જાપાનમાં વધ્યો કોરોનાનો કહેર, નોંધાયા 25 લાખ નવા કેસ, સમગ્ર વિશ્વમાં 788 લોકોના મોત

|

Dec 25, 2022 | 11:00 AM

એક અહેવાલ અનુસાર, ચીનના (china corona) ગ્રામ્ય વિસ્તારમાં રહેતા 500 મિલિયનથી વધુ લોકોને આગામી દિવસોમાં કોરોના સંક્રમણની લહેરનો સામનો કરવો પડી શકે છે.

જાપાનમાં વધ્યો કોરોનાનો કહેર, નોંધાયા 25 લાખ નવા કેસ, સમગ્ર વિશ્વમાં 788 લોકોના મોત
જાપાનમાં કોરોનાનો કહેર

Follow us on

જાપાનમાં છેલ્લા દિવસમાં કોરોનાને કારણે 339 લોકોના મોત થયા છે. 23 ડિસેમ્બરની સરખામણીમાં આ સંખ્યામાં વધારો થયો છે. 23 ડિસેમ્બરે દેશમાં 315 લોકોના મોત થયા હતા. જાપાનમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 55 હજાર 19 લોકોના મોત થયા છે. કોરોનાના સમાચાર અહીં વાંચો.

જીવલેણ કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવી રહ્યો છે. આંકડાઓનો અભ્યાસ કરતી વેબસાઈટ વર્લ્ડોમીટરે જણાવ્યું છે કે છેલ્લા 24 કલાકમાં સમગ્ર વિશ્વમાં કોરોનાના કારણે 788 લોકોના મોત થયા છે. સૌથી મોટી વાત એ છે કે સૌથી વધુ મૃત્યુ જાપાનમાં થયા છે. અહીં દરરોજ 300 થી વધુ લોકોના મોત થઈ રહ્યા છે અને ગઈકાલે પણ દેશમાં 339 લોકોએ જીવ ગુમાવ્યા છે. જોકે 23 ડિસેમ્બરની સરખામણીમાં વિશ્વમાં મૃત્યુમાં ઘટાડો થયો છે. પરંતુ સ્થિતિ હજુ પણ ભયાનક છે.

વર્લ્ડોમીટર અનુસાર, જાપાનમાં ગત દિવસે કોરોનાને કારણે 339 લોકોના મોત થયા છે. 23 ડિસેમ્બરની સરખામણીમાં આ સંખ્યામાં વધારો થયો છે. 23 ડિસેમ્બરે દેશમાં 315 લોકોના મોત થયા હતા. જાપાનમાં કોરોનાને કારણે અત્યાર સુધીમાં 55 હજાર 19 લોકોના મોત થયા છે. ગઈકાલે અહીં 28 હજાર 556 લોકો સાજા થયા હતા. જે બાદ દેશમાં અત્યાર સુધીમાં 2 કરોડ 10 લાખ 11 હજાર 236 લોકોએ આ બીમારી સામેની લડાઈ જીતી લીધી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ગઈકાલે આ 5 દેશોમાં સૌથી વધુ લોકો મૃત્યુ પામ્યા?

જાપાન – 339

દક્ષિણ કોરિયા – 70

મેક્સિકો – 55

રશિયા – 54

તાઇવાન – 36

કયા ટોચના 5 દેશોમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે?

જાપાન- 1 લાખ 77 હજાર 622

દક્ષિણ કોરિયા – 66 હજાર 49

ફ્રાન્સ – 40 હજાર 744

હોંગકોંગ – 21 હજાર 362

તાઈવાન – 18 હજાર 66

ચીનમાં કોરોનાનો પ્રકોપ યથાવત

ચીનમાં હવે જીવલેણ કોરોના વાયરસનો મોટો ખતરો તોળાઈ રહ્યો છે. એક અહેવાલ અનુસાર, ચીનના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા 500 મિલિયનથી વધુ લોકોને આગામી દિવસોમાં કોરોના સંક્રમણની લહેરનો સામનો કરવો પડી શકે છે. રોજગારી માટે શહેરમાં આવેલા લાખો કામદારો, જાન્યુઆરીમાં લુનાર ન્યૂ યર (LNY) રજાઓ દરમિયાન તેમના ગામમાં પરત ફરશે. ચીનના ગામડાઓમાં કોરોનાનુ સંક્રમણ પહેલાથી જ ફેલાવવા લાગ્યું છે. ઘણા ગ્રામીણ દવાખાનાઓ પહેલેથી જ તાવ અને ઉધરસ-શરદીથી પીડિત દર્દીઓથી ભરેલા છે. આ કોરોનાના લક્ષણો સાથે અનેક લોકો ક્લિનિક્સને જાણ કરી રહ્યા છે.

(ઇનપુટ-ભાષાંતર)

Next Article