IIFLમાંથી 3.29 કરોડના સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો, IIFLના પૂર્વ અધિકારી સહીત 4 પકડાયા, જાણો કેવી રીતે અપાયો હતો લૂંટની ઘટનાને આખરી અંજામ

|

Nov 18, 2020 | 6:56 PM

ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાયનાન્સ લિમિટેડની અંકલેશ્વર બ્રાન્ચમાં ૯ નવેમ્બરે ૩.૨૯ કરોડની લૂંટના સનસનીખેજ મામલામાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ૪ લૂંટારૂઓને ઝડપી પાડી ૨.૭૩ કરોડનો મુદ્દામાલ રિકવર કર્યો છે. ઝડપાયેલ આરોપીઓ દક્ષિણ ગુજરાતમાં લૂંટના ગુનાઓની હારમાળા સર્જવાના પ્લાનમાં હતા પરંતુ ભરૂચ પોલીસે તમામને ઝડપી પડ્યા છે. આખરે ૯ દિવસની જહેમત બાદ ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે IIFl ની અંકલેશ્વર બ્રાન્ચમાં […]

IIFLમાંથી 3.29 કરોડના સોનાની લૂંટનો ભેદ ઉકેલાયો, IIFLના પૂર્વ અધિકારી સહીત 4 પકડાયા, જાણો કેવી રીતે અપાયો હતો લૂંટની ઘટનાને આખરી અંજામ

Follow us on

ઇન્ડિયા ઇન્ફોલાઇન ફાયનાન્સ લિમિટેડની અંકલેશ્વર બ્રાન્ચમાં ૯ નવેમ્બરે ૩.૨૯ કરોડની લૂંટના સનસનીખેજ મામલામાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ૪ લૂંટારૂઓને ઝડપી પાડી ૨.૭૩ કરોડનો મુદ્દામાલ રિકવર કર્યો છે. ઝડપાયેલ આરોપીઓ દક્ષિણ ગુજરાતમાં લૂંટના ગુનાઓની હારમાળા સર્જવાના પ્લાનમાં હતા પરંતુ ભરૂચ પોલીસે તમામને ઝડપી પડ્યા છે.

આખરે ૯ દિવસની જહેમત બાદ ભરૂચ ક્રાઈમ બ્રાન્ચે IIFl ની અંકલેશ્વર બ્રાન્ચમાં થયેલ લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો છે. સુરતના રાંદેર વિસ્તારમાંથી iifl ના પૂર્વ અધિકારી સહીત ૪ ની ધરપકડ કરવામાં આવી છે. 9 નવેમ્બરના રોજ સવારે 4 લૂંટારૂઓએ અંકલેશ્વર શહેર ત્રણ રસ્તા સ્થિત આશિષ શોપિંગ સેન્ટરના પહેલા માળે આઈઆઈએફએલની શાખા ગનપોઈન્ટ ઉપર ૩ કરોડના દાગીનાની લૂંટ કરી કારમાંફરાર થઈ ગયા હતા.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

આ લુટારુ ગેંગે વર્ષ 2017 થી દક્ષિણ ગુજરાતમાં આ સતત ત્રીજી લૂંટ કરી છે. અંકલેશ્વરમાં લૂંટ બાદ આરોપીઓની કારણ રૂટના સીસીટીવી ફૂટેજનો પીછો કરતી પોલીસે સુરતના રાંદેર વિસ્તારમાં પહોંચી હતી જ્યાંથી મોહસીન મલેક , મોહમદઅલી નાખુદા, મોહસીન ખલીફા અમે સલીમ ખાનને ઝડપી પડાય હતા.

ઝડપાયેલા લૂંટારુઓ પૈકી મોહસીન IIFL નો પૂર્વ અધિકારી છે જે વર્ષ ૨૦૧૧માં રિકવરી મેનેજર હતો અને સંસ્થાના વર્કિંગ મોડેલથી વાકેફ હતો. મોહસીને તેના અન્ય ત્રણ મિત્રોને તૈયાર કરી લૂંટ કરી હતી. આ ઉપરાંત ટોળકીનો સાગરીત મોહમદઅલી નાખુદા ધનાઢ્ય પરિવારમાંથી આવે છે. સામાન્ય જીવનમાં ઓડી અને મર્સીડીઝ જેવી કારમાં ફરતા મોહમ્મદઅલી ગુનેગારો સાથે કેમ જોડાયો તે પ્રશ્ન પોલીસને પણ મૂંઝવી રહ્યો છે. લૂંટ બાદ આરોપીઓએ કેટલુંક સોનુ વેચી નાખ્યું છે જે રિકવર કરવા તજવીજ કરાઈ રહી છે. એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ટોળકી દક્ષિણ ગુજરાતમાં એકસાથે લૂંટના ગુનાઓની હારમાળા સર્જવાના પ્લાનમાં હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article