Omicron: અમેરિકામાં આફતે આપી દસ્તક, દેશમાં સામે આવ્યો એમીક્રોનનો પ્રથમ કેસ

ઓમિક્રોન વેરિયન્ટ વિશેના ભય વચ્ચે બાઈડન લોકોને ખાતરી આપવાનું કામ કર્યું છે. તેણે કહ્યું છે કે નવું વેરિયન્ટ ચિંતાનું કારણ છે, પરંતુ ગભરાવાની જરૂર નથી.

Omicron: અમેરિકામાં આફતે આપી દસ્તક, દેશમાં સામે આવ્યો એમીક્રોનનો પ્રથમ કેસ
રચનાત્મક ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 7:00 AM

Omicron: અમેરિકા (America) માં કોરોનાવાયરસ (Coronavirus)ના નવા વેરિયન્ટ ‘ઓમીક્રોન’ (Omicron Variant)નો પ્રથમ કેસ આમી આવ્યો છે. કેલિફોર્નિયા (California)ના એક શખ્સને આ નવા વેરિયન્ટથી ચેપ લાગ્યો છે. વ્હાઇટ હાઉસ (White House)એ બુધવારે આ માહિતી આપી હતી. તેં વૈજ્ઞાનિક નવા વેરિએન્ટથી પેદા થતા ખતરાના વિશે સતત અભ્યાસ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ જો બાઈડેન (Jo Biden) છેલ્લા મહિનામાં અંતમાં દક્ષિણ અફ્રિકી દેશોની યાત્રા પર પ્રતિબંધ લગાવ્યો હતો. આ નવો વેરિયન્ટ 24 થી વધુ દેશોમાં ફેલાયો છે.

અમેરિકાના ટોચના ચેપી રોગ નિષ્ણાત ડૉ. એન્થોની ફૌસી (Dr. Anthony Fauci) એ વ્હાઇટ હાઉસમાં કહ્યું કે અમેરિકામાં કોવિડ-19ના ‘ઓમિક્રોન’ પ્રકારથી સંક્રમિત થવાનો આ પહેલો કેસ છે. તેમણે કહ્યું કે ચેપગ્રસ્ત વ્યક્તિ 22 નવેમ્બરે દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યો હતો અને 29 નવેમ્બરે તપાસમાં તે સંક્રમિત જણાયો હતો. ફૌસીએ કહ્યું કે વ્યક્તિને રસી આપવામાં આવી છે પરંતુ તેણે રસીનો બૂસ્ટર ડોઝ લીધો નથી અને તેમાં નાના લક્ષણો છે. સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન યુએસ નિયમોને કડક બનાવવા માટે પગલાં લઈ રહ્યા છે જે વિદેશી પ્રવાસીઓને સ્ક્રીન કરે છે.

Omicron વિશે વધુ માહિતી નથી અધિકારીઓએ કહ્યું કે આ પગલાં દેશને નવા પ્રકારો વિશે વધુ જાણવા અને યોગ્ય સાવચેતી રાખવાનો સમય આપશે. પરંતુ તેના પ્રસારની ઝડપને જોતા તેનું અમેરિકા પહોંચવું અનિવાર્ય હતું. નવા વેરિઅન્ટ વિશે ઘણું જાણીતું નથી. આમાં એ પણ સામેલ છે કે શું તે અગાઉના વેરિઅન્ટ્સ કરતાં વધુ ચેપી છે ? શું તે લોકોને વધુ ગંભીર રીતે બીમાર બનાવે છે ? અને શું તે રસીની શક્તિ ઘટાડે છે? ફૌસીએ કહ્યું કે ‘ઓમિક્રોન’ વેરિઅન્ટ વિશે વધુ માહિતી બેથી ચાર અઠવાડિયામાં ઉપલબ્ધ થશે, કારણ કે વૈજ્ઞાનિકો તેના પર કામ કરી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

લોકોના રસીકરણને વેગ આપવામાં આવી રહ્યો છે યુ.એસ.માં ઓમિક્રોન વેરિઅન્ટનો પ્રથમ કેસ ત્યારે સામે આવ્યો છે જ્યારે યુએસ પ્રમુખ જો બિડેન ગુરુવારે શિયાળામાં વાયરસનો સામનો કરવા માટે તેમની વ્યૂહરચનાની રૂપરેખા આપવાના છે. ઓમિક્રોન વેરિઅન્ટ વિશેના ભય વચ્ચે બિડેને લોકોને ખાતરી આપવાનું કામ કર્યું છે. તેણે કહ્યું છે કે નવું વેરિઅન્ટ ચિંતાનું કારણ છે, પરંતુ ગભરાવાની જરૂર નથી. તે જ સમયે, બિડેન અને અમેરિકન અધિકારીઓ હવે વધુને વધુ અમેરિકનોના રસીકરણ પર ભાર આપી રહ્યા છે. આ સિવાય જે લોકોને રસી આપવામાં આવી છે તેમને હવે બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, મીન 02 ડીસેમ્બર: બિનજરૂરી વાદ-વિવાદમાં ફસાશો નહીં, રાજકીય બાબતોમાં પણ સાવધાની રાખવી જરૂર

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 02 ડીસેમ્બર: સંબંધીઓ અને મિત્રો વચ્ચે પરસ્પર ગેરસમજ ઊભી થઈ શકે, સ્વાસ્થ્ય થોડું નરમ રહેશે

g clip-path="url(#clip0_868_265)">