Corona Update: દેશમાં ફરી કોરોનાના કેસ વધ્યા, છેલ્લા 24 કલાકમાં નવા 12,847 દર્દી સામે આવ્યા

|

Jun 17, 2022 | 10:38 AM

દેશમાં છેલ્લા બે દિવસથી કોરોનાના (corona) કેસ વધી રહ્યા છે. જે અંતર્ગત બે દિવસથી કોરોના સંક્રમણના 12 હજારથી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 14 લોકોના મોત પણ થયા છે.

Corona Update: દેશમાં ફરી કોરોનાના કેસ વધ્યા, છેલ્લા 24 કલાકમાં નવા 12,847 દર્દી સામે આવ્યા
Corona virus (Symbolic image)

Follow us on

દેશમાં (India) ફરી એકવાર કોરોના સંક્રમણનો (Corona Infection) દર ઝડપભેર વધ્યો હોવાનું જોવા મળી કહ્યુ છે. જે અંતર્ગત છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો નોંધાયો છે. દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં વધારો એટલો થયો છે કે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,847 નવા કેસ નોંધાયા છે. જેમાં પાછલા દિવસોની સરખામણીએ 50 ટકાથી વધુનો વધારો થયો છે. દેશમાં કોરોનાના ઝડપથી વધી રહેલા નવા કેસોને જોતા સરકાર અને આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર આવી ગયા છે. જો કે, આ દરમિયાન, દેશની અંદર કોરોના સામે રક્ષણ માટે રસીના બૂસ્ટર ડોઝ લેનારા લોકોની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે.

સતત બીજા દિવસે 12 હજારથી વધુ નવા કેસ

ભારતમાં છેલ્લા બે દિવસથી કોરોનાના કેસ વધી રહ્યા છે. જે અંતર્ગત બે દિવસથી કોરોના સંક્રમણના 12 હજારથી વધુ કેસ નોંધાયા છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, બુધવારથી ગુરુવાર સવાર સુધીના છેલ્લા 24 કલાકમાં 12,213 નવા કેસ નોંધાયા છે. તેના બીજા દિવસ એટલે કે ગુરુવારથી શુક્રવાર સુધીના છેલ્લા 24 કલાકમાં 12,847 નવા કેસ નોંધાયા છે. આ રીતે, કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. આ પહેલા બુધવારે એક જ દિવસમાં કોરોના સંક્રમણના 8 હજારથી વધુ કેસ નોંધાયા હતા. જ્યારે તે પહેલા મંગળવારે એક દિવસમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા માત્ર 6 હજારથી વધુ હતી.

દેશમાં અત્યારે 63 હજારથી વધુ કોરોના સંક્રમિત કેસ છે

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તેને જોતા કેન્દ્ર સહિત તમામ રાજ્ય સરકારો એલર્ટ થઈ ગઈ છે, જ્યારે આરોગ્ય એજન્સીઓ એલર્ટ મોડમાં આવી ગઈ છે. દરમિયાન, દેશની અંદર કોરોનાના કુલ કેસ સ્થિર છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, શુક્રવાર સવાર સુધી દેશમાં કોરોનાના 63 હજારથી વધુ કેસ સક્રિય નોંધાયા છે. આ સ્થિતિ ત્યારે બની છે જ્યારે શુક્રવાર સવાર સુધી એટલે કે છેલ્લા 24 કલાકમાં 7,985 કોરોના સંક્રમિત લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અથવા સંક્રમણ મુક્ત કરવામાં આવ્યા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 14 લોકોના મોત પણ થયા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

અત્યાર સુધીમાં 4 કરોડથી વધુ કેસ નોંધાયા છે

દેશમાં કોરોના સંક્રમણનો પહેલો કેસ જાન્યુઆરી 2020માં નોંધાયો હતો. જે બાદ 22 માર્ચે બચાવ માટે દેશવ્યાપી લોકડાઉન અને પ્રતિબંધો જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારથી દેશે કોરોનાના અનેક લહેરનો સામનો કર્યો છે. આ સમય દરમિયાન, દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 4,32,70,577 કેસ નોંધાયા છે. જેમાંથી 4,26,82,697 લોકો સ્વસ્થ થઈ ગયા છે, જ્યારે કોરોના સંક્રમણને કારણે અત્યાર સુધીમાં 5,24,817 લોકોના મોત થયા છે.

 

Next Article