ભાવનગરમાં ધારાસભ્ય વિભાવરી દવેએ કોરોના નિયમોનું ઉલ્લંઘન કર્યું, બુથ યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરોનો જમાવડો
ભાવનગરમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય એવા વિભાવરી દવેએ સરકારની મનાઇ છતાં બુથ યાત્રા યોજી. આ યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો. અહીં એક પણ કાર્યકરે ન તો માસ્ક પહેર્યું કે ન સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખ્યું.
કોરોનાકાળમાં(corona) નેતાઓનો નિયમ ભંગ એક સામાન્ય બાબત બની ગઇ છે. આવા જ એક નિયમ તોડતા નેતા જોવા મળ્યા, (Bhavnagar) ભાવનગરમાં પૂર્વ મંત્રી અને ધારાસભ્ય (MLA) એવા વિભાવરી દવેએ (Vibhavari Dave) સરકારની મનાઇ છતાં બુથ યાત્રા યોજી. આ યાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો. અહીં એક પણ કાર્યકરે ન તો માસ્ક પહેર્યું કે ન સોશિયલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખ્યું. ખુદ ધારાસભ્ય વિભાવરી દવે પણ નિયમો ભૂલ્યા હોય તેમ પ્રજા વચ્ચે વગર માસ્કે વાત કરતા અને ફરતા જોવા મળ્યા. જોકે તેઓને જ્યારે નિયમ ભંગ અંગે સવાલ પૂછાયો તો તેઓએ નિયમ પાલનનો દાવો કરી નાખ્યો. આ ઘટના બાદ સવાલ એ સર્જાય છે કે નેતાઓ સુધરવાનું નામ નથી લઇ રહ્યા. કેમ (bjp) નેતાઓ હાથે કરીને પ્રજાનો જીવ જોખમમાં મુકવાનો પ્રયાસ કરી રહ્યા છે. શું આવી જ રીતે આપણે કોરોના સામે લડીશું ?
થરાદમાં ભાજપના સાસંદ પરબત પટેલની હાજરીમાં કોરોના નિયમોની ઐસી કી તૈસી
બનાસકાંઠા (banaskantha) ના થરાદમાં (tharad) ભાજપના (bjp) સાંસદ પરબત પટેલની (parbat patel) હાજરીમાં જ કોરોનાના નિયમોનો ભંગ થતો જોવા મળ્યો. થરાદના ગાયત્રી વિદ્યાલય આંજણા બોર્ડિંગ ખાતે યોજાયેલા સત્કાર સમારંભમાં કોરોના ગાઇડલાઇનના સરેઆમ ધજાગરા ઉડતા જોવા મળ્યાં.નવનિયુક્ત સરપંચો અને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડિરેક્ટરોનો સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી હતી.અને સામાજિક અંતરનો ભંગ થતો જોવા મળ્યો હતો.એટલું જ નહીં ભાજપના નેતાઓ જ માસ્ક વિના જોવા મળતા અનેક સવાલ ઉભા થઇ રહ્યાં છે.
આ પણ વાંચો : ગુજરાત સરકારે છ ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી, ત્રણ શહેરોના વિકાસને મળશે વેગ
આ પણ વાંચો : Surat : ઉધના મગદલ્લા રોડ પર સોમનાથ સોસાયટીમાં તસ્કરો ત્રાટક્યા, બંધ મકાનમાંથી રૂપિયા 18.68 લાખની ચોરી કરી તસ્કરો ફરાર