UPSC Recruitment 2021: આસિસ્ટન્ટ પ્રોફેસર સહિત અનેક જગ્યાઓ માટે ભરતી થઈ જાહેર, આ રીતે કરો અરજી

|

Nov 15, 2021 | 1:09 PM

UPSC દ્વારા બહાર પાડવામાં આવેલી આ ખાલી જગ્યા માટે અરજી કરવા, ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જવાનુ રહેશે.

UPSC Recruitment 2021: આસિસ્ટન્ટ પ્રોફેસર સહિત અનેક જગ્યાઓ માટે ભરતી થઈ જાહેર, આ રીતે કરો અરજી
UPSC Recruitment 2021

Follow us on

UPSC Recruitment 2021: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા મદદનીશ પ્રોફેસર અને લેક્ચરરની જગ્યાઓની ભરતી માટે જાહેર કરવામાં આવી છે. બહાર પાડેલ નોટિફિકેશન મુજબ અરજીની પ્રક્રિયા(Application)  શરૂ થઈ ગઈ છે. જેમાં કુલ 36 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. અરજી કરવા માટે, ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જવાનુ રહેશે.

UPSC (UPSC ભરતી 2021) દ્વારા બહાર પાડવામાં આવેલી ભરતી મુજબ, એસોસિયેટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર, સિનિયર આસિસ્ટન્ટ કંટ્રોલર અને જોઈન્ટ આસિસ્ટન્ટ ડિરેક્ટર(Joint Assistant Director)  જેવી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ પદો માટે અરજી કરવા માટે ઉમેદવારોને 2 ડિસેમ્બર 2021 સુધીનો સમય આપવામાં આવ્યો છે. જોકે પરીક્ષાની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. આ પોસ્ટ પર અરજી કરતા પહેલા, ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ પર આપેલી સૂચનાને સારી રીતે વાંચી લેવી હિતાવહ છે.

આ રીતે અરજી કરો

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

Step :1 UPSC ની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જાઓ.
Step :2 વેબસાઇટના હોમ પેજ પર આપેલ Recruitment લિંક પર ક્લિક કરો.
Step :3 હવે ઓનલાઈન ભરતી અરજીની લિંક પર ક્લિક કરો.
Step :4 હવે જરૂરી વિગતો ભરીને રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.
Step :5 રજિસ્ટ્રેશન બાદ ઉમેદવારો અરજી ફોર્મ ભરી શકે છે.
Step :6 અરજી ફોર્મની પ્રિન્ટ કાઢી લો.

મહત્વપૂર્ણ તારીખો

ઓનલાઈન નોટિફિકેશન જાહેર – 13 નવેમ્બર, 2021
ઓનલાઈન અરજી સબમિટ કરવાની છેલ્લી તારીખ- 2 ડિસેમ્બર 2021

આ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે

પ્રોફેસર ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ- 01 પોસ્ટ
એસોસિયેટ પ્રોફેસર ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન એન્જિનિયરિંગ – 3 જગ્યાઓ
મદદનીશ પ્રોફેસર કોમ્પ્યુટર એન્જિનિયર- 07 જગ્યાઓ
જોઈન્ટ આસિસ્ટન્ટ ડિરેક્ટર- 03 જગ્યાઓ
નાયબ નિયામક- 06 જગ્યાઓ
ભારતીય ખાણ બ્યુરોમાં વરિષ્ઠ સહાયક ખાણ નિયંત્રક – 08 જગ્યાઓ

વયમર્યાદા

પ્રોફેસર (ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ) ની જગ્યા માટે અરજી કરવા માટે ઉમેદવારોની મહત્તમ ઉંમર 53 વર્ષ છે, જ્યારે એસોસિયેટ પ્રોફેસરની જગ્યા માટે, ઉમેદવારોની મહત્તમ ઉંમર 50 વર્ષ નક્કી કરવામાં આવી છે, આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા માટે, મહત્તમ ઉંમર 35 વર્ષ અને જોઈન્ટ આસિસ્ટન્ટ ડિરેક્ટરની પોસ્ટ માટે અરજી કરવા માટે ઉમેદવારોની(Candidates)  મહત્તમ ઉંમર 30 વર્ષ રાખવામાં આવી છે.

પસંદગી પામેલા ઉમેદવારોને 7મા CPC મુજબ પગાર ધોરણ આપવામાં આવશે. વય મર્યાદા પર વિગતવાર માહિતી માટે, ઉમેદવારો સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.

 

આ પણ વાંચો: IBPS SO Application 2021: સ્પેશિયાલિસ્ટ ઓફિસરની જગ્યા માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, આ રીતે કરો અરજી

આ પણ વાંચો: Indian Railway Recruitment 2021: આજથી રેલવેમાં નોકરીની મળી રહી છે અઢળક તક, જાણો ક્યાં કરવું એપ્લાય

Next Article