AHMEDABAD : 78 બોટલ વિદેશી દારૂ સાથે મિક્સિંગ કરવાનું મટીરીયલ પણ પકડાયું, આરોપી ફરાર

|

Dec 25, 2021 | 7:56 PM

Ahmedabad News : પોલીસ તપાસમાં બનાવ સ્થળેથી હાઇફાઈ બ્રાન્ડની દારૂની બોટલ, બોટલમાં લગાવાતા ઢાંકણા અને ખાલી બોટલો પણ મળી આવી.

AHMEDABAD :  78 બોટલ વિદેશી દારૂ સાથે મિક્સિંગ કરવાનું મટીરીયલ પણ પકડાયું, આરોપી ફરાર
Ahmedabad Crime News

Follow us on

AHMEDABAD : 31મી ડિસેમ્બર એટલે ઉજવણી નો દિવસ. જોકે કેટલાક લોકો પાર્ટી યોજી દારૂની ખેપ મારતા હોય છે. આ વર્ગના લોકો જે બૂટલેગર પાસેથી દારૂ લાવે છે તે બૂટલેગરોએ પણ હવે દારૂમાં મિક્સિંગ શરૂ કરી દીધું. પણ પોલીસની જાગૃતતાથી આવા બુટલેગરનો પર્દાફાશ થઈ ગયો.

31 ડિસેમ્બરને લઈને લોકો પાર્ટી કરતા હોય છે અને ભાન ભૂલી નશીલા પદાર્થનું સેવન કરતા હોય છે. જેને અટકાવવા માટે પોલીસ છેલ્લા ઘણા દિવસથી એક્શન મોડમાં છે. ત્યારે વાડજ પોલીસને રેવા હાઉસિંગના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા રેડ કરી. જ્યાં બુટલેગર તો ન મળ્યો પણ પોલીસે તાળું તોડી રેડ કરી અને 78 દારૂની બોટલ કબ્જે કરી. જોકે આરોપી નિલેશ રાઠોડ ફરાર હોવાથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી. સાથે જ આરોપી કેટલા સમયથી દારૂનો ધંધો કરે છે અને કેવી રીતે ડુપ્લીકેટ દારૂ બનાવતો હતો તે પણ તપાસ શરૂ કરાઈ છે.

પોલીસ તપાસમાં બનાવ સ્થળેથી હાઇફાઈ બ્રાન્ડની દારૂની બોટલ, બોટલમાં લગાવાતા ઢાંકણા અને ખાલી બોટલો પણ મળી આવી. જેના પરથી પોલીસને શંકા છે કે બુટલેગરનો દારૂનો જથ્થો છે તે મિક્સિંગ કરી ડુપ્લીકેટ દારૂ બનાવી વેચતો હતો. ઉચ્ચ ક્વોલિટીની બ્રાન્ડના દારૂની જગ્યા એ હવે ડુપ્લીકેટ દારૂનું વેચાણ શરૂ થયું છે, ત્યારે પોલીસે પણ કડકાઈ વધારી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ વખતે નાઈટ કરફ્યુના લીધે પાર્ટીઓ ન થવાની હોવાથી લોકોમાં પણ પોલીસનો ડર છે. જેથી દારૂ ઓછો વેચાશે તેવી દહેશતથી બુટલેગરોએ ડુપ્લિકેશન શરૂ કરી લોકોને ઉંચા ભાવે ડુપ્લીકેટ દારૂ વેચવાનો કીમિયો અપનાવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. જો કે બુટલેગરોએ એ સમજવું પડશે કે ગેરકાયદે પ્રવૃત્તિ વધુ સમય નથી ચાલતી હોતી અને આખરે તે કાયદાની પકડમાં આવી જતી હોય છે.

ત્યારે જોવાનું એ પણ રહે છે કે વાડજમાં સામે આવેલ ઘટનામાં પોલીસ ફરાર બુટલેગરને ક્યારે અને કેવી રીતે ઝડપે છે. કે પછી આ કેસ માત્ર કેટલોક જથ્થો પકડવા સુધી સીમિત રહી જશે?

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોના વેક્સિનના Booster Dose અંગે અગ્ર આરોગ્ય સચિવનું મહત્વપૂર્ણ નિવેદન, જાણો શું કહ્યું

આ પણ વાંચો : SURAT : 51 મોબાઈલ, 5 લેપટોપ સાથે મૂળ તમિલનાડુના બે ચોર ઝડપાયા, જાણો કેવી રીતે કરતા હતા ચોરી

Next Article