Positive news : એક ફેફસું નથી, રોજ આપવો પડે છે ઓક્સિજન, છતાં 12 વર્ષની દિવ્યાંગ બાળકીએ કોરોનાને હરાવ્યો

|

Jun 25, 2021 | 6:30 PM

Positive news : સિમી દત્ત (Simi Dutt) કોરોનાની બીજી લહેર દરમિયાન સંક્રમિત થઇ હતી. અચાનક તેનું ઓક્સિજનનું સ્તર 50 ની નીચે આવી ગયું હતું.

Positive news : એક ફેફસું નથી, રોજ આપવો પડે છે ઓક્સિજન, છતાં 12 વર્ષની દિવ્યાંગ બાળકીએ કોરોનાને હરાવ્યો
PHOTO : ANI HINDI

Follow us on

Indore : મધ્યપ્રદેશના ઇન્દોરમાં સિમિ દત્ત (Simi Dutt) નામની 12 વર્ષીય દિવ્યાંગ બાળકીએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લા ચાર વર્ષથી તે એક જ ફેફસાંથી શ્વાસ લે છે.તેની પાસે હાથ અને કિડની પણ નથી. કોરોના સંક્રમણ પછી, તેના શરીરમાં ઓક્સિજનનું સ્તર ઘટીને 40-50 થઈ ગયું હતું.આમ છતાં તે હિંમત હારી નહીં અને કોરોના વાયરસના સંક્રમણમાંથી બહાર આવવામાં સફળ રહી.

 

ઘરે જ આપવામાં આવી સારવાર
સિમી દત્ત (Simi Dutt) કોરોનાની બીજી લહેર દરમિયાન સંક્રમિત થઇ હતી. અચાનક તેનું ઓક્સિજનનું સ્તર 50 ની નીચે આવી ગયું હતું. જ્યારે સિમીને કોરોનાનો ચેપ લાગ્યો હતો, ત્યારે ડોક્ટરની સૂચનાથી તેને ઘરે ઓક્સિજન અને બાયપેપ દ્વારા સારવાર આપવામાં આવી હતી. સતત 12 દિવસની જહેમત બાદ તેણે કોરોનાને હરાવી દીધો.

લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ

એક જ ફેફસાથી લે છે શ્વાસ
સિમી દત્ત ઇન્દોર (Indore) શહેરની સંઘી કોલોનીમાં રહે છે. તેના પિતા ઇલેક્ટ્રિક માલ-સમાનનો ધંધો કરે છે. સિમીનો જન્મ 2009 માં થયો હતો. જન્મ સમયે તેના શરીર સાથે ડાબો હાથ ન હતો. તેની કિડની પણ અવિકસિત હતી. તેનું એક ફેફસું પણ જન્મના 8 વર્ષ સંકોચાઈ ગયું હતું. ત્યારથી તે માત્ર એક જ ફેફસા દ્વારા શ્વાસ લે છે.

રોજ રાત્રે આપવો પડે છે ઓક્સિજન
એક ફેફસું સંકુચિત થવાને કારણે સિમી (Simi Dutt) નું ઓક્સિજન સ્તર 60 સુધી પહોંચી જાય છે. તેને દરરોજ રાત્રે ઓક્સિજન આપવામાં આવે છે.જ્યારે તેને કોરોના ચેપ લાગ્યો, ત્યારે પરિવારના સભ્યોને પણ તેની બચવાની થોડી આશા હતી, પરંતુ તેની જીવવાની પ્રભાળ ઈચ્છાશક્તિને કારણે તેણે અસંભવને સંભવ બનાવ્યું.

સિમીના પિતાએ કહ્યું, “નાનપણથી જ મારી પુત્રીનું એક ફેફસું, કિડની અને એક હાથનો વિકાસ થયો નથી. કોરોનામાં તેનું ઓક્સિજનનું સ્તર ઘટીને 40-50 થઈ ગયું છે. અમે સિમીને સતત બાયપેપ અને ઓક્સિજન પર રાખી હતી.”

 

Published On - 6:29 pm, Fri, 25 June 21

Next Article