
આરોગ્ય મંત્રાલયે લોકોને કોરોના પ્રોટોકોલનું પાલન કરવાની અપીલ કરી છે અને કહ્યું છે કે ગભરાવાની જરૂર નથી. લોકોને ભીડવાળા વિસ્તારોમાં જવાનું ટાળવા અને માસ્ક પહેરવાનું કહેવામાં આવ્યું છે. સ્થાનિક વહીવટીતંત્રને તમામ પ્રકારની આરોગ્ય સેવાઓ માટે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે ચેપમાં સતત વધારો નવા પ્રકારોના ફેલાવા સાથે જોડાયેલો છે, જેમાં LF.7, XFG, JN.1 અને તાજેતરમાં ઓળખાયેલા NB.1.8.1 સબવેરિયન્ટનો સમાવેશ થાય છે.

દેશમાં કુલ સક્રિય કેસ પૈકી, કેરળમાં સૌથી વધુ 1,679 કેસ છે અને દિલ્હીમાં 592 કેસ નોંધાયા છે. આ ઉપરાંત, ગુજરાતમાં 615, પશ્ચિમ બંગાળમાં 596, મહારાષ્ટ્રમાં 548, કર્ણાટકમાં 451, તમિલનાડુમાં 221, ઉત્તર પ્રદેશમાં 205, રાજસ્થાનમાં 107, હરિયાણામાં 78, આંધ્રપ્રદેશમાં 62, પુડુચેરી અને સિક્કિમમાં 12-12, મધ્યપ્રદેશમાં 36, ઝારખંડમાં 8, છત્તીસગઢમાં 24, બિહારમાં 37, ઓડિશામાં 23, જમ્મુ અને કાશ્મીરમાં 7, પંજાબમાં 21, આસામમાં 10, ગોવામાં 8, સિક્કિમમાં 12, તેલંગાણામાં 5, ઉત્તરાખંડમાં 3, ચંદીગઢમાં 2 અને હિમાચલ પ્રદેશમાં 1 કેસ નોંધાયો છે. મિઝોરમ અને અરુણાચલ પ્રદેશમાં કોરોના ચેપનો કોઈ કેસ નોંધાયો નથી.