Success Story: કોલેજ છોડ્યા પછી શરૂ કરી કંપની, 19 વર્ષનો છોકરો એક વર્ષમાં દેશનો સૌથી યુવા અમીર બની ગયો

|

Sep 23, 2022 | 4:28 PM

ક્વિક ડિલિવરી સ્ટાર્ટઅપ ઝેપ્ટોના (Zepto) સહ-સ્થાપક કૈવલ્ય વોહરા અને અદિત પાલિચા IIFL Wealth-Hurun India Rich List 2022માં સ્થાન મેળવનારા સૌથી યુવા ઉદ્યોગસાહસિક બન્યા છે.

Success Story: કોલેજ છોડ્યા પછી શરૂ કરી કંપની, 19 વર્ષનો છોકરો એક વર્ષમાં દેશનો સૌથી યુવા અમીર બની ગયો
zepto co founder kaivalya vohra

Follow us on

Success Story: ક્વિક ડિલિવરી સ્ટાર્ટઅપ ઝેપ્ટોના (Zepto) સહ-સ્થાપક કૈવલ્ય વોહરા અને અદિત પાલિચા IIFL Wealth-Hurun India Rich List 2022માં સ્થાન મેળવનારા સૌથી યુવા ઉદ્યોગસાહસિક બન્યા છે. 19 વર્ષની ઉંમરે, કૈવલ્ય સૌથી અમીર ભારતીયોમાં સૌથી યુવા વ્યક્તિ છે. હુરુન લિસ્ટમાં કૈવલ્ય વોહરાની (Kaivalya Vohra) સંપત્તિ 1000 કરોડ આંકવામાં આવી છે. આ રીતે તે 1036માં સ્થાને છે. આદિત પાલિચા 950માં ક્રમે છે અને તેમની કુલ સંપત્તિ 1200 કરોડ રૂપિયા છે. અગાઉ, બંનેને ફોર્બ્સ મેગેઝિનના પ્રભાવશાળી ’30 અંડર 30 (એશિયા લિસ્ટ)’માં ઈ-કોમર્સ કેટેગરીમાં સામેલ કરવામાં આવ્યા હતા.

અત્રે નોંધનીય છે કે બંને યુવા સાહસિકો હુરુન ઈન્ડિયા ફ્યુચર યુનિકોર્ન ઈન્ડેક્સ 2022માં સૌથી યુવા સ્ટાર્ટ-અપ સ્થાપકો પણ છે. ભારતના સૌથી ધનિક લોકોની યાદીમાં વોહરા અને પાલિચાનો સમાવેશ દેશમાં સ્ટાર્ટઅપ્સના વધતા પ્રભાવને દર્શાવે છે. હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટે લખ્યું, એક કિશોરે આ યાદીમાં ડેબ્યૂ કર્યું છે. આ યાદીમાં સૌથી નાનો 19 વર્ષનો કૈવલ્ય વોહરા છે, જેણે Zeptoની સ્થાપના કરી હતી. 10 વર્ષ પહેલા આ યાદીમાં સૌથી નાની વયની વ્યક્તિ 37 વર્ષની હતી, જ્યારે આજે તે 19 વર્ષનો છે. તે આપણને સ્ટાર્ટ-અપ ક્રાંતિની અસર દર્શાવે છે.

કોલેજ ડ્રોપઆઉટ બંને સાહસિકો છે

વોહરા અને પાલીચા બંને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હતા. બંનેએ કોમ્પ્યુટર સાયન્સનો કોર્સ છોડી દીધો અને પછી આંત્રપ્રિન્યોરશિપ તરફ આગળ વધ્યા. રોગચાળાના દિવસોમાં આવશ્યક ચીજવસ્તુઓની ઝડપી અને સંપર્ક વિનાની ડિલિવરીની માંગને પહોંચી વળવા બંને મિત્રોએ 2021માં Zeptoની શરૂઆત કરી હતી. પાલિચાએ 17 વર્ષની ઉંમરે તેની સાહસિકતાની યાત્રા શરૂ કરી હતી જ્યારે તેણે 2018માં GoPool નામના વિદ્યાર્થીઓ માટે કારપૂલ સેવાની સ્થાપના કરી હતી. તેમનું સ્ટાર્ટઅપ શરૂ કરતા પહેલા, તેઓ પ્રાઈવસી સાથે પ્રોજેક્ટ લીડ હતા, જે ગોપનીયતા નીતિ પર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) આધારિત પ્રોજેક્ટ હતા.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

બાળપણના મિત્રો વ્હોરા અને પાલીચા દુબઈમાં મોટા થયા હતા. તેણે શરૂઆતમાં કિરણકાર્ટ નામનું સ્ટાર્ટ અપ શરૂ કર્યું. આ એક ઓનલાઈન પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ મુંબઈમાં સ્થાનિક સ્ટોરમાંથી રાશનની વસ્તુઓ પહોંચાડવા માટે થતો હતો. આ પ્લેટફોર્મ જૂન 2020થી માર્ચ 2021 સુધી કાર્યરત હતું. ત્યારબાદ બંનેએ એપ્રિલ 2021માં ઝેપ્ટોની સ્થાપના કરી અને નવેમ્બરમાં પ્રારંભિક ફંડિંગ રાઉન્ડમાં $60 મિલિયન એકત્ર કર્યા. ડિસેમ્બરમાં, ઝડપી ગ્રોસરી ડિલિવરી પ્લેટફોર્મે $570 મિલિયનના મૂલ્યાંકન સાથે $100 મિલિયન એકત્ર કર્યા હતા. તે જ સમયે, મે મહિનામાં તેના નવીનતમ ભંડોળ રાઉન્ડમાં, ઝેપ્ટોએ $900 મિલિયનના મૂલ્યાંકન સાથે $200 મિલિયન ઊભા કર્યા છે.

Published On - 4:28 pm, Fri, 23 September 22

Next Article