ધરપકડ કરવામાં આવી છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડ

ભારત સરકારે 8 ફેબ્રુઆરી 2010ના રોજ સંરક્ષણ મંત્રાલય દ્વારા અગસ્તા વેસ્ટલેન્ડ ઈન્ટરનેશનલ લિમિટેડને આશરે 55.62 કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ ડીલના વચેટિયા ક્રિશ્ચિયન મિશેલે આ ડીલમાં સહ-આરોપીની સાથે મળીને કાવતરૂ રચ્યું હતું. તેનાં હેઠળ અધિકારીઓએ વીવીઆઈપી હેલિકોપ્ટરની ઉંચાઈ 6000 મીટરથી ઘટાડીને 4,500 મીટર કરી પોતાના સરકારી પદનો દુરૂપયોગ કર્યો હતો. આ કામ માટે મિશેલને અગસ્તા વેસ્ટલેન્ડ પાસેથી 225 કરોડ રૂપિયા મળ્યા હતા.

2018માં વચેટીયા મિશેલને ભારત લવાયો

વર્ષ 2018માં ભારતના તત્કાલીન વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજની સક્રિયતાને કારણે અગસ્તા વેસ્ટલેન્ડ કૌભાંડના વચેટિયાને CBI દ્વારા ભારત લાવવામાં આવ્યો. જેમાં સીબીઆઈની તથા NSA અજીત ડોવલની ખુબ જ મહત્વપુર્ણ ભુમિકા રહી હતી. લાંબી પ્રક્રિયા અને ગુંચવાડાભરી કાર્યવાહી બાદ આ ડીલના વચેટિયા ક્રિશ્ચિયન મિશેલને ભારત લાવવામાં આવ્યો છે. 3,600 કરોડની વેસ્ટલેન્ડ ડીલના કૌભાંડમાં દેશના ટોપના રાજકારણીઓ ઉપરાંત અધિકારીઓ સંડોવાયેલા હોવાના કારણે આ કેસ ખુબ જ હાઈપ્રોફાઈલ બની ગયો છે.

આ પણ વાંચો: કોંગ્રેસના MLC પર લાગ્યા ગંભીર આક્ષેપ, વિધાન પરિષદની કાર્યવાહીમાં જોઈ રહ્યા હતા અશ્લીલ કલીપ

g clip-path="url(#clip0_868_265)">