Covid 19: કોરોનાની બીજી લહેરમાં અચાનક ઓક્સિજન સ્તર ઘટવાનું કારણ શું છે?

|

May 10, 2021 | 8:02 PM

કોરોના વાઈરસની બીજી લહેરમાં યુવાનોમાં ગંભીર લક્ષણો અને મોતના અનેક કેસ સામે આવી રહ્યા છે. અમુક કેસમાં તો દર્દીમાં કોઈ લક્ષણ દેખાતા નથી, પરંતુ ઓક્સિજનનું સ્તર અચાનક ઘટવા લાગે છે.

Covid 19: કોરોનાની બીજી લહેરમાં અચાનક ઓક્સિજન સ્તર ઘટવાનું કારણ શું છે?
સાંકેતિક તસ્વીર

Follow us on

Corona Virus: કોરોના વાઈરસની બીજી લહેરમાં યુવાનોમાં ગંભીર લક્ષણો અને મોતના અનેક કેસ સામે આવી રહ્યા છે. અમુક કેસમાં તો દર્દીમાં કોઈ લક્ષણ દેખાતા નથી, પરંતુ ઓક્સિજનનું સ્તર અચાનક ઘટવા લાગે છે. આ દરમિયાન દર્દીને કોઈ સંકેત મળતા નથી અને એકદમ ઓક્સિજન લેવલ 50ટકા સુધી પહોંચી જાય છે. આનું કારણ હેપ્પી-હાઈપોક્સિયા છે. આવો જાણીએ કે આ હેપ્પી હાઈપોક્સિયા શું છે. ઘણીવાર એવુ બને છે કે એકદમ સામન્ય લાગતો વ્યક્તિ પણ વેન્ટિલેટર પર પહોંચી જાય છે.

 

હેપ્પી હાઈપોક્સિયા એટલે શું?

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
  1. આ કોરોનાનું એક નવું લક્ષણ છે.  શરદી, તાવ, ઉધરસથી શરૂ થઈ આ ઈન્ફેક્શન ગંભીર ન્યુમોનિયા અને શ્વાસ લેવામાં સમસ્યા સુધી પહોંચી જાય છે.
  2.  ડાયરિયા, ગંધ-સ્વાદ ન આવવી, લોહી જામી જવું જેવાં અનેક નવાં લક્ષણ દેખાય છે.
  3. કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કર્યા બાદ પણ ઈન્ફેક્શનથી છુટકારો મળી રહ્યો નથી.
  4. હાઈપોક્સિયાનો અર્થ છે-લોહીમાં ઓક્સિજનનો સ્તર ખૂબ જ ઘટી જવું, સ્વસ્થ વ્યક્તિના લોહીમાં ઓક્સિજન સેચ્યુરેશન 95 ટકા કે તેથી વધારે હોય છે પણ કોરોનાના દર્દીમાં ઓક્સિજન સેચ્યુરેશન ઘટીને 50 ટકા સુધી પહોંચી જાય છે.
  5. હાઈપોક્સિયાને લીધે કિડની, મગજ, હૃદય અને અન્ય મુખ્ય અંગો કામ કરતા બંધ થઈ શકે છે. કોરોનાના દર્દીમાં શરૂઆતી સ્તર પર કોઈ જ લક્ષણ મળ્યાં ન હતાં. તેઓ ઠીક અને હેપ્પી લાગે છે.

 

 ઓક્સિજન સ્તર શા માટે ઘટી જાય છે?

રિસર્ચર્સ અને મેડિકલ નિષ્ણાતોના મતે ફેફસાંમાં લોહીની નસોમાં તે જામી જાય છે. જેને હેપ્પી હાઈપોક્સિયાનું મુખ્ય કારણ માનવામાં આવે છે. આપને જણાવી દઈએ કે ઈન્ફેક્શન થતાં શરીરમાં સોજો વધવા લાગે છે. એનાથી સેલુલસ પ્રોટીન રિએક્શન ઝડપી બની જાય છે. ત્યારે લોહી જામવા લાગે છે. એનાથી ફેફસાંને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી શકતો નથી અને લોહીમાં ઓક્સિજન સેચ્યુરેશન ઓછું થવા લાગે છે.

 

 

 હેપ્પી હાઈપોક્સિયાની કેવી રીતે થશે જાણ? 

કોરોનાના દર્દીને પલ્સ ઓક્સિમીટર પર પોતાના ઓક્સિજન ચેક કરવા માટે સલાહ આપવામાં આવે છે. સાથે જ આપને જણાવી દઈએ કે હેપ્પી હાઈપોક્સિયામાં હોઠનો રંગ બદલાવા લાગે છે અને સામાન્ય લીલો થઈ જાય છે. ત્વચા પણ લાલ થઇ જાય છે. સતત પરસેવો છૂટવા લાગે છે તે લોહીમાં ઓક્સિજન ઓછુ થવાનું લક્ષણ છે. વધારે જરુર લાગે તો દર્દીને હૉસ્પિટલમાં દાખલ પણ કરવો પડી શકે છે.

 

આ પણ વાંચો: એક ભૂલ પડી ગઈ ભારે, સોશિયલ મીડિયામાં ઉઠી મુનમુન દત્તાની ધરપકડની માંગ, જાણો મામલો

Next Article