Delhi Corona Update: દિલ્હીમાં કોરોનાના 4,099 નવા કેસ આવતા ખળભળાટ, 24 કલાકમાં લગભગ 1 હજાર કેસ વધ્યા

|

Jan 03, 2022 | 7:13 PM

દિલ્હીની સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. દરરોજ કોરોના સંક્રમણના નવા કેસોમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે.

Delhi Corona Update: દિલ્હીમાં કોરોનાના 4,099 નવા કેસ આવતા ખળભળાટ, 24 કલાકમાં લગભગ 1 હજાર કેસ વધ્યા
Corona blast in Delhi (symbolic image)

Follow us on

દિલ્હીમાં કોરોના (corona) સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના (Corona Infection) નવા 4,099 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાથી એક દર્દીનું મોત થયું છે. રવિવારે 3 હજાર 194 કેસ નોંધાયા હતા, પરંતુ આજે સોમવારે કોરોના સંક્રમણના કેસનો આંક ચાર હજારને વટાવી ગયો છે. મતલબ કે માત્ર ચોવીસ કલાકમાં જ કોરોના સંક્રમણના કેસ વધીને એક હજારની નજીક પહોંચી ગયા છે. રાજધાનીમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 10,986 પર પહોંચી ગઈ છે. હાલમાં રાજધાનીમાં સકારાત્મકતા દર 6.46 ટકા પર પહોંચી ગયો છે.

દિલ્હીમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને (Satyendra Jain) લોકોને નહી ગભરાવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે સાવધાન રહેવાની જરૂર છે. આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે અત્યાર સુધી ફક્ત જે પણ કેસ સામે આવ્યા છે. તેમને હોસ્પિટલમાં જવાની બહુ ઓછી જરૂર પડી છે. એટલા માટે સાવચેત રહેવાની જરૂર છે. દિલ્હીની સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. દરરોજ કોરોના સંક્રમણના નવા કેસોમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે.

એક દિવસમાં 1 હજાર કેસનો વધારો
રવિવારે દિલ્હીમાં કોરોનાના 3,194 કેસ નોંધાયા હતા. એક જ દિવસમાં આ કેસ 4 હજારને પાર કરી ગયા છે. સંક્રમણને કારણે એક દર્દીએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. દિલ્હી સરકાર વધતા જતા કોરોના સંક્રમણને લઈને ઘણી કડકાઈ દાખલ કરી રહી છે. દિલ્હી સરકારે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનનો આશરો લીધો છે. આ યોજના હેઠળ હાલની સ્થિતિ માટે ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવ્યુ છે. રવિવારે દિલ્હીમાં 20 મે પછી એક જ દિવસમાં સૌથી વધુ કેસ નોંધાયા હતા. જ્યારે એક દર્દીનું મોત પણ થયું હતું.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રાજધાનીમાં પોઝિટિવિટી દર 6.46 ટકા
કોરોના સંક્રમણનો દર વધીને 4.59 ટકા થઈ ગયો હતો. પરંતુ આજે સોમવારે કોરોનાના કેસ 4 હજારને વટાવી ગયા છે. જેને લઈને કોરોનાનો સકારાત્મકતા દર પણ 6 ટકાને વટાવી ગયો છે. આજે સોમવારે રાજધાનીમાં કોરોના સકારાત્મકતાનો દર 6.46 ટકા થયો છે. સક્રિય કેસલોડ 10,986 પર પહોંચી ગયો છે.

આ પણ વાંચોઃ

Mumbai: 31 જાન્યુઆરી સુધી શાળાઓમાં ધોરણ 1થી 9 અને ધોરણ 11ના વર્ગો બંધ, કોરોનાના કેસ વધતા લેવાયો નિર્ણય

આ પણ વાંચોઃ

અત્યાર સુધીમાં 15 થી 18 વર્ષની વયના લગભગ 13 લાખ બાળકોને કોરોનાની રસી આપવામાં આવી, 34 લાખથી વધુ બાળકોએ કરાવી છે નોંધણી

Next Article