Omicron Alert: જ્યાં કોવિડ પોઝિટીવીટી લેવલ 5% સુધી પહોંચશે ત્યાં જિલ્લાસ્તરના નિયંત્રણો લાદવામાં આવશે: ICMR વડા

|

Dec 10, 2021 | 6:54 PM

WHO માસ્કના વપરાશમાં ઘટાડા સામે ચેતવણી આપી રહ્યું છે. ઓમિક્રોનનું વૈશ્વિક દ્રશ્ય ડિસ્ટર્બ્ડ કરતું છે

Omicron Alert: જ્યાં કોવિડ પોઝિટીવીટી લેવલ 5% સુધી પહોંચશે ત્યાં જિલ્લાસ્તરના નિયંત્રણો લાદવામાં આવશે: ICMR વડા
રચનાત્મક ફોટો

Follow us on

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના વડા બલરામ ભાર્ગવે શુક્રવારે જણાવ્યું હતું કે કોરોનાને લઈને વૈશ્વિક અને ભારત (India) ની કોવિડ (Covid 19) ની સ્થિતિ પર બાજ નજર રાખવા માટે નિયમિત બેઠકો યોજવામાં આવી રહી છે. એક સત્તાવાર નિવેદનમાં આગામી પરિસ્થિઓને લઈને તેમણે એ પણ ઉલ્લેખ કર્યો છે કે જ્યાં કોવિડ પોઝિટીવીટી સ્તર 5% સુધી પહોંચશે ત્યાં જિલ્લા સ્તરના નિયંત્રણો લાદવામાં આવશે.

બલરામ ભાર્ગવ, ડીજી, ICMR (Indian Council of Medical Research (ICMR) chief Balaram Bhargava) જણાવે છે કે “ઓમિક્રોન પર ધ્યાન કેન્દ્રિત કરીને ભારત અને વૈશ્વિક સ્થિતિ પર નજર રાખવા માટે નિયમિત બેઠકોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અને ગભરાટ ન ફેલાવવા માટે થઈને અમને સહયોગની જરૂર છે. જ્યાં 5% થી વધુ પોઝિટિવિટી હોય ત્યાં જિલ્લા સ્તરના નિયંત્રણો લાગુ કરવામાં આવશે,” .

જ્યારે બીજી બાજુ નીતિ આયોગના સભ્ય-સ્વાસ્થ્ય ડૉ. વી.કે. પૉલે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે માસ્કના વપરાશમાં ઘટાડા (Reduction in the use of masks) સામે ઓમિક્રોન (Omicron)ના કેસોમાં થયેલા વધારાએ ચેતવણી આપી છે. પોતાના નિવેદનમાં વધુ જણાવતા તે કહે છે કે વિશ્વમાં વધતાં જતાં ઓમિક્રોનના દ્રશ્યો ઘણા ડિસ્ટર્બ કરે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

“WHO માસ્કના વપરાશમાં ઘટાડા સામે ચેતવણી આપી રહ્યું છે. ઓમિક્રોનનું વૈશ્વિક દ્રશ્ય ડિસ્ટર્બ્ડ કરતું છે. હવે અમે જોખમી અને અસ્વીકાર્ય સ્તરે કામ કરી રહ્યા છીએ. આપણે યાદ રાખવું પડશે કે રસી અને માસ્ક બંને અત્યંત જરૂરી છે…” ડૉ. વીકે પોલ, સભ્ય-આરોગ્ય, નીતિ આયોગ.

નીતિ આયોગ (NITI Ayog) ના સભ્ય-સ્વાસ્થ્યએ પણ ભારતમાં માસ્કના વપરાશમાં ઘટાડા સામે ચેતવણી આપી હતી. સંરક્ષણ ક્ષમતાના સંદર્ભમાં તેમણે કહ્યું કે, દેશ હવે જોખમી અને અસ્વીકાર્ય સ્તરે કામ કરી રહ્યો છે.

આપને જણાવી દઈએ કે ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના (Omicron Variant) 25 કેસ નોંધાયા છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે વિદેશ પ્રવાસ બાદ ભારતમાં આવનારા મુસાફરોની દેખરેખ, સ્ક્રીનિંગ અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય રાજ્યોએ પણ સાવચેતી રાખવાનું શરૂ કરી દીધું છે. આ ઉપરાંત, એવું કહેવામાં આવ્યું છે કે ભારતમાં કોરોના વાયરસનો (Corona Virus) સકારાત્મક દર ગત સપ્તાહે દેશમાં 0.73 ટકા રહ્યો છે. આ રીતે કોરોનાની ગતિ ધીમી થતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો: Photos : બોલિવૂડની આ અભિનેત્રીઓને નાની ઉંમરમાં જ મળી સફળતા, એક ફિલ્મ માટે લે છે અધધ…..રૂપિયા

આ પણ વાંચો: Surat: 11 થી 20 ડિસેમ્બર યોજાશે ‘હુનર હાટ’, હસ્તકલા, આર્ટના કારીગરોને મળશે રોજગારીની તકો

 

Next Article