Antibody Cocktail : દેશમાં એન્ટીબોડી કોકટેલ દ્વારા પ્રથમ સફળ સારવાર, 84 વર્ષના કોરોના દર્દીને ડીસ્ચાર્જ કરાયા

|

May 27, 2021 | 5:44 PM

Antibody Cocktail : ગયા વર્ષે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના કોરોના સંક્રમિત થયા બાદ તેમને પણ આ પ્રકારની એન્ટીબોડી આપવામાં આવી હતી.

Antibody Cocktail : દેશમાં એન્ટીબોડી કોકટેલ દ્વારા પ્રથમ સફળ સારવાર, 84 વર્ષના કોરોના દર્દીને ડીસ્ચાર્જ કરાયા
FILE PHOTO

Follow us on

Antibody Cocktail : યુરોપ અને અમેરિકા બાદ ભારતમાં પણ એન્ટીબોડી કોકટેલ દ્વારા કોરોનાના દર્દીઓની સારવાર શરૂ થઈ છે. કોરોનાથી સંક્રમિત થયા બાદ એમરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સારવાર પણ એન્ટીબોડી કોકટેલ દ્વારા કરવામાં આવી હતી. ભારતમાં એન્ટીબોડી કોકટેલ દ્વારા કોરોનાની સારવારનો પ્રથમ સફળ કેસ ગુરૂગ્રામમાંથી સામે આવ્યો છે.

એન્ટિબોડી કોકટેલ દ્વારા કોરોનાની સારવારનો પ્રથમ સફળ કેસ
હરિયાણાના ગુરૂગ્રામ (Gurgaon) ની મેદાન્તા હોસ્પિટલમાં દેશના પહેલા 84  વર્ષના દર્દીને એન્ટીબોડી કોકટેલ (Antibody Cocktail) આપવામાં આવ્યું હતું જેને સારવાર બાદ ડીસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેલ દ્વારા ભારતમાં પ્રથમ સફળ સારવાર છે. 84 વર્ષના દર્દીને મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેલની માત્રા આપ્યાના એક દિવસ બાદ ગુરૂગ્રામની હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેલ વાયરસ અને અન્ય હાનિકારક રોગજન્ય પરિબળો સામે લડવામાં પ્રતિરક્ષા કરવામાં મદદ કરે છે. ગયા વર્ષે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કોરોના કોરોના સંક્રમિત થયા બાદ તેમને પણ આ પ્રકારની એન્ટીબોડી આપવામાં આવી હતી.

કોરોના સામે અસરકારક છે એન્ટીબોડી કોકટેલ
એક મીડિયા ઈન્ટરવ્યુંમાં મેદાન્તા હોસ્પિટલના ડો.નરેશ ત્રેહાન (Dr.Naresh Trehan) એ કહ્યું કે આ પ્રકારનું મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ અમેરિકા અને યુરોપમાં આપવામાં આવે છે. ડોક્ટર ત્રેહાને કહ્યું, ” જ્યારે કોરોના સંક્રમણના પહેલા સાત દિવસોમાં આ Antibody Cocktail આપવામાં આવે છે, ત્યારે 70 થી 80 ટકા લોકોને હોસ્પિટલમાં જવાની જરૂર નથી રહેતી.

જાણો Antibody Cocktail વિશે
કોરોનાની સારવારમાં સારું પરિણામ આપનાર Antibody Cocktail એક જ પ્રકારની બે દવાઓની મિશ્રણ છે. કોરોના સંક્રમિત લોકો પર તેની અસરકારકતા 70 ટકા જેટલી છે. એન્ટીબોડી કોકટેલ OPD બેઝ્ડ ટ્રીટમેન્ટ પર આપવામાં આવે છે. આ એન્ટીબોડી કોકટેલ આપ્યા બાદ દર્દીના શરીરમાં તરત જ રોગપ્રતિકારક શક્તિ વધે છે અને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર રહેતી નથી.

ભારતમાં સિપ્લા અને રોશેએ કરોના સારવાર માટે એન્ટીબોડી કોકટેલ લોંચ કર્યું છે અને હવે પ્રખ્યાત ફાર્મા કંપની Zydus Cadila એ પણ પોતાના એન્ટીબોડી કોકટેલ ZRC-3308 ના હ્યુમન ટ્રાયલની ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) પાસે મંજુરી માંગી છે.

આ પણ વાંચો : Antibody Cocktail : Zydus Cadila એ એન્ટીબોડી કોકટેલ ZRC-3308 ના હ્યુમન ટ્રાયલની માંગી મંજુરી

Next Article