દેશમાં 30 ટકા મહિલાઓ હિંસાનો ભોગ બને છે, નશાખોર પતિઓ વધુ અત્યાચારી : NFHS રિપોર્ટ

|

May 08, 2022 | 12:54 PM

સર્વે મુજબ, 40 ટકા મહિલાઓ જે ક્યારેય શાળાએ નથી જતી તે શારીરિક હિંસાનો સામનો કરે છે. જ્યારે શાળામાં ભણેલી મહિલાઓમાં હિંસાના માત્ર 18 ટકા કેસ જોવા મળ્યા છે.

દેશમાં 30 ટકા મહિલાઓ હિંસાનો ભોગ બને છે, નશાખોર પતિઓ વધુ અત્યાચારી : NFHS રિપોર્ટ
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

તાજેતરના નેશનલ ફેમિલી હેલ્થ સર્વે (NFHS-5)માં દેશમાં મહિલાઓ સાથે થતી શારીરિક અને જાતીય હિંસા અંગે ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. સર્વે અનુસાર, 18 થી 49 વર્ષની વયની લગભગ 30 ટકા મહિલાઓ એવી છે. જેમણે 15 વર્ષની ઉંમર પછી ઘરેલુ હિંસાનો (Domestic Violence)સામનો કરવો પડ્યો છે. 6 ટકા મહિલાઓને તેમના જીવનના અમુક તબક્કે જાતીય હિંસાનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ માત્ર 14 ટકા મહિલાઓ એવી હતી કે જેમણે તેમની સામે શારીરિક અથવા જાતીય હિંસા નોંધાવી હતી. સર્વે એ પણ દર્શાવે છે કે વારંવાર દારૂ પીનારાઓમાં 70 ટકા એવા છે. જેઓ તેમની પત્નીઓ સાથે શારીરિક અથવા જાતીય હિંસા કરે છે. મહિલાઓ (Women)સામે થતી શારીરિક હિંસાના 80% થી વધુ કેસોમાં પતિ જવાબદાર હોવાનું જોવા મળ્યું છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા ગુરુવારે જાહેર કરાયેલા આ સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે 18 થી 49 વર્ષની વયજૂથની 32 ટકા પરિણીત મહિલાઓ તેમના પતિ તરફથી શારીરિક, માનસિક અથવા જાતીય હિંસાનો ભોગ બની છે. જ્યારે માત્ર 4 ટકા પુરૂષો એવા રહ્યા, જેમણે કોઈને કોઈ સમયે ઘરેલુ હિંસાનો સામનો કર્યો હોય. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, મહિલાઓ વિરુદ્ધ ઘરેલું હિંસા મામલે કર્ણાટક (48%) દેશમાં ટોચ પર છે. તે પછી બિહાર, તેલંગાણા, મણિપુર અને તમિલનાડુ આવે છે. લક્ષદ્વીપ દેશમાં એવું છે, જ્યાં મહિલાઓ દ્વારા સૌથી ઓછી (2.1%) ઘરેલું હિંસા થઈ છે. શારીરિક હિંસાના કિસ્સામાં, ગ્રામીણ અને શહેરી વિસ્તારો વચ્ચેનો તફાવત પણ સ્પષ્ટપણે દેખાય છે. ગ્રામીણ વિસ્તારોમાં, 32% મહિલાઓએ હિંસા નોંધાવી હતી, જ્યારે શહેરી વિસ્તારોમાં આવી ઘટનાઓ 24% સાથે બની હતી.

શિક્ષણ અને હિંસાને શું છે સંબંધ ?

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

હિંસા પણ શિક્ષણ સાથે સંબંધિત હોવાનું જોવામાં આવ્યું છે. માત્ર સ્ત્રીઓમાં જ નહીં, પુરૂષોમાં પણ શિક્ષણ અને સંપત્તિનું સ્તર જેમ જેમ વધે છે તેમ તેમ તેમની સામેની હિંસાની ઘટનાઓ પણ ઘટતી જાય છે. સર્વે મુજબ, 40 ટકા મહિલાઓ જે ક્યારેય શાળાએ નથી જતી તે શારીરિક હિંસાનો સામનો કરે છે. જ્યારે શાળામાં ભણેલી મહિલાઓમાં હિંસાના માત્ર 18 ટકા કેસ જોવા મળ્યા છે. તેવી જ રીતે, જ્યારે પૈસા વધે છે, ત્યારે હિંસા પણ ઓછી થાય છે. સર્વે અનુસાર, હિંસાના 39 ટકા મામલા સૌથી ગરીબ 20 ટકા મહિલાઓના જૂથમાં નોંધાયા હતા, જ્યારે સૌથી ધનિક જૂથમાં આ આંકડો 17 ટકા હતો.

ઈન્ડિયન એક્સપ્રેસે સર્વેને ટાંકીને જણાવ્યું હતું કે મહિલાઓ વિરુદ્ધ શારીરિક હિંસાના 80 ટકાથી વધુ કેસોમાં આરોપી પતિ હોય છે. અહીં પણ શિક્ષણની મહત્વની ભૂમિકા જોવા મળી છે. 12 કે તેથી વધુ વર્ષનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કરનારા પતિઓ લગ્ન પછી શારીરિક, જાતીય અથવા ભાવનાત્મક હિંસા કરવાની શક્યતા અડધા (21%) હતા, જેઓ ક્યારેય શાળાએ ગયા ન હતા. પતિની દારૂ પીવાની આદતને પણ પત્ની સાથે શારીરિક કે જાતીય હિંસા સાથે સંકળાયેલી જોવામાં આવી છે. સર્વેક્ષણો દર્શાવે છે કે વારંવાર દારૂ પીનારાઓની 70% પત્નીઓએ શારીરિક અથવા જાતીય હિંસાનો અનુભવ કર્યો છે. જેમના પતિ દારૂ પીતા નથી, તેમનામાં આ આંકડો 23% જોવા મળ્યો છે. રિપોર્ટમાં એવું પણ જોવામાં આવ્યું છે કે 18 થી 19 વર્ષની મહિલાઓ કરતાં 40 થી 49 વર્ષની મહિલાઓને હિંસાનો સામનો કરવો પડે છે.

Published On - 12:54 pm, Sun, 8 May 22

Next Article