CORONA : પ્રવાસન સ્થળો પર ઉમટતી ભીડ પર ભડક્યા IAS અધિકારી, ટ્વીટર પર લોકો કરી રહ્યા છે તેમનું સમર્થન

|

Jul 02, 2021 | 8:05 AM

CORONA : આટ આટલા કેસો અને મૃત્યુ બાદ પણ કેટલાક લોકો હજી પણ આ અપીલને ગંભીરતાથી લઈ રહ્યા નથી. આથી પ્રવાસન સ્થળો પર ઉમટતી ભીડ પર આઈએએસ શ્યામ પુનિયાએ કટાક્ષ સાથે ગુસ્સો વ્યક્ત કર્યો છે.

CORONA : પ્રવાસન સ્થળો પર ઉમટતી ભીડ પર ભડક્યા IAS અધિકારી, ટ્વીટર પર લોકો કરી રહ્યા છે તેમનું સમર્થન
FILE PHOTO

Follow us on

CORONA : પ્રવાસન સ્થળો પર ઉમટતી ભીડ પર IAS Shyam Poonia ભડક્યા છે. કોરોના કેટલો ખતરનાક છે તે આપણે બધા સારી રીતે જાણી ગયા છીએ. હજી પણ લોકોને માસ્ક પહેરવા, સામાજિક અંતર જાળવવા અને ભીડ ન  કરવા અપીલ કરવામાં આવી રહી છે, જેથી આ રોગચાળો વધુ ન ફેલાય.

પરંતુ આટ આટલા કેસો અને મૃત્યુ બાદ પણ કેટલાક લોકો હજી પણ આ અપીલને ગંભીરતાથી લઈ રહ્યા નથી. આથી પ્રવાસન સ્થળો પર ઉમટતી ભીડ પર આઈએએસ શ્યામ પુનિયાએ કટાક્ષ સાથે ગુસ્સો વ્યક્ત કર્યો છે.

20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

આઈએએસ શ્યામ પુનિયાએ કર્યું ટ્વીટ
હજી કોરોના ગયો નથી અને આમ છતાં પ્રવાસન સ્થળો ખુલ્લા મુકવાની મંજુરી મળતા પ્રવાસીઓ આવ સ્થળો પર લખોની સંખ્યામાં ભેગા થવા લાગ્યા છે. આ સ્થિતિ જોઈને આઈએએસ શ્યામ પુનિયા (IAS Shyam Poonia) એ ટ્વીટ કર્યું છે-

“બે મહિના પહેલા કોઈ હોસ્પિટલમાં જગ્યા નહોતી મળતી અને હવે હોટેલોના જગ્યા નથી મળી રહી. અમે આવા જ છીએ, સુધરવાના નથી”

લોકોએ કર્યુ સમર્થન
હવે આઈએએસ શ્યામ પુનિયા (IAS Shyam Poonia)ની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હજી સુધી આ પોસ્ટને લગભગ બે હજાર લોકોએ પસંદ કરી છે.જ્યારે, 162 લોકોએ રીટ્વીટ કર્યું છે. આ સાથે યુઝર્વને પણ આ પોસ્ટ પર સતત પ્રતિસાદ આપી રહ્યા છે.

Published On - 12:06 am, Fri, 2 July 21

Next Article