Corona Vaccination : વર્ષનો શાનદાર અંત, ભારતે રસીના 145 કરોડ ડોઝનો આકડો કર્યો પાર

|

Dec 31, 2021 | 7:59 PM

કોરોના રસીકરણ અભિયાનમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરતા, દેશમાં કોરોના રસીના 145 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

Corona Vaccination : વર્ષનો શાનદાર અંત, ભારતે રસીના 145 કરોડ ડોઝનો આકડો કર્યો પાર
The country crossed the figure of 145 crore doses of corona vaccination

Follow us on

એક તરફ જ્યાં કોરોનાના (Corona) નવા વેરિઅન્ટ ઓમિક્રોનની (Omicron Variant) વધતી જતી ઝડપ સરકારની ચિંતા વધારી રહી છે તો બીજી તરફ તેની સામે રસીકરણ અભિયાન (Vaccination Drive) પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. શુક્રવાર વર્ષ 2021નો છેલ્લો દિવસ છે અને આ સાથે દેશે વધુ એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે.

કોરોના રસીકરણ અભિયાનમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરતા, દેશમાં કોરોના રસીના 145 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. આ અંગે માહિતી આપતાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું કે દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 145 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તેમણે ટ્વીટ કર્યું, “કોરોના રસીકરણના 145 કરોડના માઇલસ્ટોનને પાર કરીને વર્ષનો અંત શાનદાર રીતે કર્યો. પડકારજનક વર્ષ 2021 માં અપાર ધીરજ, નિશ્ચય અને સંકલ્પ દર્શાવવા માટે અમારા ડોકટરો, વૈજ્ઞાનિકો અને ફ્રન્ટલાઈન કાર્યકરોનો આભાર.”

16 જાન્યુઆરીના રોજ દેશવ્યાપી રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. ફ્રન્ટલાઈન કર્મચારીઓનું રસીકરણ 2 ફેબ્રુઆરીથી શરૂ થયું હતું. કોવિડ-19 રસીકરણનો આગળનો તબક્કો 1 માર્ચથી 60 વર્ષથી વધુ વયના લોકો અને 45 વર્ષથી વધુ ઉંમરના બીમાર લોકો માટે શરૂ થયો હતો. દેશમાં 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો માટે રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. બાદમાં, સરકારે 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસીકરણની મંજૂરી આપી હતી.

દેશમાં ઝડપથી ચાલી રહેલા કોરોના રસીકરણ અભિયાન સાથે ઓમિક્રોન પણ ઝડપથી પોતાના પગ ફેલાવી રહ્યો છે. દેશમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા વધીને 1,270 થઈ ગઈ છે. મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ઓમિક્રોનના સૌથી વધુ 450 અને 320 કેસ છે. ઓમિક્રોનના 1,270 દર્દીઓમાંથી 374 દર્દીઓ સ્વસ્થ થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાણકારી આપી.

અન્ય ઘણા રાજ્યોમાં પણ Omicron નો વિસ્ફોટ થયો છે. કેરળના આરોગ્ય પ્રધાન વીણા જ્યોર્જે માહિતી આપી છે કે કેરળમાં ઓમિક્રોનના 44 નવા કેસ નોંધાયા છે. દેશમાં વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને, સત્તાવાર સૂત્રએ કહ્યું કે કોરોના વાયરસના નવા ઓમિક્રોન વેરિઅન્ટે ભારતમાં ડેલ્ટા વેરિઅન્ટને બદલવાનું શરૂ કર્યું છે.

 

આ પણ વાંચો –

Omicron In India: ભારત માટે ખતરો ! કોરોનાના ખતરનાક ઓમિક્રોન વેરિએન્ટે ભારતમાં ડેલ્ટા વેરિઅન્ટનું સ્થાન લેવાનું શરૂ કર્યું

આ પણ વાંચો –

Amit Shah In Ayodhya: અયોધ્યામાં ગૃહમંત્રી અમિત શાહે રામલલાના દર્શન કરી મંદિર નિર્માણ કાર્યનું કર્યું નિરીક્ષણ

Next Article