કેમ RRB NTPC Exam માટેનો થયો વિરોધ? રેલ્વેએ ભરતી પરીક્ષાઓ પર લગાવી રોક, જાણો સમગ્ર મામલો

RRB NTPC Exam 2022: ઉમેદવારોના વિરોધ બાદ રેલ્વેએ એનટીપીસી અને ગ્રુપ ડી (કેટેગરી-1)ની પરીક્ષાઓ સ્થગિત કરી દીધી છે.

કેમ RRB NTPC Exam માટેનો થયો વિરોધ? રેલ્વેએ ભરતી પરીક્ષાઓ પર લગાવી રોક, જાણો સમગ્ર મામલો
Train burnt down in Gaya
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2022 | 5:11 PM

RRB NTPC Exam 2022: ઉમેદવારોના વિરોધ બાદ રેલ્વેએ એનટીપીસી અને ગ્રુપ ડી (કેટેગરી-1)ની પરીક્ષાઓ સ્થગિત કરી દીધી છે. રેલ્વેએ વિરોધ કરી રહેલા ઉમેદવારોની ફરિયાદોની તપાસ માટે એક સમિતિની રચના કરી છે. આ કમિટી વિરોધી વિદ્યાર્થીઓના વાંધાઓ સાંભળશે અને તેના પર વિચારણા કર્યા બાદ તેનો રિપોર્ટ રેલ્વે મંત્રાલયને સોંપશે. નોંધનીય છે કે, રેલ્વે રિક્રુટમેન્ટ બોર્ડ (RRB)ની નોન-ટેકનિકલ પોપ્યુલર કેટેગરી (NTPC) પરીક્ષાના પરિણામ સામે ઉમેદવારો છેલ્લા ત્રણ દિવસથી વિરોધ કરી રહ્યા હતા. આ વિરોધ ત્યારે વધુ વધ્યો જ્યારે રેલવેએ સોમવારે CBTના બે તબક્કામાં ગ્રુપ D ભરતી કરવાની જાહેરાત કરી. NTPC CBT-2 પરીક્ષા 15 ફેબ્રુઆરી અને ગ્રુપ D CBT-1 પરીક્ષા 23 ફેબ્રુઆરીએ શરૂ થવાની હતી. પરંતુ હવે તેઓ મુલતવી રાખવામાં આવ્યા છે.

આ અંગે રેલવેએ મંગળવારે જણાવ્યું હતું કે પ્રદર્શન દરમિયાન તોડફોડ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ ઉમેદવારો અને અન્ય લોકોની ભરતી પર રેલવેમાં પ્રતિબંધ મૂકવામાં આવશે. વાસ્તવમાં, NTPC પરીક્ષાની પેટર્નમાં ફેરફાર અને પરિણામોમાં ગેરરીતિનો આરોપ લગાવતા ગુસ્સે થયેલા વિદ્યાર્થીઓએ મંગળવારે આરા ખાતે પ્રદર્શન કર્યું અને રેલવે ટ્રેકને જામ કરી દીધો. પ્રદર્શનને કારણે ટ્રેક ખોરવાઈ ગયો હતો. આ પછી સાસારામ-આરા પેસેન્જરને આઉટર પાસે રોકી દેવામાં આવી હતી. પરંતુ પ્રદર્શનકારીઓ પણ અહીં પહોંચ્યા અને પેસેન્જર ટ્રેનના એન્જિનને આગ ચાંપી દીધી. આ પછી આગ સળગવા લાગી અને સમગ્ર એન્જિનને લપેટમાં લીધું.

