Coronavirus : દેશમાં ફરી કોરોના વાયરસનો રાફડો ફાટ્યો, 24 કલાકમાં 57 લોકોના મોત 18 હજારથી વધુ નવા કેસ

|

Jul 27, 2022 | 1:29 PM

Coronavirus: દેશમાં કોરોના વાયરસ સંક્રમણના સક્રિય કેસોની સંખ્યા વધીને 1,45,026 થઈ ગઈ છે. કોરોના વાયરસના ચેપને કારણે અત્યાર સુધીમાં 5,26,167 લોકોના મોત થયા છે.

Coronavirus :  દેશમાં ફરી કોરોના વાયરસનો રાફડો ફાટ્યો, 24 કલાકમાં 57 લોકોના મોત 18 હજારથી વધુ નવા કેસ
દેશમાં ફરી કોરોના વાયરસનો રાફડો ફાટ્યો, 24 કલાકમાં 57 લોકોના મોત
Image Credit source: PTI

Follow us on

Coronavirus: દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે.આના કારણે મૃત્યુઆંકમાં પણ મોટો વધારો થઈ રહ્યો છે. બુધવારના રોજ સ્વાસ્થ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના સંક્રમણથી 57 લોકોના મૌત થયા છે. દેશમાં કોવિડ-19 (Covid-19)ના 18,313 નવા કેસ સામે આવ્યા છે. કોરોના કેસની સંખ્યા વધતા તેમજ મૃત્યુઆંક વધતા લોકોને સતર્ક રહેવાનું કહેવામાં આવી રહ્યું છે, સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર દેશમાં હવે કોરોના વાયરસ (Coronavirus)ના સંક્રમણના એક્ટિવ કેસની સંખ્યા વધીને 1,45,026 થઈ છે. દેશમાં અત્યારસુધી આવેલા કોરોના કુલ કેસોમાં સક્રિય કેસનો ભાગ 0.33 ટકા છે. દેશમાં રિકવરી રેટ 98.47 ટકા છે.

સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 4.57 ટકા

છેલ્લા 24 કલાકમાં દેશમાં 20,742 લોકો કોરોનાથી સ્વસ્થ થયા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ત્યારબાદ દેશમાં કુલ 4,32,67,571 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. દેશમાં રોજના પોઝિટિવિટી રેટ 4.31 ટકા છે. સાપ્તાહિક પોઝિટિવિટી રેટ 4.57 છે. દેશમાં અત્યારસુધી કોરોના વાયરસ (Coronavirus)સંક્રમણથી 5,26,167 લોકોના મોત થયા છે.દેશમાં અત્યારસુધી કોરોના વાયરસના કુલ 4,39,38,764 કેસ સામે આવ્યા છે.

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત વધારો

ગુજરાત (Gujarat) કોરોનાના (Corona) કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં 26 જુલાઇના રોજ કોરોનાના નવા 889 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5675 એ પહોંચી છે. જેમાં અમદાવાદમાં 315,(Ahmedabad) વડોદરામાં 64, સુરતમાં 52, મહેસાણામાં 46,પાટણમાં 44, રાજકોટમાં 41, વડોદરામાં 31, ગાંધીનગરમાં 27, કચ્છમાં 24, સાબરકાંઠામાં 22, નવસારીમાં 20, રાજકોટમાં 19, સુરત જિલ્લામાં 19, આણંદમાં 16, અમરેલીમાં 14, ભાવનગરમાં 13, ખેડામાં 13, વલસાડમાં 13, જામનગરમાં 12, મોરબીમાં 11, અમદાવાદ જિલ્લામાં 09,ભરૂચમાં 09, ગાંધીનગરમાં 09, પોરબંદરમાં 09, બનાસકાંઠામાં 08,ભાવનગરમાં 04, સુરેન્દ્રનગરમાં 04, અરવલ્લીમાં 03, દ્વારકામાં 03, ગીર સોમનાથ 03, તાપીમાં 03, બોટાદમાં 02, જામનગરમાં 02, જૂનાગઢમાં 02, દાહોદમાં 01, જૂનાગઢ જિલ્લામાં 01 અને પંચમહાલમાં 01 કેસ નોંધાયા છે.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

કોરોના માટેનો બૂસ્ટર ડોઝ પણ ફ્રીમાં

જયારે રાજયમાં કોરોના રિકવરી રેટ 98.67 ટકા થયો છે. જ્યારે આજે કોરોનાથી 826 દર્દીઓ સાજા થયા છે.દેશમાં રસીકરણની કામગીરી પણ એટલી જ ઝડપથી ચાલી રહી છે. દેશમાં હાલ કોરોના માટેનો બૂસ્ટર ડોઝ પણ ફ્રીમાં આપવામાં આવી રહ્યો છે. જેથી દેશની જનતા કોરોનાથી બચી શકે. એ નોંધનીય છે કે, કોરોના વેક્સિનેશનને કારણે દેશમાં કોરોના મહામારીને બ્રેક લાગી હતી. પણ હાલમાં કોરોનાના કેસ ગુજરાતની સાથે સાથે દેશમાં પણ વધતા જોવા મળી રહ્યા છે. તેવામાં સાવધાની રાખવી જરુરી છે.

Next Article