Corona: ચોમાસામાં કોરોના સંક્રમણ ઘટશે કે વધશે? જાણો શું કહેવુ છે એક્સપર્ટ્સનું ?

|

Jun 19, 2021 | 5:36 PM

કોરોના વાયરસ પર પણ વરસાદની અસર પડશે. કોરોનાની બીજી લહેરમાં ડ્રોપલેટ્સનું મોટું યોગદાન જોવા મળ્યુ હતુ. બીજી લહેરમાં કોરોના ડ્રોપલેટ્સના કારણે ઝડપથી ફેલાયુ હતુ

Corona: ચોમાસામાં કોરોના સંક્રમણ ઘટશે કે વધશે? જાણો શું કહેવુ છે એક્સપર્ટ્સનું ?
ફાઇલ તસવીર

Follow us on

Monsoon effect on Corona : સમગ્ર દેશમાં ચોમાસુ બેસી ગયુ છે અને દેશના કેટલાક રાજ્યોમાં ધોધમાર વરસાદ પણ વરસી રહ્યો છે. આ વખતે કોરોનાની બીજી લહેરની સાથે જ ચોમાસાની પણ એન્ટ્રી થઇ છે. જ્યાં હવે કોરોનાની બીજી લહેર શાંત થઇ રહી છે સાથે ત્રીજી લહેર આવવાની આશંકા પણ સેવાઇ રહી છે. તેવામાં હવે સવાલ ઉભો થાય છે કે શું કોરોનાની ત્રીજી લહેર પર વરસાદની કોઇ અસર થશે કે નહી ? આજ મામલે જાણો કે એક્સપર્ટ્સનું શું કહેવુ છે ?

કોરોના સંક્રમણ પર ચોમાસાની અસર 

કેટલાક ડૉક્ટરોનું માનવુ છે કે, કોરોના વાયરસ પર પણ વરસાદની અસર પડશે. કોરોનાની બીજી લહેરમાં ડ્રોપલેટ્સનું મોટું યોગદાન જોવા મળ્યુ હતુ. બીજી લહેરમાં કોરોના ડ્રોપલેટ્સના કારણે ઝડપથી ફેલાયુ હતુ. એક્સપર્ટ્સનું કહેવુ છે કે ચોમાસાનું ભેજવાળુ વાતાવરણ કોરોના અને બાકી વાયરલ બિમારીને ફાયદો પહોંચાડે છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

ભેજના કારણે સંક્રમણ ઝડપથી ફેલાશે

ગત વર્ષે યુનિવર્સીટી ઓફ ડેલાવેયરના સંક્રામક રોગ વિભાગના વૈજ્ઞાનિક જેનિફર હોર્નેએ કહ્યુ હતુ કે, વરસાદનું પાણી વાયરસનો ખાત્મો નથી કરી શક્તો. વરસાદના કારણે વાયરસના ફેલાવાની અને વૃદ્ધિ પામવાની ગતી પર પણ કોઇ અસર નહી પડે. આ તેના જેવુ જ છે કે ફક્ત પાણીથી હાથ ધોશો તો વાયરસ નહી મરે તમારે તેના માટે સાબુનો ઉપયોગ કરવો જ પડશે.

અમેરીકાની જોન્સ હોપકિંગ્સ યુનિવર્સીટીના વૈજ્ઞાનિકે કહ્યુ છે કે, હાલમાં ખબર નથી કે વરસાદનો કોરોના સંક્રમણ પર શુ અસર હશે. પરંતુ મોટાભાગના વૈજ્ઞાનિકોનું માનવુ છે કે ચોમાસામાં ભેજના કારણે વાયરસ વધુ તીવ્ર બને છે.

વરસાદના કારણે કોરોના વાયરસના સંક્રમણનું જોખમ વધી જશે. કેટલાક એક્સપર્ટ્સનું માનવુ છે કે વરસાદના પાણીમાં ડિસઇંફેક્ટ કરવાની ક્ષમતા હોતી નથી. પરંતુ વોશિંગ્ટન યુનિવર્સીટીના પ્રોફેસર જેઇ બેટેનનું કહેવુ છે કે, વરસાદ કોરોના વાયરસને ડાયલ્યૂટ કરી શકે છે. જેવી રીતે ધૂળ વરસાદના પાણીમાં વહી જાય છે તે રીતે કોરોના વાયરસ પણ પાણીમાં વહી જઇ શકે છે.

આ પણ વાંચો – Father’s Day 2021 : કોરોના કાળમાં તમારા પિતાને આપો આ ખાસ ગિફ્ટ

આ પણ વાંચોIndian Map: જાણો ભારતના નક્શામાં શ્રીલંકાને કેમ દેખાડવામાં આવે છે ?

Next Article