UPSC Success Story: એક અપમાનથી બદલાઈ ગયું જીવન, પ્રિયંકા શુક્લા ડોક્ટરમાંથી બની IAS ઓફિસર

|

May 08, 2022 | 1:46 PM

પ્રિયંકાએ (Priyanka Shukla)એમબીબીએસની પ્રવેશ પરીક્ષા પાસ કરી અને કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી, લખનૌમાં પ્રવેશ મેળવ્યો. એમબીબીએસની ડિગ્રી મેળવ્યા બાદ તેણે લખનૌમાં પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું.

UPSC Success Story:  એક અપમાનથી બદલાઈ ગયું જીવન, પ્રિયંકા શુક્લા ડોક્ટરમાંથી બની IAS ઓફિસર
પ્રિયંકા શુકલા, આઇએએસ ઓફિસર

Follow us on

UPSC પરીક્ષા દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંની એક છે. આ પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારોની સંઘર્ષગાથા લાખો યુવાનોને હંમેશા પ્રેરણા આપે છે. આ અહેવાલમાં, અહીં IAS ઓફિસર પ્રિયંકા શુક્લાની સંઘર્ષ પરીક્ષાની કહાની છે, જેમની કહાની અને સંઘર્ષ બધા ઉમેદવારો કરતા અલગ છે. UPSC પરીક્ષા 2009માં સફળ થયા બાદ IAS બનેલી પ્રિયંકા શુક્લા (IAS Officer Priyanka Shukla) વ્યવસાયે ડૉક્ટર હતી. ડોક્ટરમાંથી આઈએએસ ઓફિસર બનવાની તેમની કહાની ખૂબ જ રસપ્રદ છે.

પ્રિયંકા શુક્લાએ કિંગ જ્યોર્જ મેડિકલ કોલેજ (KGMU)માં અભ્યાસ કર્યો અને ત્યાંથી એમબીબીએસ પૂર્ણ કર્યું. તેનો પરિવાર હંમેશા ઇચ્છતો હતો કે તે IAS ઓફિસર બને. તેના પિતા હરિદ્વારના જિલ્લા મેજિસ્ટ્રેટના નેતૃત્વ હેઠળના વિભાગમાં કામ કરતા હતા. પ્રિયંકા જણાવે છે કે, તેના પિતાએ કહ્યું કે તેઓ તેમના ઘરની સામે કલેક્ટર તરીકે પ્રિયંકાના નામની છાપવાળી નેમપ્લેટ જોવા માંગે છે.

પ્રિયંકાએ એમબીબીએસની પ્રવેશ પરીક્ષા પાસ કરી અને કિંગ જ્યોર્જ મેડિકલ યુનિવર્સિટી, લખનૌમાં પ્રવેશ મેળવ્યો. એમબીબીએસની ડિગ્રી મેળવ્યા બાદ તેણે લખનૌમાં પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું. તે ડૉક્ટર બનીને ખૂબ ખુશ હતી. પરંતુ એક ઘટના અથવા એક એવું કહી શકાય કે અપમાનથી આ તબીબ મહિલાનું સાવ જ જીવન બદલાઈ ગયું.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

એકવાર પ્રિયંકા શુકલા  સ્લમ એરિયામાં ચેકઅપ કરવા ગઈ હતી. ત્યાં એક મહિલા ગંદુ પાણી પી રહી હતી અને તેના બાળકોને પણ ખવડાવી અને ગંદુ પાણી પીવડાવી રહી હતી. પ્રિયંકાએ તે મહિલાને ગંદુ પાણી પીવાની મનાઈ કરી હતી. જેના પર મહિલાએ  અણછાજતો જવાબ આપીને પ્રિયંકા શુકલાને કહ્યું કે તમે ક્યાંના કલેક્ટર છો? આ સાંભળીને પ્રિયંકા હચમચી ગઈ અને તેણે તબીબમાંથી આઈએએસ બનવાનું નક્કી કર્યું.

પ્રથમ પ્રયાસમાં પ્રિયંકા UPSCમાં ફેલ થઈ ગઈ, પરંતુ તેણે હાર ન માની અને નક્કી કર્યું કે તે કલેક્ટર બનશે. આખરે વર્ષ 2009માં તેનું સપનું સાકાર થયું. IAS ઓફિસર બન્યા બાદ પ્રિયંકા શુક્લાએ લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનું પોતાનું લક્ષ્ય બનાવ્યું છે. અને, તેણીએ કલેક્ટર બનવાની સાથે જ જીવનના ધ્યેયના સિદ્ધ કરવા પ્રયાસો હાથ ધર્યા છે.

 

Published On - 1:45 pm, Sun, 8 May 22

Next Article