SSB HC Recruitment 2021: હેડ કોન્સ્ટેબલની પોસ્ટ માટે જાહેર થઈ ભરતી, જાણો કેવી રીતે થશે અરજી

|

Jul 24, 2021 | 6:54 PM

સશસ્ત્ર સીમા બાલમાં હેડ કોન્સ્ટેબલની પોસ્ટ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેર કરેલી સૂચના મુજબ કુલ 115 પોસ્ટ્સ માટેની ભરતી કરવામાં આવશે.

SSB HC Recruitment 2021: હેડ કોન્સ્ટેબલની પોસ્ટ માટે જાહેર થઈ ભરતી, જાણો કેવી રીતે થશે અરજી
પ્રતિકાત્મક તસવીર

Follow us on

SSB HC Recruitment 2021: સશસ્ત્ર સીમા બાલમાં (Sashastra Seema Bal) હેડ કોન્સ્ટેબલની પોસ્ટ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જાહેર કરેલી સૂચના મુજબ કુલ 115 પોસ્ટ્સની ભરતી કરવામાં આવશે. આવી સ્થિતિમાં જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગતા હોય તેઓએ એસએસબીની સત્તાવાર વેબસાઇટ ssbrectt.gov.inની મુલાકાત લઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.

હેડ કોન્સ્ટેબલની પોસ્ટ પર ભરતી માટે જાહેર કરાયેલી આ ખાલી જગ્યા (SSB HC Recruitment 2021) અંતર્ગત અરજી પ્રક્રિયા આજથી એટલે કે 24 જુલાઈ 2021થી શરૂ થઈ ગઈ છે. આમાં અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોને 22 ઓગસ્ટ 2021 સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ ખાલી જગ્યા માટે ફી જમા કરવાની આ છેલ્લી તારીખ છે. જો કે એસએસબી દ્વારા પ્રવેશ કાર્ડ અને પરીક્ષાની તારીખની ઘોષણા હજુ સુધી કરવામાં આવી નથી. આ પોસ્ટ્સ માટે અરજી કરતા પહેલા કૃપા કરીને વેબસાઇટ પર ઉપલબ્ધ સત્તાવાર સૂચના તપાસો. અરજી ફોર્મ સંપૂર્ણ રીતે ભરો કારણ કે, જો કોઈ ભૂલ મળી આવે તો ફોર્મ નામંજૂર કરવામાં આવશે.

જાણો સમગ્ર અરજી પ્રક્રિયા

  1. આ ખાલી જગ્યા માટે અરજી કરવા માટે સૌપ્રથમ એસએસબીની સત્તાવાર વેબસાઇટ ssbrectt.gov.in પર જાઓ.
  2. વેબસાઇટના હોમ પેજ પર,CLICK HERE TO APPLY ONLINE FOR THE POST OF HEAD CONSTABLE (MINISTERIAL)IN SSB પર ક્લિક કરો.
  3. હવે Apply પર જાઓ.
  4. માગેલી તમામ વિગતો ભરીને અહીં રજિસ્ટ્રોશન કરો.
  5. રજિસ્ટ્રોશન પછી તમે અરજી ફોર્મ ભરી શકો છો.
  6. એપ્લિકેશન પ્રક્રિયા પૂર્ણ થયા પછી એક પ્રિંટ આઉટ લો.

કોણ અરજી કરી શકે છે?

આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ કોઈપણ માન્ય બોર્ડમાંથી ઇન્ટરમિડિયેટ પાસ ડિગ્રી હોવી જોઈએ. ઉપરાંત, કમ્પ્યુટર કુશળતામાં અંગ્રેજી ટાઇપિંગમાં મિનિટ દીઠ 35 શબ્દો અને હિન્દીમાં પ્રતિ મિનિટ 30 શબ્દોની સ્પિડ હોવી જોઈએ. આ પદ માટે અરજી કરનારા ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી વધુ અને 25 વર્ષથી ઓછી હોવી જરૂરી છે. આપને જણાવી દઈએ કે આ ખાલી જગ્યામાં અનામતના દાયરામાં આવતા ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં રાહત આપવામાં આવશે. આ પોસ્ટ્સ પર અરજી કરતાં પહેલાં વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચનાને સંપૂર્ણ રીતે તપાસો.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

 

આ પણ વાંચો: Stone Killer: એક એવું કારણ જેનાથી હિતેષ રામાવત બન્યો સ્ટોન કિલર, જાણો આગળની કહાની અંતિમ ભાગમાં

Next Article