School Reopening : અહીં 1 સપ્ટેમ્બરથી 50ટકા ક્ષમતા સાથે ખૂલશે સ્કૂલ, યૂનિવર્સિટી અને કોચિંગ સંસ્થાઓ

|

Aug 13, 2021 | 1:11 PM

ગૃહવિભાગ દ્વારા આપેલી એસઓપી અનુસાર માત્ર 50 ટકા ક્ષમતા સાથે વર્ગો ખુલશે. રાજ્ય કે સરકારી / પ્રાઇવેટ શિક્ષણ સંસ્થાઓ  નિયમિત શૈક્ષણિક ગતિવિધિઓનું સંચાલન 50ટકા ક્ષમતા સાથે પહેલી સપ્ટેમ્બરથી શરુ કરશે.

School Reopening : અહીં 1 સપ્ટેમ્બરથી 50ટકા ક્ષમતા સાથે ખૂલશે સ્કૂલ, યૂનિવર્સિટી અને કોચિંગ સંસ્થાઓ
સાંકેતિક તસ્વીર

Follow us on

School Reopening રાજસ્થાન (Rajasthan) સરકારે રાજ્યમાં ધોરણ 9થી12 સુધી પ્રાઇવેટ અને સરકારી વિદ્યાલય કોચિંગ સંસ્થાને 50ટકાક્ષમતા સાથે એક વાર ફરી સપ્ટેમ્બરથી ખોલવાનો નિર્ણય લીધો છે. રાજ્યના શિક્ષણ મંત્રી ગોવિંદ સિંહ ડોટાસરાએ (Rajasthan Education Minister Govind Singh Dotasara) આ બાબતે ટ્વીટ કરીને જાણકારી આપી છે.

તેમણે ટ્વીટ કરીને લખ્યુ મુખ્યમંત્રી અશોક ગહલોતે (Ashok Gehlot) વિદ્યાર્થીઓના હિતમા આજે મોટો નિર્ણય લેતા 1 સપ્ટેમ્બરથી સ્કૂલ, કૉલેજ અને કોચિંગ સંસ્થાઓ ખોલવાનો નિર્ણય લીધો છે. અત્યારે 9થી12 સુધીની તમામ શાળાઓ 50 ટકા ક્ષમતા સાથે ખુલશે. શિક્ષણ વિભાગ આ બાબતે એક વિસ્તૃત ગાઇડલાઇન આપશે.

ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો

 

 

ગહેલોતના નિર્ણય બાદ ગૃહ વિભાગે શૈક્ષણિક સંસ્થાઓમાં કોરોના સંક્રમણને રોકવા માટે વિસ્તૃત દિશા-નિર્દેશ આપ્યા હતા. ગૃહવિભાગ દ્વારા આપેલી એસઓપી અનુસાર માત્ર 50 ટકા ક્ષમતા સાથે વર્ગો ખુલશે. રાજ્ય કે સરકારી / પ્રાઇવેટ શિક્ષણ સંસ્થાઓ  નિયમિત શૈક્ષણિક ગતિવિધિઓનું સંચાલન 50ટકા ક્ષમતા સાથે પહેલી સપ્ટેમ્બરથી શરુ કરશે. ધોરણ 1થી8ની શૈક્ષણિક ગતિવિધીઓ આગામી આદેશ સુધી ઓનલાઇન ચાલશે.

ગૃહ વિભાગ તરફથી આપવામાં આવેલા નિર્દેશ અનુસાર તમામ કોચિંગ સેન્ટર પોતાના સ્ટાફને બે વેક્સીનના ડોઝ લઇ ચૂક્યા હોવા જોઇએ તે શરત સાથે પહેલી સપ્ટેમ્બરથી 50 ટકા ક્ષમતા સાથે સંચાલન થઇ શકશે.  શૈક્ષણિક સંસ્થાઓમાં આવતા પહેલા વિદ્યાર્થીઓ પહેલા પોતાના માતા-પિતા પાસેથી લેખિતમાં મંજૂરી લેવી જરુરી છે. જો માતા-પિતા પોતાના બાળકોનો અભ્યાસ માટે નથી મોકલવા માગતા તો તેમના પર જે તે સંસ્થા દબાણ નહીં કરી શકે.

 

આ પણ વાંચો :ITBP Recruitment 2021: ઈન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સમાં કોન્સ્ટેબલની જગ્યાઓ માટે બહાર પડી ભરતી, 10 પાસ ઉમેદવાર પણ પરીક્ષા વગર મેળવી શકે નોકરી

આ પણ વાંચોBSF Recruitment 2021: સેનામાં કોન્સ્ટેબલના પદ માટે બહાર પડી ભરતી, ધોરણ 10 પાસ કરી શકશે અરજી

 

 

Next Article