ગુજરાતમાં આજે કોરોનાના નવા 8, 338 કેસ નોંધાયા, 38ના મોત
રાજયમાં કોરોનાના કેસોમાં તો ઘટાડો નોંધાઇ રહ્યો છે. પરંતુ કોરોનાને કારણે મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. આજે રાજયમાં કોરોનાના કુલ 8,338 કેસ સામે આવ્યા છે. અને, કોરોનાને કારણે કુલ 38 લોકોના મોત થયા છે.
રાજયમાં કોરોનાના કેસોમાં તો ઘટાડો નોંધાઇ રહ્યો છે. પરંતુ કોરોનાને કારણે મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. આજે રાજયમાં કોરોનાના કુલ 8,338 કેસ સામે આવ્યા છે. અને, કોરોનાને કારણે કુલ 38 લોકોના મોત થયા છે. રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસ વધ્યા. જ્યારે 16,629 દર્દી સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ વધીને 92.65 ટકા થઈ ગયો છે. સતત ત્રીજા દિવસે નવા કેસ 10 હજારથી ઓછા નોંધાયા છે.તેમજ વેન્ટિલેટર પરના દર્દી ઘટીને 229 થઈ ગયા છે.રાજ્યમાં છેલ્લા 5 દિવસથી 30થી વધારે દર્દીના મોત નોંધાઈ રહ્યા છે.
અમદાવાદ શહેરમાં સૌથી વધુ 2,654 કેસ સાથે 8 દર્દીના નિધન થયા.તો વડોદરા શહેરમાં કોરોનાના 1,712 કેસ સાથે 3 દર્દીનાં મોત નિપજ્યા.રાજકોટ શહેરમાં 475 કોરોના કેસ સાથે 4નાં મોત થયા.જ્યારે સુરત શહેરમાં કોરોનાના 257 કેસ અને 3 લોકોનાં મોત થયા છે.રાજકોટ ગ્રામ્યમાં 160 નવા દર્દી મળ્યા અને બે લોકોનાં મૃત્યુ થયા.સુરત જિલ્લામાં પણ 137 પોઝિટિવ કેસ અને બે લોકોનાં નિધન થયા.ભાવનગરમાં 80 નવા કેસ અને બેનાં મોત.ગાંધીનગરમાં 64 કેસ નવા કેસ અને બે લોકોનાં મોત થયા.
આ તરફ નવસારીમાં પણ કોરોનાથી બે લોકોનાં મોત અને 39 નવા કેસ નોંધાયા.ભાવનગર જિલ્લા ત્રણ લોકોના મોત અને 3 લોકોના નિધન થયા.રાજ્યના અન્ય જિલ્લાની વાત કરીએ તો બોટાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, વલસાડ, અમરેલી, જામનગર ગ્રામ્ય, પંચમહાલમાં કોરોનાના કારણે 1-1 દર્દીનું મોત થયું છે. બીજી તરફ રાજ્યમાં એક જ દિવસમાં 16,629 દર્દી સાજા થયા છે. રાજ્યનો રિકવરી રેટ વધીને 92.65 ટકા થઈ ગયો છે. રાજ્યમાં હાલ 75 હજાર 464 એક્ટિવ કેસ છે. જેમાંથી 229 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 75 હજાર 235 દર્દીની હાલત સ્થિર છે.
રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટતા ભલે રાહત મળી હોય. પરંતુ મોતનો આંકડો હજી પણ ઉંચો છે. રાજ્યમાં સતત દૈનિક મૃત્યુઆંકમાં વધારો થઈ રહ્યો છે. ત્રીજી લહેરમાં પહેલીવાર રાજ્યમાં 38 દર્દીઓને કાળમુખો કોરોના ભરખી ગયો. આ પહેલા કોરોનાથી 35 દર્દીઓનાં મોત થયા થયા હતા. અમદાવાદ શહેરમાં સૌથી વધારે 8 દર્દીઓને કાળમુખો કોરોના ભરખી ગયો. રાજકોટ શહેર-જિલ્લામાં કોરોનાથી 6 લોકોનાં નિધન થયા છે. ભાવનગર જિલ્લા-શહેરમાં 5 દર્દીએ દમ તોડ્યો. ગુજરાતમાં હોસ્પિટલમાં દાખલ થતા કોરોના દર્દી ઘટી રહ્યાં છે. જેને જોતા આગામી સમયમાં મોતની સંખ્યામાં પણ ઝડપથી ઘટાડો થઈ શકે છે. જો કે તબીબોએ લોકોને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના કોરોના નિયમોનું કડકાઈથી પાલન કરવા જણાવી રહ્યાં છે.
આ પણ વાંચો : કેન્દ્રીય બજેટ જાહેર થયા બાદ શું કહ્યું કચ્છના વેપારી-ઉદ્યોગપતિ અને નિષ્ણાંતોએ ? જાણો કચ્છને શું ફાયદો ?
આ પણ વાંચો : IPL 2022 Mega Auction: 370 ભારતીય અને 220 વિદેશી ખેલાડીઓ પર લાગશે બોલી, જાણો મેગા ઓક્શનની 5 મોટી વાતો