નારાજ ઉમેદવારોએ આજે ​​દેશવ્યાપી રેલ રોકો આંદોલનની જાહેરાત કરી હતી

નારાજ ઉમેદવારોએ 26 જાન્યુઆરી 2022ના રોજ મોટા પાયે આંદોલન કરવાની જાહેરાત કરી હતી. રેલ રોકો આંદોલનને દેશવ્યાપી બનાવવા માટે વધુમાં વધુ ઉમેદવારોને સંદેશો પાઠવવામાં આવી રહ્યો હતો. ઉમેદવારોએ આ આંદોલન દ્વારા, NTPC પરિણામમાં સુધારો, RRB ગ્રુપ D પરીક્ષામાંથી CBT-2 દૂર કરવાની માંગ અને રેલવે ભરતી પરીક્ષાઓનું કેલેન્ડર બહાર પાડવા સહિતના મુદ્દાઓ પર રેલ રોકો આંદોલન કરવાનો નિર્ણય લીધો હતો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

ક્યા કારણે NTPC પરિણામ સામે નારાજગી ?

RRB NTPC પરીક્ષાનું પરિણામ જાહેર કરવાની પદ્ધતિને લઈને પણ ઉમેદવારોમાં ભારે નારાજગી છે. તેમની માંગ છે કે 7 લાખ રોલ નંબરને બદલે 7 લાખ ઉમેદવારો પાસ થવા જોઈએ. એટલે કે પરિણામ યુનિક રોલ નંબરના 20 ગણા સાથે જાહેર કરવું જોઈએ. સોમવારે, ઉમેદવારોએ પટનાના રાજેન્દ્ર નગર ટર્મિનલ પર પણ હંગામો મચાવ્યો, પરિણામમાં સુધારાની માંગ કરી. ઉમેદવારોએ નવી દિલ્હી-હાવડા રેલ સેક્શન પર લગભગ આઠ કલાક સુધી ટ્રેનોનું સંચાલન અટકાવી દીધું હતું. જોકે, યુવકોના વાંધાઓ પર રેલવેએ સ્પષ્ટતા આપી છે. રેલ્વે ભરતી બોર્ડનું કહેવું છે કે કાયદેસર રીતે ઉમેદવારને એકથી વધુ પોસ્ટ માટે અરજી કરતા અટકાવી શકાય નહીં.

ક્યારે આવ્યું પરિણામ ?

14 જાન્યુઆરીના રોજ, રેલવે ભરતી બોર્ડે નોન-ટેકનિકલ પોપ્યુલર કેટેગરી (NTPC)ની 35000 જગ્યાઓની ભરતી માટે પરીક્ષા (CBT-1)નું પરિણામ જાહેર કર્યું હતું. આમાં 7,05,446 ઉમેદવારોને CBT-2 માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. ઉમેદવારોનો આક્ષેપ છે કે અગાઉ એક પદ માટે 10 ઉમેદવારો હતા, હવે 10 પદ માટે એક ઉમેદવાર છે. શા માટે કેટલાક ઉમેદવારોને એક કરતા વધુ સ્તરે સફળ જાહેર કરવામાં આવ્યા?

500 પ્રદર્શનકારીઓ સામે FIR

સોમવારે સાંજે પટનાના રાજેન્દ્ર નગર ટર્મિનલ પર પોલીસે પ્રદર્શનકારીઓ પર ટીયર ગેસ અને લાઠીચાર્જનો ઉપયોગ કરવો પડ્યો હતો. આ મામલાને લઈને 500 અજાણ્યા પ્રદર્શનકારીઓ સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી છે.આ પહેલા વિરોધીઓએ બિહારના નવાદામાં રેલ્વે મેન્ટેનન્સ વાહનને પણ આગ લગાવી દીધી હતી. અહીં મંગળવારે સવારે સેંકડો વિરોધી ઉમેદવારો નવાદા રેલ્વે સ્ટેશન પર પહોંચ્યા અને રેલ ટ્રેક જામ કરી દીધો. અહીં પહોંચેલા ઉમેદવારે રેલ્વે બોર્ડ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પાટા ઉખેડી નાખ્યા હતા.

આ પણ વાંચો: DRDO Apprentice Recruitment 2022: DRDOમાં એપ્રેન્ટિસની પોસ્ટ માટે બમ્પર ભરતી, જુઓ કેવી રીતે કરવી અરજી

આ પણ વાંચો: CBSE Result: CBSE ટર્મ 1નું પરિણામ આજે જાહેર થશે! બોર્ડે ટ્વિટર પર આપી આ માહિતી

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">