WHOની કોરોના વાયરસને લઇને નવા વેરિએન્ટની ચેતવણી, જાણો શું છે આનું કારણ ?

|

Dec 03, 2022 | 1:03 PM

ચીનમાં હાલ ફરી કોરોનાએ (corona )પગપેસારો કર્યો છે. અને, ચીનમાં કોરોનાને લઇને લોકડાઉનની સ્થિતિ ઉદભવી રહી છે. ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોરોનાના નવા વેરિએન્ટ બાબતે ફરી ચિંતા વ્યક્ત કરી છે.

WHOની કોરોના વાયરસને લઇને નવા વેરિએન્ટની ચેતવણી, જાણો શું છે આનું કારણ ?
WHO (file)

Follow us on

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા ફરી કોરોનાને લઈને ચેતવણી આપવામાં આવી છે. WHO કહ્યું છે કે સર્વેલન્સ, ટેસ્ટિંગ, સિક્વન્સિંગ અને રસીકરણમાં ગેપને લઈને કોરોના માટે એક નવી પ્રકારની ચિંતા ઉભરી આવી છે. અને, આ નિષ્કાળજી કોરોનાના નવા વેરિયેન્ટ માટે રસ્તો બનાવી રહી છે. જેના કારણે કોરોનાના મૃત્યુદરમાં વધારો નોંધાઇ શકે છે. જોકે, WHOનું અનુમાન છે કે Corona રસીકરણને કારણે દુનિયાની ઓછામાં ઓછી 91 ટકા માનવ વસ્તીએ હવે રોગપ્રતિકારક શક્તિ વિકસાવી લીધી છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

WHOના વડા ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે જણાવ્યું કે, “રોગચાળાનો કટોકટીનો તબક્કો પૂરો થયો છે, પરંતુ હજી આમાંથી બહાર આવ્યા નથી.” કોરોના-ઓમિક્રોન વેરિઅન્ટે ગયા અઠવાડિયે જ એક વર્ષ પૂર્ણ કર્યું છે. WHOના વડાએ કહ્યું કે, “ઓમિક્રોન વેરિન્ટ ડેલ્ટા કરતાં વધુ ચેપી સાબિત થયો છે. આજે, ઓમિક્રોન વેરિઅન્ટના 500 થી વધુ પેટા પ્રકારો જોવાઇ રહ્યાં છે.”

WHO ચીફે ચેતવણી આપી છે અને કહ્યું છે કે WHO ને નોંધાયેલા સાપ્તાહિક COVID-19 મૃત્યુની સંખ્યામાં છેલ્લા 5 અઠવાડિયામાં થોડો ઘટાડો થયો છે, પરંતુ ગયા અઠવાડિયે 8,500 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો, જે રોગચાળાના ત્રણ વર્ષ પછી અસ્વીકાર્ય છે, જ્યારે અમારી પાસે ચેપ અટકાવવા અને જીવન બચાવવા માટે ઘણા બધા સાધનો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ભારતમાં કોરોના વાયરસના આંકડા

ભારતમાં એક જ દિવસમાં કોરોના સંક્રમણના 253 નવા કેસ નોંધાયા છે, જે બાદ સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ઘટીને 4,598 થઈ ગઈ છે. શનિવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરેલા આંકડા મુજબ, કેરળ-હિમાચલ પ્રદેશમાં ચેપથી મૃતકોની યાદીમાં વધુ ત્રણ કેસ ઉમેરવામાં આવ્યા છે. આ પછી અહીં મૃતકોની સંખ્યા વધીને 5,30,626 થઈ ગઈ છે. સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા ચેપના કુલ કેસના 0.01 ટકા છે, જ્યારે કોવિડ-19થી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 98.80 ટકા થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં 75 કેસનો ઘટાડો નોંધાયો છે.

એવું કહેવાય છે કે દેશભરમાં કોવિડ-19ના કુલ કેસની સંખ્યા વધીને 4.47 કરોડ (4,46,73,166) થઈ ગઈ છે. આ રોગમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,41,37,942 થઈ ગઈ છે જ્યારે મૃત્યુ દર 1.19 ટકા નોંધાયો હતો. દેશવ્યાપી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાન હેઠળ, અત્યાર સુધીમાં 219.93 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

 

 

Next Article