UCEED Answer Key 2022: UCEED પ્રોવિઝનલ આન્સર કી થઈ જાહેર, 27 જાન્યુઆરી સુધી કરી શકાશે વાંધા અરજી

|

Jan 25, 2022 | 3:20 PM

UCEED Answer Key 2022: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી બોમ્બે (IIT Bombey)એ UCEED, CEED 2022 પરીક્ષાની આન્સર કી બહાર પાડી છે.

UCEED Answer Key 2022: UCEED પ્રોવિઝનલ આન્સર કી થઈ જાહેર, 27 જાન્યુઆરી સુધી કરી શકાશે વાંધા અરજી
UCEED Answer Key 2022

Follow us on

UCEED Answer Key 2022: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી બોમ્બે (IIT Bombey)એ UCEED, CEED 2022 પરીક્ષાની આન્સર કી બહાર પાડી છે. જે વિદ્યાર્થીઓ UCEED અને CEED 2022ની પરીક્ષામાં હાજર થયા હતા તેઓ આન્સર કી ચેક કરી શકે છે. IIT બોમ્બેએ સત્તાવાર વેબસાઇટ પર UCED અને CEED 2022ની આન્સર કી બહાર પાડી છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ uceed.iitb.ac.in પરથી આન્સર કી ડાઉનલોડ કરી શકે છે. ઉમેદવારો પોર્ટલ પર લોગઈન કરીને ભાગ-A માટે તેમના વ્યક્તિગત પ્રતિભાવો જોઈ શકે છે. વિદ્યાર્થીઓએ એ પણ નોંધવું જોઈએ કે, તમામ પ્રતિસાદોનું મૂલ્યાંકન પાર્ટ-A માટેની અંતિમ આન્સર કી (Final Answer Key) દ્વારા કરવામાં આવશે જે 31 જાન્યુઆરી, 2022ના રોજ રિલીઝ થશે.

UCEED અને CEED 2022 ભાગ A આન્સર કી ઉમેદવાર પોર્ટલમાં ઉપલબ્ધ છે. UCEED અને CEED 2022 ભાગ A જવાબ કી તપાસવા માટે વિદ્યાર્થીઓએ અધિકૃત વેબસાઇટની મુલાકાત લેવાની અને લોગિન લિંકમાં લોગિન ID અને પાસવર્ડ દાખલ કરવાની જરૂર છે. આન્સર કી તપાસવા માટે ઉમેદવારો નીચે આપેલા સ્ટેપ્સને ફોલો કરી શકે છે.

આ રીતે કરો ચેક

UCEED, CEED 2022ની સત્તાવાર વેબસાઇટ uceed.iitb.ac.in ની મુલાકાત લો. આપેલ UCEED અને CEED 2022 ઉમેદવાર પોર્ટલ લિંક પર ક્લિક કરો. લોગિન પર ક્લિક કરો અને ઈમેલ આઈડી અને પાસવર્ડ દાખલ કરો. UCEED અને CEED 2022 જવાબ કી તપાસો અને તેને સંદર્ભ માટે ડાઉનલોડ કરો.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

જાહેર કરાયેલ સૂચના મુજબ, UCEED અને CEED 2022 આન્સર કી PDF સ્વરૂપે ઉપલબ્ધ છે. ઉમેદવારો આન્સર કી અંગે 27 જાન્યુઆરી 2022 સુધી વાંધો ઉઠાવી શકે છે. વાંધાઓ અને સુધારાઓના આધારે, UCEED અને CEED 2022 ની અંતિમ કી 31 જાન્યુઆરી, 2022 સુધીમાં સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત કરવામાં આવશે. UCEED અને CEED 2022નું પરિણામ માર્ચ 10 અને 8, 2022ના રોજ રિલીઝ થઈ શકે છે. જોકે સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. પરંતુ માર્ચમાં પરિણામ જાહેર થવાની આશા છે.

આ પણ વાંચો: BECIL Recruitment 2022: સુપરવાઈઝર સહિત અનેક જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ, 500 જગ્યાઓ પર થશે ભરતી

આ પણ વાંચો: UPSC Success Story: ઘરે રહીને પણ કરી શકાય છે UPSCની તૈયારી, જાણો IAS અંશુમન રાજ પાસેથી સફળતાનો મંત્ર

Next Article