Corona Warrior : ગર્ભવતી હોવા છતાં ફરજ બજાવતી રહી નર્સ, નવજાત સંગ થઈ કોરોના સંક્રમિત અને ગુમાવ્યો જીવ

|

May 25, 2021 | 7:19 PM

પતિએ જણાવ્યુ કે તેને કેટલીયવાર પ્રભાને રજા લેવાની વાત કરી હતી. પરંતુ આ માટે થઈને તે તૈયાર જ ન થઈ. તેને કહ્યું કે બંધ ઓરડામાં બેસીને શું કરીશ ? તેના કરતાં સારું છે કે દર્દીઓની સેવા કરું.

Corona Warrior : ગર્ભવતી હોવા છતાં ફરજ બજાવતી રહી નર્સ, નવજાત સંગ થઈ કોરોના સંક્રમિત અને ગુમાવ્યો જીવ
કોરોના વોરિયર નર્સ પ્રભા અને તેની નવજાત બાળકી

Follow us on

છત્તીસગઢના કવર્ધા બ્લોકના ગામડા લીમોમાં એક નર્સે કોરોના વોરિયર બનીને એવું ઉદાહરણ પૂરું પાડ્યું કે આજે દરેક તેને સલામ કરી રહ્યું છે. જોકે વાત એવી છેકે નર્સ ગર્ભવતી હોવા છતાં લોકોની સેવા કરી રહી હતી. અને જ્યારે તેને બાળકને જન્મ આપ્યો ત્યારે માં-દીકરી બન્ને કોરોના સંક્રમિત હતી. બાળકીને ડોકટરોએ તો કોઈ પણ રીતે બચાવી લીધી. પરંતુ નર્સે પોતાની ફરજ નિભાવતા-નિભાવતા આ દુનિયાથી વિદાય લઈ લીધી.

ગર્ભાવસ્થા દરમ્યાન પણ નિરંતર બજાવી ફરજ
નર્સના પતિ ભેશ કુમાર બંજારે જણાવ્યુ કે તેની પત્ની પ્રભા ગર્ભવતી હોવા છતાં કોવિડ હોસ્પીટલમાં ફરજ નિભાવતી રહી હતી. જ્યારે તેનું પોસ્ટિંગ પ્રાથમિક સ્વાસ્થય કેન્દ્ર ખુર્દ લોરમી (મુંગેલી) ખાતે હતું. ગર્ભાવસ્થા દરમ્યાન તે ભાડાના મકાનમાં કાપાદાહમાં એકલી રહેવા લાગી હતી અને ત્યાંથી હોસ્પિટલ આવન-જાવન કરતી હતી.

પતિએ આપી આ જાણકારી
ભેશ કુમારે જણાવ્યુ કે 30 એપ્રિલે તેને પ્રસવ પીડા ઉત્પન્ન થઈ તો તેને કવર્ધાની એક પ્રાઈવેટ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી. સિઝેરીયન ઓપરેશનથી તેને એક બાળકીને જન્મ આપ્યો. હોસ્પીટલ દરમ્યાન તેને ઘણીવાર તાવ આવ્યો. જ્યારે તે ડિસ્ચાર્જ થઈ ઘરે પહોચી ત્યારે તેને ઉધરસ પણ શરૂ થઈ ગઈ હતી. તેના એંટીજન રિપોર્ટ પોઝિટિવ આવતા તેને કવર્ધાની એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. ઑક્સીજન લેવલ ઓછું હોવાના કારણે તેને રાયપુર રિફર કરવામાં આવી હતી, પરંતુ 21 મે એ તેનું મૃત્યુ નીપજયું હતું.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રજા લેવા માટે તૈયાર ન થઈ નર્સ
પતિએ જણાવ્યુ કે તેને કેટલીય વાર પ્રભાને રજા લેવાની વાત કરી હતી. પરંતુ આ માટે થઈને તે તૈયાર જ ન થઈ. તેને કહ્યું કે બંધ ઓરડામાં બેસીને શું કરીશ ? તેના કરતાં સારું છે કે દર્દીઓની સેવા કરું. ગર્ભાવસ્થાના 9 મહિના પણ તેને હોસ્પીટલમાં પોતાની ફરજ નિભાવી હતી.

એક વર્ષ પહેલા થયા હતા લગન
જાણવા મળતી વિગતો મુજબ, રાયપુરના ધરસીવામાં રહેતી પ્રભાના લગ્ન જૂન 2020 દરમ્યાન લીમો નિવાસી ભેશ કુમાર સાથે થયા હતા. તે વખતે લોકડાઉન હતું. જેમાં તેને દરેક પ્રકારના કોરોના નિયમોનું ચુસ્તપણે પાલન પણ કર્યું હતું.

બાળકીનું નામ “યુક્તિ” રાખશે
ભેશ કુમારે કહ્યું કે પ્રભા અને નવજાત બાળકી એમ બન્નેના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. બાળકીને બીજી હોસ્પીટલમાં ભરતી કરવામાં આવી હતી. બાળકી હાલ સ્વસ્થ છે ને હાલ તેની નાનીની દેખરેખ હેઠળ છે. જ્યારે પ્રભાના ફેફસામાં 80 ટકા ઇન્ફેકશન ફેલાય ગયું હતું. જેને લઈને તેનો જીવ બચી ન શક્યો. તેને જણાવ્યુ કે બાળકીનું નામકરણ હજુ સુધી નથી થયું. અને પ્રભાને યુક્તિ નામ પસંદ હતું, તેનું બાળકીનું નામ “યુક્તિ” રાખવામાં આવશે.

આ પણ વાંચો : Pakistani Hindu છોકરીએ પૂછ્યું, શું હું તિરંગો લગાવી શકું? પછી મળ્યો કંઈક આવો જવાબ

Next Article