મહિસાગરના વીરપુરમાં એક જ દિવસમાં કોરોનાના પાંચ કેસ નોંધાયા, અમરેલીમાં સાત દિવસમાં સાત દર્દી મળ્યા

|

Dec 31, 2021 | 6:49 PM

અમરેલીમાં છેલ્લા સાત દિવસમાં કોરોનાના સાત દર્દીઓ મળ્યા છે. અમરેલી, રાજુલા, વડિયા, લીલીયા સહિતના અલગ અલગ વિસ્તારોમાં કોરોનાના કેસ નોંધાયા છે. ત્યારે કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ પણ એલર્ટ છે.

મહિસાગરના વીરપુરમાં એક જ દિવસમાં કોરોનાના પાંચ કેસ નોંધાયા, અમરેલીમાં સાત દિવસમાં સાત દર્દી મળ્યા
Five cases of corona were reported in a single day in Virpur of Mahisagar

Follow us on

તો મહિસાગર જિલ્લામાં ફરી કોરોના વિસ્ફોટ થયો છે. વીરપુરમાં એક જ દિવસમાં પાંચ પોઝિટિવ કેસ મળ્યા છે. આ સાથે જિલ્લામાં કોરોના એક્ટિવ કેસનો આંક 23 પર પહોંચી ગયો છે. લુણાવાડામાં 16 અને બાલાસિનોરમાં બે કેસ નોંધાયા છે. તો મહિસાગરમાં કોરોનાના વધતા કેસને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે.

અમરેલીમાં કોરોનાનું સંક્રમણ વધ્યું

રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી રહ્યો છે. કોરોનાના વધતા કેસથી સરકાર પણ ચિંતિત બની છે. ત્યારે અમરેલીમાં છેલ્લા સાત દિવસમાં કોરોનાના સાત દર્દીઓ મળ્યા છે. અમરેલી, રાજુલા, વડિયા, લીલીયા સહિતના અલગ અલગ વિસ્તારોમાં કોરોનાના કેસ નોંધાયા છે. ત્યારે કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ પણ એલર્ટ છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ કહ્યું, જે રીતે કેસો વધી રહ્યા છે, તેને ધ્યાનમાં રાખીને હાલ સમગ્ર જિલ્લામાં 1,339 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અને જરૂર પડશે તો પીએચસી સેન્ટરમાં પણ બેડની વ્યવસ્થા કરાશે. ઉપરાંત રાજુલા, અમરેલી, લાઠી, સાવલકુંડલામાં ઓક્જિન પ્લાન્ટની પણ વ્યવસ્થા ઉભી કરાઈ છે. બીજી તરફ જિલ્લા પોલીસ પણ કોવિડ પ્રોટોકોલનું કડક પાલન થાય તે માટે સતર્ક છે અને વેપારી મંડળને માસ્ક વિતરણ કરી માસ્ક પહેરવાની અપીલ કરી છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

આ પણ વાંચો : 1 જાન્યુઆરીએ સુરતથી આંતર રાજ્ય હવાઈ સેવાઓનો શુભારંભ થશે, અમદાવાદ-ભાવનગર-રાજકોટ-અમરેલીની હવાઈ સેવા ખુલ્લી મુકાશે

આ પણ વાંચો : KUTCH : ભુજમાં ADANI સંચાલિત GK GENERAL HOSPITALની ગંભીર બેદરકારી સામે આવી, જાણો શું છે સમગ્ર મામલો

 

Next Article