Corona Update: ભારતમાં કોરોના સંક્રમણના 16,935 નવા કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં 51 દર્દીઓના મોત

|

Jul 18, 2022 | 11:15 AM

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ભારતમાં સક્રિય કેસોની (Active Corona Cases) સંખ્યા ઝડપથી વધી રહી છે. કારણ કે દેશભરમાંથી દરરોજ મોટી સંખ્યામાં સંક્રમણના કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા હવે 1.44 લાખ પર પહોંચી ગઈ છે.

Corona Update: ભારતમાં કોરોના સંક્રમણના 16,935 નવા કેસ નોંધાયા, છેલ્લા 24 કલાકમાં 51 દર્દીઓના મોત
Corona Update (Symbolic Image)

Follow us on

Corona Case In India: ભારતમાં કોરોના સંક્રમણના 16 હજારથી વધુ એટલે કે 16,935 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 51 દર્દીઓના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ભારતમાં સક્રિય કેસોની (Active Corona Cases) સંખ્યા ઝડપથી વધી રહી છે. કારણ કે દેશભરમાંથી દરરોજ મોટી સંખ્યામાં સંક્રમણના કેસ નોંધાઈ રહ્યા છે. દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા હવે 1.44 લાખ પર પહોંચી ગઈ છે. તે જ સમયે, દરરોજ સામે આવતા નવા કેસો કરતા સાજા થનારા લોકોની સંખ્યા ઓછી છે, જે ચિંતાનો વિષય છે. ચિતા હળવી ત્યારે જ થશે જ્યારે સક્રિય કેસોની સંખ્યામાં ત્યારે જ ઘટાડો થશે જ્યારે રીકવરી કરનારા દર્દીઓની સંખ્યા દૈનિક કેસ કરતાં વધુ હશે.

વધતા કેસોને જોતા સરકાર દ્વારા વિના મુલ્યે બૂસ્ટર ડોઝની શરૂઆત

ભારત સરકારે 18 થી 59 વર્ષની વયજૂથના લોકોને કોરોનાનો ત્રીજો એટલે કે બૂસ્ટર ડોઝ આપવાનું શરૂ કર્યું છે. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત શરૂ કરાયેલા બૂસ્ટર ડોઝ રસીકરણ અભિયાન હેઠળ શુક્રવારે લગભગ 13.3 લાખ લોકોને કોરોનાનો બૂસ્ટર ડોઝ મળ્યો છે. હકીકતમાં, કોવિડ રસીકરણ અમૃત મહોત્સવ હેઠળ, સરકારે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોવિડ રસીના ડોઝ મફત આપવાનો નિર્ણય કર્યો છે. શુક્રવારથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.

તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
SBI પાસેથી 3 વર્ષ માટે 3 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

રસીકરણમાં ભારતે બનાવ્યો રેકોર્ડ

વર્ષ 2019ના અંતમાં કોરોના વાયરસે ચીનમાં દસ્તક આપી હતી. જે બાદ આ વાયરસ વિશ્વના દેશોમાં ફેલાઈ ગયો. પરિણામે, તેના ચેપ દરને ધ્યાનમાં રાખીને, WHO એ તેને વૈશ્વિક રોગચાળો જાહેર કર્યો. તેથી આ સમય દરમિયાન, કોરોના સામે રક્ષણ માટે વિશ્વના દેશોમાં લોકડાઉન લાગુ થવાનું શરૂ થયું. જ્યારે વિશ્વના વૈજ્ઞાનિકો કોરોના સામે રક્ષણ માટે રસી બનાવવામાં વ્યસ્ત હતા. આ દરમિયાન ભારતે પણ કોરોના સામે રસીકરણ શરૂ કર્યું. જે અંતર્ગત જાન્યુઆરી 2021માં ભારતમાં કોરોના રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. રસીકરણની આ યાત્રામાં ભારતે શનિવારે વિશ્વના તમામ દેશોને પછાડીને રેકોર્ડ બનાવ્યો છે. ભારતે 18 મહિનામાં 200 કરોડ કોરોના રસી લગાવવાનું લક્ષ્ય હાંસલ કર્યું છે. આ સાથે, ભારતનું નામ કોરોના સામેની લડાઈમાં સૌથી વધુ લોકોને સુરક્ષિત કરનારા દેશોની યાદીમાં ટોચ પર આવી ગયું છે.

Next Article