Omicron: ક્રિસમસ વેકેશન પર ઓમિક્રોનનું ગ્રહણ ! વિશ્વભરમાં 6,300 ફ્લાઇટ રદ કરવામાં આવી

|

Dec 26, 2021 | 2:01 PM

ઓમિક્રોનથી ક્રિસમસ (Christmas) વીકએન્ડ પર પણ ગ્રહણ લાગ્યું છે. એટલું જ નહીં, આ વેરિઅન્ટને કારણે નવા વર્ષની ઉજવણી પણ ફિક્કી પડી રહી છે. સમાચાર અનુસાર, ઓમિક્રોનને જોતા વિશ્વભરમાં 6,000 થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે.

Omicron: ક્રિસમસ વેકેશન પર ઓમિક્રોનનું ગ્રહણ ! વિશ્વભરમાં 6,300 ફ્લાઇટ રદ કરવામાં આવી
File Photo

Follow us on

કોરોના વાયરસના (Corona Virus) ઓમિક્રોન વેરિઅન્ટના (Omicron Variant) વધતા ખતરાને જોતા લોકો હવે ફ્લાઈટમાં મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. ઓમિક્રોનથી ક્રિસમસ (Christmas) વીકએન્ડ પર પણ ગ્રહણ લાગ્યું છે. એટલું જ નહીં, આ વેરિઅન્ટને કારણે નવા વર્ષની ઉજવણી પણ ફિક્કી પડી રહી છે. સમાચાર અનુસાર, ઓમિક્રોનને જોતા વિશ્વભરમાં 6,000 થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે, જ્યારે હજારો ફ્લાઈટો મોડી પડી છે.

શનિવારે વિશ્વભરમાં લગભગ 2,800 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેમાં 970 થી વધુ ફ્લાઇટ્સ યુએસ એરપોર્ટ પરથી શરૂ થવાની હતી અથવા પહોંચવાની હતી. એટલું જ નહીં, આ સમયગાળા દરમિયાન 8,000 થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી. શુક્રવારે, 2,400 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને 11,000 ફ્લાઇટ્સ મોડી પડી હતી. જ્યારે રવિવારે 1,100 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. ઘણા પાયલટ, ફ્લાઇટ એટેન્ડન્ટ અને અન્ય સ્ટાફ કોરોનાના સંપર્કમાં આવ્યા હતા, ત્યારબાદ તેમને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

પીક ટ્રાવેલ ટાઈમ પર ફ્લાઈટ્સ થઈ રહી છે કેન્સલ
યુએસની યુનાઇટેડ એરલાઇન્સ અને ડેલ્ટા એર લાઇન્સ દ્વારા ફ્લાઇટ્સ રદ કરવાની શરૂઆત કરવામાં આવી હતી, જે કોવિડ-19 ચેપના વધારા વચ્ચે સ્ટાફની અછતને કારણે શુક્રવારે લગભગ 280 જેટલી હતી. આ ઉપરાંત, લુફ્થાંસા, જેટબ્લુ, અલાસ્કા એરલાઇન્સએ પણ પીક ટ્રાવેલ સમયે ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

નાતાલ દરમિયાન લોકો મોટી સંખ્યામાં પ્રવાસ કરે છે. જો કે, ઓમિક્રોનના વિસ્તરણે આ વખતે ઉજવણી પર ગ્રહણ લગાડ્યું છે. ઘણા લોકો જેઓ આ સમય દરમિયાન તેમના પરિવાર અને સંબંધીઓને મળવા માટે પ્રવાસ કરે છે, તેઓને આ વખતે ઘરની ચાર દિવાલોમાં ઉજવણી કરવાની ફરજ પડી છે. યુ.એસ.માં, તાજેતરના સમયમાં ઓમિક્રોન વેરિઅન્ટ્સને કારણે કોવિડ -19 ના કેસ વધ્યા છે.

આગામી દિવસોમાં ઓમિક્રોનના કેસોમાં વધારો થશે
ઓમિક્રોનના ઝડપથી વધી રહેલા કેસો અંગે માહિતી આપતાં, દક્ષિણ આફ્રિકામાં આ પ્રકારને પ્રથમ શોધનાર ડૉ. એન્જેલિક કોએત્ઝીએ જણાવ્યું હતું કે ભારતમાં ઓમિક્રોનના કારણે ચેપના કેસોમાં વધારો જોવા મળશે. તેમના મતે, મોટાભાગના લોકોમાં સામાન્ય લક્ષણો આવવાની અપેક્ષા છે, જેમ કે દક્ષિણ આફ્રિકામાં જોવા મળી રહ્યું છે. કોએત્ઝીએ કહ્યું, હાલની રસીઓ ચેપને ઘટાડવામાં મદદરૂપ થશે.

 

આ પણ વાંચો : Farm Laws: શું કેન્દ્ર સરકાર કૃષિ કાયદા પર નવું બિલ લાવશે? કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કરી સ્પષ્ટતા, કહ્યું…

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીના ‘બૂસ્ટર ડોઝ’ના નિર્ણય પર વિપક્ષી નેતાઓએ શ્રેય લેવાનું શરૂ કર્યું, રાહુલ ગાંધીએ કહ્યું- આખરે પીએમએ મારી વાત સ્વીકારી

Next Article