Anand : રામ નવમીના દિવસે થયેલી જૂથ અથડામણના કેસમાં પોલીસ એક્શનમાં, 8 લોકોની ધરપકડ અને CCTVનાં આધારે તપાસ શરૂ
આણંદના ખંભાતમાં (Khambhat) શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો (Stone Pelting) થયો હતો. રામ નવમી નિમિતે નીકળેલી શોભાયાત્રાના વાહનો પર પથ્થરમારો થયો હતો. જેના કારણે આણંદ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જોકે પોલીસે તાત્કાલિક સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો.
ગુજરાતમાં (Gujarat) રામ નવમીના (Ram navami) દિવસે રાજ્યમાં અશાંતિનો માહોલ જોવા મળ્યો છે. જેમાં આણંદ (Anand)જિલ્લાના ખંભાત શક્કરપુર વિસ્તારમાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ હતી. પથ્થરમારાની ઘટનાને લઈ પોલીસે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે 8 લોકોની ધરપકડ કરી છે અને બે અલગ અલગ ગુના દાખલ કર્યા છે. ઉશ્કેરણી કરવા બદલ પોલીસે કેટલાક અસામાજીક તત્વો સામે પણ કાર્યવાહી કરી છે. હજુ પણ અન્ય તોફાની તત્વોની શોધખોળ ચાલુ છે. CCTV સર્વેલન્સ ટીમ ખંભાતમાં તમામ સ્થળોના CCTVની તપાસ કરશે. હાલ ખંભાત શહેરમાં શાંતિભર્યો માહોલ છે. સમગ્ર શહેરમાં લોખંડી બંદોબસ્ત ગોઠવાયો છે. રેન્જ IG સહિત આણંદ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓના ખંભાતમાં ધામા છે. પથ્થરમારા બાદ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રેપીડ એક્શન ફોર્સ સહિતની ટીમ તૈનાત કરવામાં આવી છે.
#Gujarat police on strict vigil to enforce law & order in #Khambhat #TV9News pic.twitter.com/xLuFPcWsbs
— Tv9 Gujarati (@tv9gujarati) April 11, 2022
આણંદના ખંભાતમાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારો થયો હતો. રામ નવમી નિમિતે નીકળેલી શોભાયાત્રાના વાહનો પર પથ્થરમારો થયો હતો. જેના કારણે આણંદ પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જોકે પોલીસે તાત્કાલિક સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. સમગ્ર ઘટનામાં ખંભાતમાં રામનવમીની શોભાયાત્રાના ડીજે પર અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. જેની બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. જો કે જુથ અથડામણમાં એક આધેડ વ્યક્તિનું મૃત્યુ થયું છે.
મહત્વનું છે કે રામ નવમીના દિવસે હિંમતનગરમાં પણ શોભાયાત્રા પર અસામાજીક તત્વોએ પથ્થરમારો કર્યો હતો. આ ઘટનામાં પોલીસે સ્થિતિને કાબૂમાં લેવા માટે ટીયરગેસના 5 સેલ છોડ્યા હતા. એક બાઈક અને જીપને આગચંપીમાં નુકસાન પણ થયુ હતુ. હાલ હિંમતનગરમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચો : Panchmahal: ગોધરાના ઓરવાડા ગામે ત્રણ યુવકોને વીજ પોલ સાથે બાંધી માર મારવાનો વીડિયો વાયરલ, પાંચની ધરપકડ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો