AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Career in Yoga : કરો આ 9 કોર્ષ અને બનાવો યોગ ક્ષેત્રમાં કારકિર્દી, આ રહ્યું 15 કોલેજોનું લિસ્ટ

Career in Yoga : યોગનું મહત્વ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વધી રહ્યું છે. આવી સ્થિતિમાં યોગને કારકિર્દીનો વિકલ્પ બનાવવો એ એક સારો નિર્ણય હશે.

Career in Yoga : કરો આ 9 કોર્ષ અને બનાવો યોગ ક્ષેત્રમાં કારકિર્દી, આ રહ્યું 15 કોલેજોનું લિસ્ટ
કરો આ 9 કોર્ષ અને બનાવો યોગ ક્ષેત્ર કારકિર્દી
Rahul Vegda
| Edited By: | Updated on: Jun 21, 2021 | 6:37 PM
Share

Career in Yoga : ભારતીય સંસ્કૃતિ અને પૌરાણિક માન્યતાઓ અનુસાર, ભારતમાં યોગનો ઇતિહાસ ખૂબ જ જૂનો છે. વૈશ્વિક સ્તરે, શરીરને તંદુરસ્ત રાખવા અને તાણને દૂર કરવા માટે યોગને સૌથી પરફેક્ટ માધ્યમ માનવામાં આવે છે. આજના તણાવપૂર્ણ વાતાવરણમાં યોગનું મહત્વ ઘણું વધી ગયું છે. યોગની લોકપ્રિયતાને ધ્યાનમાં લેતા, આ ક્ષેત્રમાં કારકિર્દીની તકો પણ વધી છે.

યોગને કારકિર્દી તરીકે લેવા માટે ધોરણ 12 અને સ્નાતક પછી શરૂ કરી શકાય છે. આ માટે ઘણા ડિગ્રી, ડિપ્લોમા અને સર્ટિફિકેટ અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. હાલમાં યોગનો અવકાશ સતત વધી રહ્યો છે. યોગનું મહત્વ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વધી રહ્યું છે. આવી સ્થિતિમાં યોગને કારકિર્દીનો વિકલ્પ બનાવવો એ એક સારો નિર્ણય હશે. ચાલો આપણે જાણીએ કે યોગમાં કારકિર્દી (Career in yoga) કેવી રીતે બનાવી શકાય.

કરો આ કોર્ષ :

1. યોગમાં બીએસસી (Bsc Yoga) – 12 પછી યોગને કારકિર્દી તરીકે લેવા, તમે સ્નાતક અભ્યાસક્રમ તરીકે બી.એસ.સી. યોગ કરી શકો છો. તે 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ છે. આમાં યોગનું વિજ્ઞાન, શરીરની રચના, શરીર અને મન પર પડતી યોગની અસર વિશે ભણાવવામાં આવે છે.

2 યોગમાં ડિપ્લોમા (Diploma in Yoga) – યોગમાં સારી કારકિર્દી બનાવવા માટે, તમે ડિપ્લોમા કોર્સ પણ કરી શકો છો. આ ટૂંકા ગાળાનો કોર્સ છે. તમે ધોરણ 12 પછી કરી શકો છો. આ કોર્સમાં પ્રકૃતિક ઉપચાર, માનસિક સ્વાસ્થ્ય જેવી બાબતો શીખી શકાય છે.

3. યોગમાં એમએસસી (Msc Yoga) – યોગના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે, સ્નાતક થયા પછી કોઈ એમ.એસ.સી. યોગા કોર્સ કરી શકે છે. જેમાં વિદ્યાર્થીઓને એનાટોમી, ફિઝિયોલોજી, ઉપનિષદ, યોગ થેરપી અને યોગ સૂત્રો જેવી વસ્તુઓ શીખવે છે. આ સિવાય, વેદ અને ભગવદ ગીતા જેવા પ્રાચીન ગ્રંથો શીખવાની તક પણ છે. આ બે વર્ષનો કોર્સ છે.

4. સર્ટિફિકેટ કોર્ષ – યોગના ક્ષેત્રમાં ઘણા પ્રકારના ટૂંકા ગાળાના પ્રમાણપત્ર અભ્યાસક્રમો પણ ઉપલબ્ધ છે. આ અભ્યાસક્રમ કોઈપણ ઉંમરે કરી શકાય છે. આ અભ્યાસક્રમો કલાકોના હિસાબથી આપવામાં આવે છે. તેમાં મુખ્યત્વે 200 કલાક, 300 કલાક, 500 કલાકના અભ્યાસક્રમો હોય છે જે શિક્ષકની તાલીમ માટે લેવામાં આવે છે.

5. યોગમાં બીએ (BA Yoga ) – યોગના ક્ષેત્રમાં બી.એ.નો અભ્યાસક્રમ શૈક્ષણિક રીતે લઈ શકાય છે. આમાં, આયુર્વેદની મૂળભૂત બાબતોથી લઈને ઇતિહાસમાં યોગના મહત્વ સુધી શીખવવામાં આવે છે. આ કોર્સ 3 વર્ષનો છે.

6. એમ.એ. યોગા (MA Yoga) – યોગ ક્ષેત્રે વધારે માહિતી માટે વિદ્યાર્થીઓ એમ.એ. યોગા કોર્સ કરી શકે છે. આ અભ્યાસક્રમ 2 વર્ષનો પણ છે જેમાં વિદ્યાર્થીઓ યોગ વિશે ઊંડાણપૂર્વક જ્ઞાન મેળવી શકે છે. આ પછી તમે સંશોધન અને વિકાસનો અભ્યાસ કરી શકો છો.

7. પી.જી. ડિપ્લોમા કોર્સ – પી.જી. ડિપ્લોમા અભ્યાસક્રમ યોગ વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ ખૂબ પ્રચલિત છે. તે સ્નાતક થયા પછી થઈ શકે છે. આ અભ્યાસક્રમમાં, વિદ્યાર્થીઓને યોગ વિજ્ઞાનનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવવામાં આવે છે.

8. યોગા શિક્ષક તાલીમ અભ્યાસક્રમ (Yoga TTC) – આ દિવસોમાં યોગના ટ્રેનરની માગ ખૂબ વધારે છે. આવી સ્થિતિમાં, યોગ શિક્ષકનો તાલીમ અભ્યાસક્રમ લઈને, તમને સારી નોકરી મળી શકે છે. યોગ શિક્ષક બનવાનો એક ફાયદો એ છે કે યોગ વર્ગ મોટાભાગે સવારે અથવા સાંજે યોજાય છે. આવી સ્થિતિમાં, તમારી વચ્ચે એક આખો દિવસ છે, જેમાં તમે કંઇક નવું શીખી શકો છો અથવા કોઈ અન્ય કાર્ય કરી શકો છો.

9. યોગમાં બીએડ – ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા પછી, તમે બીએડ યોગ કોર્સ કરીને શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવી શકો છો. આ કોર્સ માટે, તમારા માટે પણ એક સારા વક્તા બનવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી આપ લોકોને પોતાનો મુદ્દો સારી રીતે સમજાવી શકો.

આ રહ્યું તાલીમ આપતી સંસ્થાઓનું લિસ્ટ

– મોરારજી દેસાઈ રાષ્ટ્રીય યોગ સંસ્થા, દિલ્હી (સ્નાતક થયા પછી, 3 વર્ષ બી.એસ.સી. યોગ વિજ્ઞાન, 1 વર્ષનો ડિપ્લોમા અને કેટલાક પાર્ટ ટાઈમ યોગ અભ્યાસક્રમો અહીંથી કરી શકાય છે.)

– દેવ સંસ્કૃતિ વિશ્વવિદ્યાલય, હરિદ્વાર, ઉત્તરાખંડ (અહીંથી તમે બી.એસ.સી.થી પી.એચ.ડી. સુધી યોગના અભ્યાસક્રમો કરી શકો છો)

– બીહાર યોગ ભારતી, મુંગેર (તમે અહીંથી 4 મહિના અને 1 વર્ષનો અભ્યાસક્રમ કરી શકો છો)

– ભારતીયા વિદ્યા ભવન, દિલ્હી (અહીંથી તમે 6 મહિનાથી 1 વર્ષનો કોર્સ કરી શકો છો).

– ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ યોગા અને નેચરોપથી, ન્યૂ દિલ્હી

– ઇશા હઠ યોગ સ્કૂલ, કોઈમ્બતુર

– પતંજલિ આંતરરાષ્ટ્રીય યોગ ફાઉન્ડેશન ઋષિકેશ, ઉત્તરાખંડ

– કૈવલ્યાધામ, લોનાવાલા, મહારાષ્ટ્ર

– વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી, વિવેકાનંદપુરમ, કન્યાકુમારી

– મહર્ષિ દયાનંદ યુનિવર્સિટી, રોહતક

– રાજર્ષિ ટંડન યુનિવર્સિટી, ઉત્તર પ્રદેશ

– શ્રી લાલ બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટી, નવી દિલ્હી

– યોગ ઇન્સ્ટિટ્યૂટ સાન્ટા ક્રુઝ, મુંબઇ

– શ્રી શ્રી યોગ વિદ્યાલય, કર્ણાટક

– બિહાર યોગ શાળા, બિહાર

આ પણ વાંચો : ક્યારેય સાંભળ્યુ છે ગોબરની ચોરી થઈ ? અહી 800 કિલો ગાયના છાણની ચોરીની પોલીસે ફરિયાદ નોંધી !

g clip-path="url(#clip0_868_265)">