Oxygen Concentrators: ઓનલાઈન કેવી રીતે ખરીદી શકો છો કોન્સન્ટ્રેટર, કેટલી છે કિંમત?

|

May 02, 2021 | 8:53 PM

કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનનો અભાવ સર્વત્ર ભયનું વાતાવરણ બનાવે છે. લોકો તેમના પરિવારો માટે ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં રોકાયેલા છે. આવી સ્થિતિમાં ઓક્સિજન કોન્સંટ્રેટરની ( Oxygen Concentrators) ખૂબ ચર્ચા થઈ રહી છે

Oxygen Concentrators: ઓનલાઈન કેવી રીતે ખરીદી શકો છો કોન્સન્ટ્રેટર, કેટલી છે કિંમત?
ઓક્સિજન કોન્સંટ્રેટર

Follow us on

કોરોના વાયરસનો સંકટ ચાલુ છે. દેશના ઘણાં શહેરોની પરિસ્થિતિ હજી નાજૂક છે અને ઓક્સિજનના અભાવે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનનો અભાવ સર્વત્ર ભયનું વાતાવરણ બનાવે છે. લોકો તેમના પરિવારો માટે ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં રોકાયેલા છે. આવી સ્થિતિમાં ઓક્સિજન કોન્સંટ્રેટરની ( Oxygen Concentrators) ખૂબ ચર્ચા થઈ રહી છે અને હવે લોકો ઓક્સિજન (Oxygen) ન મળવા પર ઓક્સિજન કોન્સંટ્રેટર ખરીદવાનો પ્રયાસ કરે છે.

 

ઓક્સિજન કોન્સંટ્રેટરએ એવું મશીન છે જેમાં ઓક્સિજન ભરવાની જરૂર નથી, તેના બદલે મશીન પોતે ઓક્સિજન ઉત્પન્ન કરે છે. આને કારણે લોકો તેને પસંદ કરી રહ્યા છે અને તેમના પરિવાર માટે આ મશીન મંગાવી રહ્યા છે, જેથી દર્દીઓને તરત ઓક્સિજન મળી શકે. આવી સ્થિતિમાં જાણો કે તમે તેને કેવી રીતે ઓર્ડર કરી શકો છો અને તેનો ખર્ચ કેટલો છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

કેવી રીતે કામ કરે છે ઓક્સિજન કોન્સંટ્રેટર?

તે એક પ્રકારનું ઓક્સિજન બનાવવાનું મશીન છે. માટે સામાન્ય હવાથી નાઈટ્રોજનને જુદો પાડીને વધારે ઓક્સિજન વાળો ગેસ બનાવે છે. મશીનમાં રહેલા પાઈપ વડે, તે શ્વાસની તકલીફવાળા દર્દીઓ સુધી પહોંચે છે. તે પોર્ટેબલ ટ્રોલી જેવું લાગે છે અથવા તે કમ્પ્યુટર અથવા નાના વોટર પ્યુરિફાયરના કદ જેટલુ હોય છે. તેના માટે દરેક કંપનીનું એક અલગ મોડેલ છે અને તેમાં વિવિધ સુવિધાઓ છે.

 

કેવી રીતે ઓર્ડર કરવુ?

તમે તેને ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો છો. જો કે હવે તેની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે અને વધતી માંગને કારણે હવે તે પૂરી કરવી મુશ્કેલ થઈ ગઈ છે. એમેઝોન, ફ્લિપકાર્ટ જેવી કંપનીઓ પાસેથી ઓર્ડર ઓનલાઈન આપી શકાય છે. જો કે, તેની ડિલિવરીમાં હાલમાં એક મહિનાની પ્રતીક્ષાની અવધિ છે, જ્યારે ઘણી જગ્યાએ તે સ્ટોકની બહાર હોવાનું કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં તમને હજી પણ આ ઓનલાઈન માધ્યમ દ્વારા ખરીદવામાં મુશ્કેલી પડી શકે છે. તમે તમારા પિનકોડ દ્વારા ઉપલબ્ધતા પણ ચકાસી શકો છો.

 

કેટલી હોય છે કિંમત?

તે ઘણી ઈકોમર્સ સાઈટ્સ જેમ કે એમેઝોન, ફ્લિપકાર્ટ પર ઉપલબ્ધ થઈ શકે છે. તેની કિંમત વિશે વાત કરવામાં આવે તો, તમે 30થી 60 હજાર રૂપિયાની રેન્જમાં સારા કોન્સન્ટ્રેટર મેળવી શકો છો. જો કે, ઘણા બ્રાન્ડના કોન્સન્ટ્રેટર્સની કિંમત પણ થોડી વધારે હોય છે. આવી સ્થિતિમાં તમે તમારા પોતાના અનુસાર અથવા નિષ્ણાતની સલાહ દ્વારા કંપની પસંદ કરી શકો છો.

 

આ પણ વાંચો: West Bengal Election Result 2021: TMC છોડી ભાજપમાં સામેલ થનારા અનેક નેતાઓએ કર્યો હારનો સામનો

Next Article