2 સગા બાળકોની હત્યા કરનાર પિતાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી, પત્ની ઉપર ચારિત્ર્યની શંકાના ક્રોધમાં બાળકોને કુવામાં ફેંકી દીધા હતા

|

Sep 24, 2020 | 5:41 PM

ભરૂચ તાલુકાના કવિઠા ગામે નરેશ સોમાભાઈ વસાવાએ પત્નીના ચારિત્ર્યની શંકાના ક્રોધમાં 3 બાળકોને વર્ષ 2015માં કૂવામાં ફેંકી દીધા હતા. જે પૈકી બે બાળકોના મોત નિપજ્યા હતા. માં ઉપરના ક્રોધમાં બાળકોને જીવલેણ સજા આપવાના મામલાને ગંભીરતાથી લઈ કોર્ટે હત્યારા પિતાને આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ 2015માં પિતા નરેશ વસાવા દ્વારા કાવતરાના ભાગરૂપે ત્રણ બાળકો હેમાક્ષી […]

2 સગા બાળકોની હત્યા કરનાર પિતાને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી, પત્ની ઉપર ચારિત્ર્યની શંકાના ક્રોધમાં બાળકોને કુવામાં ફેંકી દીધા હતા
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

ભરૂચ તાલુકાના કવિઠા ગામે નરેશ સોમાભાઈ વસાવાએ પત્નીના ચારિત્ર્યની શંકાના ક્રોધમાં 3 બાળકોને વર્ષ 2015માં કૂવામાં ફેંકી દીધા હતા. જે પૈકી બે બાળકોના મોત નિપજ્યા હતા. માં ઉપરના ક્રોધમાં બાળકોને જીવલેણ સજા આપવાના મામલાને ગંભીરતાથી લઈ કોર્ટે હત્યારા પિતાને આજીવન કેદની સજા ફટકારી છે. વર્ષ 2015માં પિતા નરેશ વસાવા દ્વારા કાવતરાના ભાગરૂપે ત્રણ બાળકો હેમાક્ષી ઉ.વ. 7 , અખિલ ઉ.વ. 5 અને રાહુલ ઉ.વ. 11ને મગર બતાવવાનું કહી કુવામાં ફેંકી દીધા હતા. ત્રણ પૈકી સૌથી મોટો પુત્ર રાહુલ કૂવામાં લાકડા પર પડેલો જેનો જીવ બચ્યો હતો.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઘટના અકસ્માત હોવાનું પ્રારંભે સ્વીકારાયું હતું. જે તે સમયે રાહુલે બીકમાં પિતાએ આચરેલા હત્યાકાંડની હકીકત કોઈને જણાવી ન હતી. પરિવારના વડીલ રણજીતભાઈ વસાવા સાથે વાતચીતમાં રાહુલ એકવાર હિંમત કરી હકીકત જણાવતા નરેશને તેના કર્મોની સજા અપાવવા પરિવારે પોલીસને જાણ કરતા નબીપુર પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો. કોર્ટમાં સરકારી વકીલ આર.જે.દેસાઈએ આરોપી વિરુદ્ધ દલીલો કરી હતી. કેસમાં નરેશ વસાવા કસૂરવાર ઠરતાં ભરૂચના એડિશનલ સેશન્સ જ્જ એન. એસ. સિદ્દીકીએ નરેશ વસાવાને આજીવન કેદની સજા ફટકારી હતી.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article