WHO એ અમીર દેશોને કરી અપીલ, બાળકોને હમણાં વેક્સિન ન લગાવો, જાણો શું આપ્યું કારણ

|

May 14, 2021 | 8:18 PM

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ અમીર દેશોને અપીલ કરી છે કે હમણાં બાળકોને રસી ન આપવી જોઈએ.

WHO એ અમીર દેશોને કરી અપીલ, બાળકોને હમણાં વેક્સિન ન લગાવો, જાણો શું આપ્યું કારણ
FILE PHOTO

Follow us on

દેશ સહીત અડધી દુનિયામાં કોરોના વાયરસ કહેર મચાવી રહ્યો છે. કોરોના વિરૂદ્ધ લડાઈમાં રસીકરણ એકમાત્ર હથિયાર છે. જેટલું વધારે રસીકરણ થશે એટલા વધારે પ્રમાણમાં લોકોને કોરોના સંક્રમણથી બચાવી શકાશે. હાલ દેશમાં 18 થી ઉપરની ઉમરના લોકોને રસી આપવાનું શરૂ છે. અમેરિકા અને કેનેડામાં હાલમાં જ 12 થી 15 વર્ષના બાળકોને કોરોના વેક્સીન લગાવવાની મંજુરી આપી છે. પણ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ અમીર દેશોને અપીલ કરી છે કે હમણાં બાળકોને રસી ન આપવી જોઈએ.

WHO એ અમીર દેશોને કરી અપીલ
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ શુક્રવારે કહ્યું કે બીજા વર્ષમાં કોરોના મહામારી પહેલા વર્ષ કરતાં વધુ જીવલેણ સાબિત થવાની છે. આ ઉપરાંત વિશ્વ આરોગ્ય સંગઠને અમીર દેશોને અપીલ કરી છે કે તેઓ બાળકોને કોરોના રસી ન આપે, પરંતુ ગરીબ દેશોને રસી આપે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

WHOના ડિરેક્ટર જનરલ ટ્રેડોસ અડનોમ (Tedros Adhanom Ghebreyesus) એ જણાવ્યું હતું કે, કોરોના મહામારી પહેલા વર્ષ કરતાં બીજા વર્ષમાં વધુ જીવલેણ સાબિત થવાની છે. શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં તેમણે અમીર દેશોને પણ બાળકોનું રસીકરણ મુલતવી રાખવા અપીલ કરી હતી.

તેમણે કહ્યું, “હું સમજી શકું છું કે કેટલાક દેશો શા માટે બાળકો અને કિશોરોને રસી અપાવવા માગે છે, પરંતુ હમણાં હું તેમને અપીલ કરું છું કે તેઓએ તેમના આ નિર્ણય પર ફરી થી વિચાર કરે અને તેના બદલે કોવાક્સ પ્રોગ્રામ માટે રસી દાન કરે.”

WHOના નિષ્ણાંતે કહ્યું છે કે આગામી સમયમાં કોરોના વાયરસના વધુ નવા પ્રકારો જોવા મળશે. જો કે હવે આપણે જાણીએ છીએ કે શું કરવું.કોવિડ-19 પર વિશ્વ આરોગ્ય સંગઠનના ટેકનીકલ અધ્યક્ષ લીડ મારિયા વેન કેરકોવએ કહ્યું હતું કે, “હું નવા પ્રકાર ના ભયને કેટલીક ઉત્પાદકતા અને તાકાતમાં બદલવા માંગુ છું”.

અમેરિકા અને કેનેડામાં બાળકોનું રસીકરણ
WHO એ અમીર દેશોને આ અપીલ એવા સમયે કરી છે જયારે અમેરિકા અને કેનેડામાં હાલમાં જ 12 થી 15 વર્ષના બાળકોને કોરોના વેક્સીન લગાવવાની મંજુરી આપી છે. વિશ્વ આરોગ્ય સંગઠનના કહેવા પ્રમાણે અમીર દેશોમાં બાળકોને આપવામાં આવતી આ રસી ગરીબ દેશોને આપવી જોઈએ, જેથી કરીને આવનારા સમયમાં કોરોના મહામારી સામે ગરીબ દેશોના નાગરિકોને બચાવી શકાય.

આ પણ વાંચો : દેશમાં અત્યાર સુધીમાં 2 કરોડથી વધુ લોકોએ કોરોનાને હરાવ્યો, 24 કલાકમાં નવા કેસો કરતા ડીસ્ચાર્જની સંખ્યા વધુ

Next Article