5 State Election 2021: ઇલેક્શન ડ્યુટી કરનારા કર્મચારીઓએ લેવી પડશે વેક્સિન- ચૂંટણી પંચ

|

Feb 27, 2021 | 11:15 AM

ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી (5 State Election 2021) ની જાહેરાત કરી હતી. ચૂંટણીની ઘોષણા થયા બાદ ચૂંટણી પંચે કહ્યું કે ચૂંટણીમાં ફરજ પર મુકાયેલા દરેક કાર્યકરને કોરોના રસી આપવામાં આવશે.

5 State Election 2021: ઇલેક્શન ડ્યુટી કરનારા કર્મચારીઓએ લેવી પડશે વેક્સિન- ચૂંટણી પંચ
5 State Election 2021

Follow us on

શુક્રવારે ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી (5 State Election 2021) ની જાહેરાત કરી હતી. ચૂંટણીની ઘોષણા થયા બાદ ચૂંટણી પંચે કહ્યું કે ચૂંટણીમાં ફરજ પર મુકાયેલા દરેક કાર્યકરને કોરોના રસી આપવામાં આવશે. આસામની 126 બેઠકો, તામિલનાડુમાં 234, પશ્ચિમ બંગાળમાં 294, કેરળમાં 140 અને પુડુચેરીમાં 30 બેઠકો માટે મતદાન યોજાશે. 27 માર્ચથી 29 એપ્રિલની વચ્ચે આ ચારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીમાં જુદા જુદા તબક્કામાં મતદાન યોજાશે. 2 મેના રોજ મતગણતરી કરવામાં આવશે.

મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોડાએ જણાવ્યું હતું કે ચાર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરી સહિત કુલ 824 વિધાનસભા ક્ષેત્રમાં મતદાન થશે. જેમાં 18.68 કરોડ મતદારો 2.7 લાખ મતદાન મથકો પર મતદાન કરશે. પશ્ચિમ બંગાળમાં 27 માર્ચથી 29 એપ્રિલ દરમિયાન આઠ તબક્કામાં મતદાન થશે, જ્યારે આસામમાં 27 માર્ચથી 6 એપ્રિલ દરમિયાન ત્રણ તબક્કામાં મતદાન થશે. તમિળનાડુ, કેરળ અને પુડુચેરી 6 એપ્રિલે એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે.

CAPF પણ મુકવામાં આવશે

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પાંચેય વિધાનસભાની ચૂંટણીમાં ઓનલાઇન નોંધણીની સુવિધા આપવામાં આવશે. સુનિલ અરોડાએ કહ્યું કે કોવિડ -19 માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને મતદાન માટે એક કલાકનો વધારાનો સમય આપવામાં આવશે. તેમજ સંવેદનશીલ વિસ્તારોમાં સ્થિત મતદાન મથકોમાં વેબકાસ્ટિંગ થશે અને પૂરતી સંખ્યામાં કેન્દ્રીય દળો (સીએપીએફ) તૈનાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે તમામ સંવેદનશીલ ક્ષેત્રોને ઓળખ કરવામાં આવી છે અને કેન્દ્રીય દળોને ત્યાં ગોઠવવામાં આવ્યા છે.

અરોડાએ જણાવ્યું હતું કે ડોર-ટુ-ડોર પ્રચારમાં ઉમેદવારો સહિત પાંચથી વધુ વ્યક્તિ રહેશે નહીં, જ્યારે રોડ શોમાં 50 થી વધુ વાહનોની મંજૂરી આપવામાં નહીં આવે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ચૂંટણી ડ્યુટી પરના દરેક કાર્યકરને રસીકરણના હેતુથી એડવાન્સ ફ્રન્ટ વર્કર જાહેર કર્યા છે.

Next Article