Corona Update : દેશમાં ફરી કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, 8000થી વધુ નવા કેસ, સક્રિય કેસ 44 હજારને પાર

|

Jun 12, 2022 | 11:08 AM

Corona Update:મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં સમગ્ર ભારતમાં 195.07 કરોડથી વધુ કોરોના (Corona)રસીના ડોઝ લાગુ કરવામાં આવ્યા છે. તેમાંથી 13,04,427 રસીના ડોઝ છેલ્લા 24 કલાક દરમિયાન જ આપવામાં આવ્યા છે.

Corona Update : દેશમાં ફરી કોરોના હાહાકાર મચાવી રહ્યો છે, 8000થી વધુ નવા કેસ, સક્રિય કેસ 44 હજારને પાર
દેશમાં ફરી કોરોના હાહાકાર મચાવી રહ્યો છે , 8000થી વધુ નવા કેસ
Image Credit source: PTI

Follow us on

Corona Update: ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)નો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. દરરોજ હજારો કેસ નોંધાઈ રહ્યા છે. સક્રિય કેસોની સંખ્યામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે સરકારની ચિંતા વધી ગઈ છે. આજે પણ દેશભરમાંથી 8000 થી વધુ નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે(Union Health Ministry) આ માહિતી આપી છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, રવિવારે કોવિડ-19 (Covid-19)ના 8582 નવા કેસ નોંધાયા છે, જે શનિવાર કરતા વધુ છે. શનિવારે, કોરોનાનો આ આંકડો 8329 હતો.

જ્યારે ચેપના વધતા જતા કેસોએ ચિંતા વધારી છે, ત્યારે મૃત્યુઆંકને કારણે થોડી રાહત મળી છે. લોકો મોટી સંખ્યામાં કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે, પરંતુ નોંધનીય બાબત એ છે કે, મૃત્યુઆંક સ્થિર છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 4 દર્દીઓના મોત થયા છે. મૃત્યુના આ આંકડાઓ પછી, દેશમાં કોવિડથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 5,24,761 થઈ ગઈ છે. ચેપને કારણે મૃત્યુની ટકાવારી 1.21 છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગત દિવસે 4435 લોકો કોવિડમાંથી સાજા પણ થયા છે. નવા આંકડા સાથે, દેશમાં ચેપમાંથી સાજા થનારા લોકોની સંખ્યા 4,26,52,743 પર પહોંચી ગઈ છે.

એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

44000 થી વધુ સક્રિય કેસ

જો આપણે સક્રિય કેસોની વાત કરીએ તો, હાલમાં દેશમાં 44000 થી વધુ એટલે કે 44,513 લોકો કોરોના સામે લડી રહ્યા છે. સક્રિય દર્દીઓ કુલ કેસના 0.10 ટકા છે. નોંધપાત્ર રીતે, ભારતમાં દૈનિક પોઝિટીવીટી દર 2.71% છે. રિકવરી રેટ 98.68 ટકા છે. મંત્રાલયે કહ્યું કે, અત્યાર સુધીમાં સમગ્ર ભારતમાં 195.07 કરોડથી વધુ કોરોના રસીના ડોઝ લાગુ કરવામાં આવ્યા છે. તેમાંથી 13,04,427 રસીના ડોઝ છેલ્લા 24 કલાક દરમિયાન જ આપવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે, ભારતમાં કોરોના રસીકરણની સંખ્યા વધીને 1,95,07,08,541 થઈ ગઈ છે. દરમિયાન, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ કહ્યું કે દેશમાં સેમ્પલ ટેસ્ટિંગનો આંકડો હવે 85.48 કરોડ (85,48,59,461) પર પહોંચી ગયો છે. જેમાં શનિવારે પરીક્ષણ કરાયેલા 3,16,179 સેમ્પલનો સમાવેશ થાય છે.

Next Article