Covid-19: ચીન સહિત આ પાંચ દેશોના પ્રવાસીઓનો RT-PCR ટેસ્ટ ફરજીયાત, ચેપ લાગશે તો ક્વોરેન્ટાઈન કરવામાં આવશે

|

Dec 24, 2022 | 2:35 PM

ચીન સહિત 5 દેશોમાંથી ભારત આવતા લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત રહેશે. જે મુસાફરોનો RT-PCR રિપોર્ટ પોઝિટિવ આવશે અથવા જેમને તાવ જેવા લક્ષણો જોવા મળશે તેમને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે.

Covid-19: ચીન સહિત આ પાંચ દેશોના પ્રવાસીઓનો RT-PCR ટેસ્ટ ફરજીયાત, ચેપ લાગશે તો ક્વોરેન્ટાઈન કરવામાં આવશે
COVID 19 advisory

Follow us on

વૈશ્વિક સ્તરે વધી રહેલા કોરોના સંક્રમણને જોતા કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. શનિવારે આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે ચીન, જાપાન, હોંગકોંગ, બેંગકોક અને દક્ષિણ કોરિયાથી ભારત આવતા લોકો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત રહેશે. તેમણે કહ્યું કે આ અંગે ટૂંક સમયમાં વિગતવાર આદેશ જાહેર કરવામાં આવશે. માંડવિયાએ કહ્યું કે, અમે આ મુદ્દે ઉડ્ડયન મંત્રાલય સાથે વાત કરી રહ્યા છીએ. જે મુસાફરોનો RT-PCR રિપોર્ટ પોઝિટિવ આવશે અથવા જેમને તાવ જેવા લક્ષણો જોવા મળશે તેમને ક્વોરેન્ટાઈન કરવામાં આવશે.

પાંચ દેશોમાંથી આવતા મુસાફરો માટે એર સુવિધા ફોર્મ ફરજિયાત

ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડથી આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ઉડ્ડયન મંત્રાલયનો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. આ અંતર્ગત સ્વાસ્થ્યની વર્તમાન સ્થિતિ જાહેર કરવા માટે એર સુવિધા ફોર્મ ભરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.

કોંગ્રેસને માત્ર પોતાના પરિવારની ચિંતા છે

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે શનિવારે કહ્યું કે ચીન, કોરિયા અને જાપાનમાં કોવિડના કેસ વધી રહ્યા છે, પરંતુ કોંગ્રેસને માત્ર એક જ પરિવારની ચિંતા છે. કોવિડ પ્રોટોકોલને અનુસરવાનો આ સમય છે. હું રાહુલ ગાંધીને પૂછવા માંગુ છું કે શું તેઓ અથવા કોંગ્રેસના અન્ય નેતાઓ જેઓ હિમાચલના સીએમના સંપર્કમાં આવ્યા હતા અને જેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તેઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે?

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

સરકારે ફરજિયાત કોવિડ રિપોર્ટનો ઈનકાર કર્યો હતો

સરકારે કોરોના વિશે ફેલાવવામાં આવેલા સમાચારોને નકારી કાઢ્યા છે. સમાચારમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે વધુ સક્રિય કેસ ધરાવતા દેશોમાંથી આવતા મુસાફરો માટે RT-PCR રિપોર્ટ ફરજિયાત રહેશે. આ પછી જ તેમને ભારત આવવાની મંજૂરી આપવામાં આવશે. આ સમાચારને નકારી કાઢતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે કેન્દ્ર સરકારે કોરોનાને રોકવા માટે એરપોર્ટ પર રેન્ડમ ટેસ્ટિંગ સહિત અનેક ફરજિયાત પગલા લીધા છે. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે સોશિયલ મીડિયા પર જે માહિતી ફેલાવવામાં આવી રહી છે તે સાચી નથી.

ભારતમાં પણ રાજ્ય સરકાર માટે એડવાઈઝરી કરી જાહેર

આરોગ્ય મંત્રાલયે લખ્યું છે કે આરોગ્ય સુવિધાઓમાં લિક્વિડ મેડિકલ ઓક્સિજન (LMO)ની ઉપલબ્ધતા અને તેના રિફિલિંગ માટે સપ્લાય ચેઈન કોઈપણ વિક્ષેપ વિના સુનિશ્ચિત કરવી જોઈએ. બેકઅપ સ્ટોક અને મજબૂત રિફિલિંગ સિસ્ટમ સાથે ઓક્સિજન સિલિન્ડરોની પૂરતી ઈન્વેન્ટરી જાળવવામાં આવશે. જીવન સહાયક સાધનો જેમ કે વેન્ટિલેટર, BIPAP અને SpO2 સિસ્ટમ્સ જેવા સાધન વસ્તુઓની ઉપલબ્ધ રાખો.

આરોગ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે ઓક્સિજન માટે રાજ્ય સ્તરે ઓક્સિજન કંટ્રોલ રૂમને ફરીથી સક્રિય કરવામાં આવે. ODAS પ્લેટફોર્મ પર ઓક્સિજનનો ઉપયોગ કરીને તમામ આરોગ્ય સંભાળ સુવિધાઓના ઓન-બોર્ડિંગને અમલમાં મૂકવા માટે દૈનિક ઓક્સિજનની માંગ અને વપરાશનું નિરીક્ષણ કરવામાં આવશે.

Published On - 2:33 pm, Sat, 24 December 22

Next Article