સુરતના કરોડોના એમડી ડ્રગ્સ કેસનું પગેરુ પહોચ્યુ મુંબઈ, વધુ 3 આરોપી ઝડપાયા, એક આરોપી બીફાર્મ એન્જિનિયર

|

Oct 12, 2020 | 7:15 PM

સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલા 3 અલગ-અલગ એમડી ડ્રગ્સ કેસ પ્રકરણમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ થઇ છે. ઝડપાયેલા ત્રણ પૈકીનો એક આરોપી એરોટિકલ બીફાર્મ કંપનીનો અભ્યાસ કરી ચુકેલ એન્જિનીયર છે. જ્યારે અન્ય એક આરોપી રોહન મુંબઈનો રહેવાસી છે. આ સાથે સમગ્ર એમડી કેસ પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચે મુંબઈના ઉસ્માન શેખને વોન્ટેડ જાહેર કર્યો છે. નોંધનીય છેકે […]

સુરતના કરોડોના એમડી ડ્રગ્સ કેસનું પગેરુ પહોચ્યુ મુંબઈ, વધુ 3 આરોપી ઝડપાયા, એક આરોપી બીફાર્મ એન્જિનિયર

Follow us on

સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપાયેલા 3 અલગ-અલગ એમડી ડ્રગ્સ કેસ પ્રકરણમાં વધુ ત્રણ આરોપીઓની ધરપકડ થઇ છે. ઝડપાયેલા ત્રણ પૈકીનો એક આરોપી એરોટિકલ બીફાર્મ કંપનીનો અભ્યાસ કરી ચુકેલ એન્જિનીયર છે. જ્યારે અન્ય એક આરોપી રોહન મુંબઈનો રહેવાસી છે.

આ સાથે સમગ્ર એમડી કેસ પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચે મુંબઈના ઉસ્માન શેખને વોન્ટેડ જાહેર કર્યો છે. નોંધનીય છેકે સુરતના ડુમસમાંથી થોડા દિવસ અગાઉ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એક કરોડથી વધુના ડ્રગ્સ સાથે સલમાન ઉર્ફે અમન હનીફ ઝવેરીની ધરપકડ કરી હતી. જે ડ્રગ્સનો જથ્થો પુણા ગામમાં આવેલ સાયોના કોમ્પ્લેક્સના સંકેત અસલાલીયા નામના આરોપી પાસેથી ખરીદ્યો હોવાની કબૂલાત થઇ હતી. જેથી પોલીસે છાપો મારી ડ્રગ્સના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો.

આ કેસમાં આરોપી સંકેત બી.ફાર્મનો અભ્યાસ કરી ચૂકેલા એન્જિનીયર પ્રગણેશ ઠુમ્મરની મદદથી કડોદરા ખાતે એક મકાનની ફેકટરીમાં ડ્રગ્સનો આ જથ્થો બનાવતો હોવાની ચોંકાવનારી હકીકત બહાર આવી છે. એટલું જ નહીં આરોપી સલમાનને ડ્રગ્સનો જથ્થો આપવામાં વાપીના મનોજ કુમાર શીતલપ્રસાદ ભગતની પણ ભૂમિકા બહાર આવી છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આ પણ વાંચોઃ અમદાવાદના જુહાપુરામાં કુખ્યાત નઝીર વોરાનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 7:37 pm, Tue, 29 September 20

Next Article