અમદાવાદમાં (Ahmedabad) એક તરફ કોરોનાના (Corona) કેસ વધતા જઈ રહ્યા છે તો બીજીબાજુ માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની (Micro Containment Zone) સંખ્યામાં ઘટાડો થયો છે. શહેરમાં વધુ 15 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકાયા છે. તો 46 વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા છે. આ સાથે શહેરમાં માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોનની સંખ્યા 171થી ઘટી 140 થઈ ગઈ છે.
કોરોનાના દૈનિક કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ કોરોના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં કોરોનાના 4,405 નવા કેસ સામે આવ્યા. જ્યારે એક જ દિવસમાં સાત લોકોનાં મૃત્યુ થયા છે. તો 9,817 લોકો સ્વસ્થ થતાં ઘરે પરત ફર્યા છે. આ તરફ અમદાવાદ જિલ્લામાં પણ કોરોનાના કેસમાં પણ મોટો ઘટાડો થયો છે. જિલ્લામાં 96 નવા કોરોના પોઝિટિવ દર્દી મળ્યા. જેની સામે 133 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા.
છેલ્લા 24 કલાકમાં 12,911 કેસ કોરોના નવા કેસ સામે આવ્યા છે.જોકે એક જ દિવસમાં 22 દર્દીનાં મોત થયા છે.કોરોનાની ત્રીજી લહેરમાં પહેલીવાર નવા કેસ કરતા વધારે દર્દી સાજા થયા. રાજ્યમાં 23,197 લોકો સાજા થયા છે. ગુજરાતમાં હજુ પણ 1.17 લાખથી વધુ એક્ટિવ કેસ. આમ નવા દર્દી કરતા દર્દી વધુ સાજા થયા છે. જેને પગલે રાજ્યનો રિકવરી રેટ વધીને 88.56 ટકા થઈ ગયો છે. વેન્ટિલેટર પરના દર્દી વધીને 304 થઈ ગયા છે.
આ પણ વાંચો : ભારતના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનો કારસો, પાંચ કંપનીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ
આ પણ વાંચો : અમદાવાદ શહેરના બે પોલીસ કોન્સ્ટેબલ દારૂનો ધંધો કરતા ઝડપાયા, નિવૃત DYSPના પુત્રની પણ સંડોવણી ખુલી