Niti Aayog માં યંગ પ્રોફેશનલ અને કન્સલ્ટન્ટની વેકેન્સી, 1.5 લાખ સુધીનો પગાર

|

Sep 14, 2022 | 4:09 PM

નીતિ આયોગ (Niti Aayog) દ્વારા કન્સલ્ટન્ટ અને યંગ પ્રોફેશનલની પોસ્ટ માટે જાહેર કરવામાં આવેલી આ વેકેન્સી માટે અરજી કરવા માટે 12 ઓક્ટોબર 2022 સુધીનો સમય છે. તમે આ વેકેન્સી માટે ઓનલાઈન અરજી કરી શકો છો.

Niti Aayog માં યંગ પ્રોફેશનલ અને કન્સલ્ટન્ટની વેકેન્સી, 1.5 લાખ સુધીનો પગાર
Niti Aayog Vacancy

Follow us on

નીતિ આયોગમાં સરકારી નોકરી મેળવવાની ઘણી સારી તક છે. નીતિ આયોગ તરફથી કન્સલ્ટન્ટ અને યંગ પ્રોફેશનલના પદ પર ભરતી માટે એક નોટિફિકેશન જાહેર કરી છે. જાહેર કરાયેલી નોટિફિકેશન મુજબ કુલ 28 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આમાં અરજી કરવા માટે ઉમેદવારોએ નીતિ આયોગની (Niti Aayog) ઓફિશિયલ વેબસાઇટ – workforindia.niti.gov.in પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. આમાં અરજી કરતા પહેલા તમે ઓફિશિયલ વેબસાઇટ પર જઈને નોટિફિકેશન ચેક કરી શકો છો. નીતિ આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી આ વેકેન્સી માટેની અરજી પ્રક્રિયા આજથી એટલે કે 13 સપ્ટેમ્બર 2022થી શરૂ થઈ ગઈ છે. આમાં અરજી કરવા માટે ઉમેદવારોને 12 ઓક્ટોબર 2022 સુધીનો સમય આપવામાં આવ્યો છે. તમે આ વેકેન્સી માટે ઓનલાઈન અરજી કરી શકો છો. અરજી કરવા માટે નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરો.

Niti Aayog Vacancy Eligibility: લાયકાત

વેકેન્સી માટે જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ અલગ-અલગ પદો માટે લાયકાત પણ અલગ અલગ રીતે સેટ કરવામાં આવી છે. કન્સલ્ટન્ટ ગ્રેડ 1 અને યંગ પ્રોફેશનલ માટે ઉમેદવારો પાસે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી નિર્ધારિત ક્ષેત્રમાં હોવી ફરજિયાત રહેશે. લાયકાત સંબંધિત અન્ય જાણકારી તમે ઓફિશિયલ નોટિફિકેશનમાં જોઈ શકો છો.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Niti Aayog Recruitment: કેવી રીતે અરજી કરવી

  • અરજી કરવા માટે સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ workforindia.niti.gov.in પર જાઓ.
  • વેબસાઈટના હોમ પેજ પર E-RECRUITMENT ની લિંક પર જાઓ.
  • તે પછી Register and Login ની લિંક પર ક્લિક કરો.
  • હવે Niti Ayog Consultant Grade I & Young Professionals Recruitment 2022 ના ઓપ્શન પર જાઓ.
  • આગળના પેજ પર અરજી ફોર્મ ભરો.
  • અરજી પ્રક્રિયા ફી ભરીને પૂરી કરો.
  • એપ્લિકેશન પૂરી થતાં જ તેની પ્રિન્ટ આઉટ લો.

ડાયરેક્ટ લિંક દ્વારા અરજી કરવા માટે અહીં ક્લિક કરો.

Niti Aayog Job: સેલેરી

સેલેરી વિશે વાત કરીએ તો કન્સલ્ટન્ટ ગ્રેડ 1ના પદ પર નિયુક્ત થયેલા ઉમેદવારોને રૂ. 80,000 થી લઈને રૂ. 1.45 લાખ સુધીની બેઝિક સેલેરી મળશે. યંગ પ્રોફેશનલની પોસ્ટ પર નિયુક્ત થયેલા ઉમેદવારોને 70,000 રૂપિયા સુધીનો પગાર મળશે. આ સિવાય અન્ય ભથ્થાનો લાભ પણ મળશે.

Next Article